Banaskantha : અંબાજીના દાતામાં લમ્પી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો, પશુપાલકોમાં ડરનો માહોલ

બનાસકાંઠા(Banaskantha) જિલ્લાના અંબાજી જિલ્લાના દાંતામાં લમ્પી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. દાંતાના પેથાપુરના દુધિયા ખેતર પાસે લમ્પી વાયરસનો કેસ મળ્યો છે. જેમાં લમ્પી વાયરસનો કેસ આવતા ખેડુતોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

Banaskantha : અંબાજીના દાતામાં લમ્પી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો, પશુપાલકોમાં ડરનો માહોલ
Ambaji Lumpy Virus
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 11:20 PM

ગુજરાતમાં (Gujarat)  20 જિલ્લામાં ફેલાયેલા લમ્પી વાયરસના(Lumpy Virus)  કેસનો ફેલાવો ધીરે ધીરે વધી રહ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના અંબાજી જિલ્લાના દાંતામાં લમ્પી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. દાંતાના પેથાપુરના દુધિયા ખેતર પાસે લમ્પી વાયરસનો કેસ મળ્યો છે. જેમાં લમ્પી વાયરસનો કેસ આવતા ખેડુતોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ આ કેસ સંદભે ડેરીના મંત્રીને તેની જાણ કરવામાં આવી છે.

રાજ્યમાં લમ્પી વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. જેમાં રાજ્યના 20 જિલ્લામાં 65 હજાર પશુ લમ્પીગ્રસ્ત થયા છે. જયારે સીએમ ભૂપેન્દ્ર પટેલ  આજે લમ્પી વાયરસથી વધુ અસર ગ્રસ્ત એવા જામનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાના પદાધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી લમ્પી સ્કિન ડીસીઝની સ્થિતિ અંગે સર્વગ્રાહી સમીક્ષા કરી. જેમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે સઘન સારવારનાં પરિણામે જિલ્લામાં 1609 પશુઓ લમ્પીમુક્ત થયા,હાલ 3692 પશુઓ સારવાર હેઠળ છે. તેમજ જિલ્લામાં કુલ 1,10, 456 પશુઓનું રસીકરણ કરાયું છે. જેમાં જિલ્લામાં 95 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઇ છે.

રાજ્યમાંથી લમ્પી રોગને નાબૂદ કરવા તમામ પૂરતા પગલાંઓ લેવાયા

જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પશુપાલન વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓ તથા જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ સાથે લમ્પી સ્કિન ડીસીઝની સર્વગ્રાહી સમીક્ષા અર્થે બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પશુઓની સારવાર કે રસીકરણ બાદની સ્થિતિની પણ પૂરતી કાળજી લેવાવી જોઈએ. જયારે સરકાર દ્વારા રાજ્યમાંથી લમ્પી રોગને નાબૂદ કરવા તમામ પૂરતા પગલાંઓ લેવાયા છે તેમજ આ અંગે વહીવટી તંત્ર, પશુપાલન વિભાગ તથા આરોગ્ય વિભાગ દ્વારા શ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે. મુખ્યમંત્રીએ બેઠકમાં અધિકારીઓને મૃત પશુઓના ઝડપી તથા યોગ્ય નિકાલ માટે તાકીદ કરી હતી તેમજ લમ્પી અસરગ્રસ્ત વિસ્તાર સિવાયના અન્ય વિસ્તારોમાં પણ સઘન રસીકરણ હાથ ધરવા સૂચના આપી હતી.\

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે

આ બેઠકમાં વિગતો આપતાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં લમ્પી વાયરસ પ્રસર્યો ત્યારથી જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉચિત આયોજનો કરી રોગ પર નિયંત્રણ લાવવા શ્રેષ્ઠ કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્રની જરૂરિયાત મુજબની તમામ માંગણીઓ પણ સરકાર દ્વારા પૂરી કરવામાં આવી છે. વાયરસ પર નિયંત્રણ આવે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે તેમજ તેમના માર્ગદર્શન હેઠળ મહદઅંશે રોગ પર કાબુ મેળવવામાં સફળતા પણ મળી છે.

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">