Banaskantha : આસો નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
આસો નવરાત્રીને(Navratri 2022) લઈ અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં આસો સુદ એકમથી સવારે 7.30થી 8 અને સાંજે 6.30થી 7 વાગ્યે આરતી થશે

ગુજરાતના(Gujarat) બનાસકાંઠામાં(Banaskantha)આવેલા શકિતપીઠ અંબાજીના(Ambaji) નવરાત્રીને (Navratri 2022) લઇને તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેમાં મંદિર વહીવટીતંત્ર દ્વારા આસો નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં આસો સુદ એકમથી સવારે 7.30થી 8 અને સાંજે 6.30થી 7 વાગ્યે આરતી થશે , સવારે 8થી 11.30, બપોરે 12.30થી 4.15, સાંજે 7 થી 9 વાગ્યા સુધી દર્શન થશે, માતાજીને બપોરે 12 વાગ્યે રાજભોગ ધરાવાશે, આસો સુદ એકમને સવારે 9 થી 10.30 સુધી ઘટસ્થાપન વિધિ થશે. જ્યારે આસો સુદ આઠમને સવારે 6 વાગ્યે આરતી થશે, આસો સુદ આઠમને સવારે 11.46 વાગ્યે ઉત્થાપન વિધિ થશે તેમજ આસો સુદ દશમને સાંજે 5 વાગ્યે વિજયા દશમી પૂજન થશે અને તેમજ આસો સુદ પૂનમને સવારે 6 વાગ્યે આરતી થશે.
નવરાત્રી પર્વનું મહત્વ
- નવરાત્રીના પહેલા દિવસે માતાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. જો તમે નવરાત્રિમાં ઉપવાસ કરો છો, તો તમારે ઉપરોકત નિયમોનું પાલન કરવું જોઈએ.
- નવરાત્રિના બીજા દિવસે માતાના બીજા સ્વરૂપ બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે જગત માતાને ખાંડ અર્પણ કરવી જોઈએ.
- નવરાત્રીના ત્રીજા દિવસે માતાના ત્રીજા સ્વરૂપ ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાને દૂધ અર્પણ કરવું જોઈએ અને તે જરૂરિયાતમંદોને દાનમાં આપવું જોઈએ.
- નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાનાં ચોથા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાને માલપુઆ અને નિવેદ અર્પણ કરી જરૂરિયાતમંદોને દાન આપવું જોઈએ.
- નવરાત્રીના પાંચમા દિવસે માતાના પાંચમા સ્વરૂપ સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે વિશ્વ માતાને કેળા અર્પણ કરવા જોઈએ. આમ કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે.
- કાત્યાણી માતાની પૂજા નવરાત્રના છઠ્ઠા દિવસે કરવામાં આવે છે. આ દિવસે મા ભવાનીને મધ અર્પણ કરવું જોઈએ.
- નવરાત્રિના સાતમા દિવસે માતાના સાતમા સ્વરૂપ કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. આ દિવસે મા ભવાનીને ગોળમાંથી બનાવેલ ભોગ અર્પણ કરવો જોઈએ.
- નવરાત્રિના આઠમા દિવસે માતાના આઠમા સ્વરૂપ મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાને નારિયેળ અર્પણ કરવું જોઈએ.
- નવરાત્રિના નવમા દિવસે માતાના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાએ ઘરે બનાવેલી ખીર-પુરી અને ખીર અર્પણ કરવી જોઈએ.