Banaskantha: ભરશિયાળે વાદળછાયું વાતાવરણ, ઘઉં, રાયડા અને જીરું પકવનારા ખેડૂતો ચિંતાતુર
ખેડૂતોને ચિંતા છે કે જો વધારે સમય વાદળછાયું વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદ થાય તો રવિ પાકને નુકસાન થવાની ભીતિ છે. માવઠું પડે તો ઘઉં, રાયડો, એરંડા, જીરૂના પાકને ફટકો પહોંચે તેવી શક્યતા છે.
બનાસકાંઠા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગાઢ ધૂમ્મસ અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે રવિ પાક લણનારા ખેડૂતો ચિંતાતુર થઈ ગયા છે ખેડૂતોને ચિંતા છે કે જો વધારે સમય વાદળછાયું વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદ થાય તો રવિ પાકને નુકસાન થવાની ભીતિ છે. માવઠું પડે તો ઘઉં, રાયડો, એરંડા, જીરૂના પાકને ફટકો પહોંચે તેવી શક્યતા છે. દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતી કાલથી ફરીથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી શકે છે.
ઉતરાયણે સાનૂકૂળ હવા ત્યાર બાદ ઠંડીમાં થશે વધારો
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આવતીકાલથી તાપમાનનો પારો ગગડવાની આગાહી છે. રાજ્યમાં તાપમાન 4-5 ડિગ્રી ઘટશે..મોટા ભાગના શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે રહેશે. જોકે પતંગ રસિકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ મોજથી પતંગ ચગાવી શકશે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તરાયણ ઉપર પવનની ગતિ તેજ રહેશે. 14 જાન્યુઆરીએ 25થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દિવસ દરમિયાન તાપમાન રહેશે અને બપોરના સમયે તડકો પણ વધુ નહીં લાગે જેથી પતંગ રસિકો મોજથી આખો દિવસ પતંગ ચગાવી શકશે બીજી તરફ
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
