AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બનાસકાંઠા : ખેડૂતોએ એરંડાનું મબલખ વાવેતર કર્યું, મણ દીઠ ઓછા ભાવ મળવાને લઈ ખેડૂતોમાં કચવાટ

અત્યાર સુધી એરંડાના ભાવ સ્થિર હતા પણ હવે ખેડૂતોને વેચવાનો વારો આવ્યો ત્યારે મણદીઠ 200 રૂપિયા જેટલો ભાવ તૂટી ગયો છે. પાલનપુર માર્કેટ યાર્ડમાં 1200થી 1300 રૂપિયા એરંડાનો ભાવ ચાલી રહ્યો છે.

બનાસકાંઠા : ખેડૂતોએ એરંડાનું મબલખ વાવેતર કર્યું, મણ દીઠ ઓછા ભાવ મળવાને લઈ ખેડૂતોમાં કચવાટ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2023 | 1:44 PM
Share

બનાસકાંઠામાં બટાકા બાદ એરંડામાં પણ ભાવમાં પણ ઘટાડો થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લામાં એરંડાનું મબલખ ઉત્પાદન થયુ છે. પરંતુ તેની સામે ભાવ મળતા નથી. અત્યાર સુધી એરંડાના ભાવ સ્થિર હતા પણ હવે ખેડૂતોને વેચવાનો વારો આવ્યો ત્યારે મણદીઠ 200 રૂપિયા જેટલો ભાવ તૂટી ગયો છે. પાલનપુર માર્કેટ યાર્ડમાં 1200થી 1300 રૂપિયા એરંડાનો ભાવ ચાલી રહ્યો છે. બીજી બાજુ ચાલુ વર્ષે પ્રતિકુળ હવામાનને કારણે એરંડાનો પાક પણ ઓછો આવ્યો છે. પાકમાં અંદાજીત 50 ટકાનો ઘટાડો થયો છે.

આ પણ વાંચો : Banaskantha: કાંકરેજના છેવાડે આવેલા કસલપુરા ગામમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ પાયાની સુવિધાનો અભાવ

વેપારીઓનું માનવુ છે કે આ વર્ષે એરંડાની ગુણવત્તા ખરાબ છે. કમોસમી વરસાદ અને હવામાનની અનિયમીતતાને કારણે એરંડાના પાકને ઘણું નુકસાન થયુ છે. આ સ્થિતિમાં તેઓ ખેડૂતોને વધુ ભાવ આપી શકે તેવી સ્થિતિમાં નથી.

બટાકાના ભાવ ગગડ્યા

બનાસકાંઠાના ખેડૂતોએ બટાકાનું મબલખ વાવેતર કર્યું હતું. પરંતુ ભાવ ન મળવાના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. મોંઘા ભાવના બિયારણ અને ત્રણ મહિનાના ઉજાગરા કરીને ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું હતું.ગત વર્ષે મણ દીઠ બટાકાના 250 રૂપિયા ભાવ હતા. જે આ વર્ષે 100 થઈ ગયા છે. જેથી ખેડૂતોને મજૂરી ખર્ચ પણ નીકળી શકતો નથી. બટાકાના ભાવ સાવ તળિયે બેસી છે. જેથી ખેડૂતોને આર્થિક સંકડામણ પણ આવી શકે છે.

બટાકાના ભાવ નીચે જતા ખેડૂતોએ નુકશાની ભોગવવાનો વારો આવ્યો

સાબરકાંઠાના અરવલ્લીમાં બટાકાનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. જો કે છેલ્લા એકાદ સપ્તાહથી બટાકાનો ભાવ નીચે જતા ખેડૂતોએ બટાકાની સિઝનમાં સૌથી મોટો ફટકો સહન કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે માવઠા અને ઝાકળ વધુ પ્રમાણમાં હોવાથી ખેતીમાં જીવાતની સમસ્યા સર્જાઈ હતી અને હવે બટાકાના ભાવ નીચે જતા ખેડૂતોએ નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે.

ડુંગળીના ભાવ ગગડ્યા

તો આ તરફ ભાવનગર જિલ્લામાં ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા છે.આ વખતે ભાવનગર જિલ્લામાં ડુંગળીનુ ઉત્પાદન મબલખ થયુ છે,પરંતુ ભાવ તળિયે બેસી જતા ખેડૂતો પાયમાલ થયા છે. ડુંગળીના એક ગુણીની માર્કટ યાર્ડમાં કિંમત માત્ર 35 રૂપિયા આસપાસ છે, એટલે કે એક મણ ડુંગળીના ખેડૂતોને માત્ર 50-60 રૂપિયા જ મળી રહ્યા છે. જેને પગલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યા છે. ખેડૂતોનુ કહેવુ છે કે આટલી કિંમતમાં ડુંગળીના ઉત્યાદનનો ખર્ચ પણ ઉભો થઈ રહ્યો નથી, એટલે કે હાલ ગરીબોની કસ્તુરી ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહી છે.

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
g clip-path="url(#clip0_868_265)">