Banaskantha: ક્લેકટરનુ સોશિયલ મીડિયા ફેક આઈડી મામલો, આરોપી યુવક પૈસાની માંગણી જ નહીં યુવતીઓને ચેટિંગ કરતો હતો!

બનાસકાંઠા જિલ્લાના ક્લેકટરના નામનુ બોગસ ઈન્સ્ટાગ્રામ આઈડી ફેક બનાવીને લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા. એટલુ જ નહીં આરોપી યુવકે લોકોને નોકરી અપાવવા માટે થઈને પણ ભલામણો કરી દીધી હતી

Banaskantha: ક્લેકટરનુ સોશિયલ મીડિયા ફેક આઈડી મામલો, આરોપી યુવક પૈસાની માંગણી જ નહીં યુવતીઓને ચેટિંગ કરતો હતો!
યુવતીઓને ચેટિંગ કરતો હતો!
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2023 | 11:29 AM

સોશિયલ મીડિયા ના માધ્યમથી છેતરપિંડીના સમાચાર સામે આવતા રહે છે. આવી જ રીતે એક પાલનપુર LCB એ એક શખ્શને હરિયાણાની ઝડપ્યો છે. જેણે બનાસકાંઠા જિલ્લાના ક્લેકટરના નામનુ બોગસ ઈન્સ્ટાગ્રામ આઈડી ફેક બનાવીને લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા. એટલુ જ નહીં આરોપી યુવકે લોકોને નોકરી અપાવવા માટે થઈને પણ ભલામણો કરી દીધી હતી. આ માટે તેણે પૈસા પડાવ્યા હોવાની દીશામાં પોલીસે તપાસ શરુ કરી છે. આરોપી યુવકે આટલુ જ નહીં મીડિયા રિપોર્ટ્સ મુજબ યુવતીઓ સાથે ચેટિંગ પણ કર્યા હતા.

બનાસકાંઠાના ક્લેકટર વરુણ બરનવાલના નામનુ ફેક આઈડી બનાવવામા આવ્યુ હતુ. પરંતુ એક યુવકને ખાનગી કંપનીમાં નોકરી અપાવી હોવાને લઈ તે યુવક સોંપાયેલી ફરજને લાયક જ નથી એ બાબતની જાણ ક્લેકટરને કરવામાં આવી હતી. જેને લઈ ક્લેકટર બરનવાલ ચોંકી ઉઠ્યા હતા. જેને લઈ તેઓએ સ્થાનિક પોલીસને જાણ કરતા જ પોલીસે કાર્યવાહી શરુ કરી છે.

ફેક આઈડી બનાવી પૈસા પડાવ્યા!

IAS અધિકારી વરુણ બરનવાલ હાલમાં બનાસકાંઠા જિલ્લા ક્લેકટર તરીકે ફરજ બજાવે છે. તેઓના નામ પર ફેક આઈડી બનાવીને સોશિયલ મીડિયા પર લોકોનો સંપર્ક કરવામાં આવતો હતો. જેમાં તે કેટલાક લોકો પાસે પૈસાની પણ માંગણી કરી હતી. તો વળી કેટલીક યુવતીઓ સાથે પણ આ જ નામથી ચેટિંગ કરતો હતો. તે યુવતીઓને અશોભનીય સ્તરના શબ્દો લખતો રહેતો હતો.

જાણો તમારું આજનું રાશિફળ તારીખ : 20 ડિસેમ્બર, 2024
ગોવિંદાની દીકરી ફિલ્મોમાં કરી ચુકી છે ડેબ્યુ, જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ઘરે બેઠા ઓનલાઈન PPF એકાઉન્ટ કેવી રીતે ખોલવું, આ છે રીત
સારા તેંડુલકર અને મનુ ભાકરમાંથી કોણ વધુ અમીર છે?
વીજળીના મીટરમાં ઝબકતી લાઇટનો અર્થ શું છે, મોટાભાગના લોકો નથી જાણતા જવાબ
સપનામાં આ બે વસ્તુ દેખાશે તો જીવનભર કરશો પ્રગતિ

સ્થાનિક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવ્યા બાદ ટેકનીકલ સર્વેલન્સ આધારે આરોપી સુધી પોલીસની ટીમ હરીયાણા પહોંચી હતી. એલસીબીની ટીમે શિવકુમાર બિશ્નોઈની હરીયાણાના ફતેહાબાદથી ધરપકડ કરી છે. આરોપીએ ઉત્તરાખંડમાં ફરજ બજાવતા આઈએએસ નેહા મીણાનુ પણ ફેક આઈડી બનાવ્યુ હતુ. તે બોગસ આઈડી વડે પોતાના સગા સંબંધીઓને નોકરીઓ અપાવવા માટે ભલામણ કરતો હોવાનુ પોલીસ પૂછપરછમાં સામે આવ્યુ છે.

અગાઉ પણ IAS-IPS ના આઈડી ફેક

આ પ્રથમવાર નથી કે IAS-IPS અધિકારીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયા હોય અને તેમના નામે ફેક આઈડી બનાવવામાં આવ્યા હો. રાજકોટ, અરવલ્લી, પંચમહાલ સહિતના અનેક અધિકારીઓના નામે બોગસ એકાઉન્ટ વડે પૈસાની માંગણી તેમના મિત્રો અને સગાઓ પાસે કરવામા આવી હોવાના કિસ્સા સામે આવ્યા છે. જેમાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠા પોલીસે પણ આરોપી પાસેથી હવે આરોપી શિવ બિશ્નોઈની પૂછપરછ કરીને વધુ તપાસ શરુ કરી છે.

આ પણ વાંચોઃ  Sabarkantha: તાન્ઝાનીયામાં 4 કરોડના કાજુ ચોરાઈ જવાથી માલિક લોન લેવા જતા છેતરાયા, વડનગરના આરોપી સામે ફરિયાદ નોંધાઈ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">