Banaskantha : પશુપાલકો માટે ખુશીના સમાચાર, દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ રૂપિયા 20 નો વધારો

|

Jun 05, 2022 | 7:41 PM

છેલ્લા ત્રણ મહિનામાં બનાસ ડેરીએ(Banas Dairy) પ્રતિકીલો ફેટે 50 રૂપિયા જેટલો વધારો કર્યો હતો. આ ભાવવધારાનો લાભ 4 લાખ જેટલા પશુપાલકોને થશે. તેમજ ઘાસચારા સહિત ખેત પેદાશોમાં ભાવ વધતા પશુપાલકોને ફાયદો થશે

Banaskantha : પશુપાલકો માટે ખુશીના સમાચાર,  દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ રૂપિયા 20 નો વધારો
Banas Dairy Increase Milk Procurement Price
Image Credit source: File Image

Follow us on

ગુજરાતના (Gujarat) બનાસકાંઠામાં બનાસ ડેરીનો (Banas Dairy) પશુપાલકો માટે હિતલક્ષી નિર્ણય કર્યો છે. જેમાં બનાસ ડેરીએ દૂધના ભાવમાં(Milk Price) પ્રતિકિલો ફેટે રૂપિયા 20નો વધારો કર્યો છે. તેમજ છેલ્લા 3 મહિનામાં ત્રીજી વાર ભાવ વધારો કર્યો છે. જેમાં ત્રણ મહિનામાં બનાસ ડેરીએ પ્રતિકીલો ફેટે 50 રૂપિયા જેટલો વધારો કર્યો હતો. આ ભાવવધારાનો લાભ 4 લાખ જેટલા પશુપાલકોને થશે. તેમજ ઘાસચારા સહિત ખેત પેદાશોમાં ભાવ વધતા પશુપાલકોને ફાયદો થશે.

ઉલ્લેખનીય કે આ પૂર્વે ફેબ્રુઆરી માસમા બનાસ ડેરીએ દૂધના ફેટના ભાવમાં વધારો કર્યો હતો. જેમાં બનાસડેરી દ્વારા દૂધના ફેટના ભાવમાં 25 રૂપિયાનો વધારાની જાહેરાત પશુપાલકો માટે કરી હતી. બનાસ ડેરીમાં દૂધના જુના ભાવ 680 રૂપિયા પ્રતિકીલો ફેટ હતા. જે વધારી 705 રૂપિયા પ્રતિકીલો ફેટ કરવામાં આવ્યા હતા . છેલ્લા કેટલાક સમયથી ઘાસચારો તેમજ પશુદાણના મોંઘો થયા હતા. જેથી પશુપાલકો દૂધના ભાવમાં વધારો થાય તે માટે ઇચ્છુક હતા. જે બાબતને ધ્યાને લઇ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ પશુપાલકો માટે દૂધના ભાવમાં વધારો કરતાં પશુપાલકોમાં આનંદ છવાયો હતો. સમગ્ર એશિયામાં બનાસડેરી દૂધ સંપાદનમાં અગ્ર સ્થાને છે. વિક્રમજનક દૂધની આવક હોવા છતાં પણ એક પણ દિવસ પશુપાલકો પાસેથી દૂધ લેવાનું બંધ નથી રાખ્યું.

બનાસકાંઠામાં ઉદ્યોગ ન હોવાથી ગ્રામિણ વિસ્તારમાં રોજગારીનો વિકલ્પ બન્યું પશુપાલન

બનાસકાંઠામાં કોઈ મોટા ઉદ્યોગો નથી. પરંતુ ખેતી અને પશુપાલન પર જ લોકો નિર્ભર છે. ખેતીમાં પણ ખર્ચ વધી જવાથી હવે ખેડૂતો પશુપાલન તરફ વળ્યા છે. બનાસકાંઠા જિલ્લાના તમામ ગ્રામિણ વિસ્તારોમાં લોકો ખેતી સાથે સંકળાયેલા છે. તે લોકો પશુપાલન અચૂક કરે છે. તેના જ કારણે બનાસડેરીની દૂધની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. બનાસ ડેરીમાં દૂધ ધરાવતા પશુપાલકોને દર પંદર દિવસે દૂધ નો પગાર મળતો હોવાથી ઘરનો ખર્ચ તેમજ જીવન ગુજરાન મુખ્ય આધાર પશુપાલન બન્યું છે. જેથી બનાસ ડેરી આજે બનાસવાસીઓ માટે જીવાદોરી સમાન બની છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ઉલ્લેખનીય છે કે, બનાસડેરીમાં આ વર્ષે રેકોર્ડબ્રેક 93 લાખ લીટર દૈનિક દૂધની આવક થઈ. જેની પાછળ બનાસડેરીની સાથે જોડાયેલી મહિલા પશુપાલકોનો સિંહ ફાળો છે. બનાસકાંઠાની મહિલાઓ ભલે ઓછું અક્ષરજ્ઞાન ધરાવતી હતી પરંતુ તેમની કોઠાસૂઝ અને પશુપાલન વ્યવસાયમાં મહેનતને કારણે આજે બનાસ ડેરીએ વૈશ્વિક ઓળખ ઊભી કરી છે.

Published On - 6:03 pm, Sun, 5 June 22

Next Article