ગુજરાતની આ વિધાનસભા બેઠક પર જામશે પેટાચૂંટણીનો જંગ, જાહેરાત બાદ સાંસદ ગેનીબેનનું નિવેદન આવ્યું સામે, જુઓ Video

|

Oct 15, 2024 | 6:34 PM

વાવ વિધાનસભા બેઠક પર જામશે પેટાચૂંટણીનો જંગ જામશે. વાવ વિધાનસભા બેઠકની 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે પેટાચૂંટણીની તારીખ જાહેર કરી છે. 13 નવેમ્બરે મતદાન યોજાશે, 23 નવેમ્બરે પરિણામ આવશે. ગેનીબેન ઠાકોર સાંસદ બનતા બેઠક ખાલી પડી હતી.

ગુજરાતની આ વિધાનસભા બેઠક પર જામશે પેટાચૂંટણીનો જંગ, જાહેરાત બાદ સાંસદ ગેનીબેનનું નિવેદન આવ્યું સામે, જુઓ Video

Follow us on

વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત સાથે રાજકારણ પણ ગરમાયું છે. ગેનીબેન ઠાકોરે દાવો કર્યો છે કે ફરીવાર તમામ જાતિના મતદારોના કોંગ્રેસને આશીવાર્દ મળશે. તો ભાજપના ડીસાના ધારાસભ્યએ પણ વાવ બેઠક પર કમળ ખીલવાની વાત કરી.

પેટાચૂંટણીની જાહેરાત બાદ સાંસદ ગેનીબેનનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, તમામ જાતિ અને જ્ઞાતિ અમારી સાથે છે. “આ વખતે પણ મતદારો અમને આશીર્વાદ આપશે” “કોંગ્રેસ જેને ટિકિટ આપશે તેને જીતાડવા અમે લડીશું”.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

વાવ વિધાનસભા ચૂંટણી પરિણામ 2022

  • કોંગ્રેસ-ગેનીબેન ઠાકોર-1,02,513 મત
  • ભાજપ-સ્વરૂપજી ઠાકોર-86,912 મત
  • ગેનીબેન ઠાકોર 15,601 મતેથી જીત્યા

પરિણામ 2017

  • ભાજપ- શંકર ચૌધરી-95,673 મત
  • કોંગ્રેસ-ગેનીબેન ઠાકોર-1,02,328 મત
  • કોંગ્રેસના ગેનીબેન ઠાકોર 6,655 મતે જીત્યા

પરિણામ 2012

  • ભાજપ-શંકર ચૌધરી-72,640 મત
  • કોંગ્રેસ-ગેની ઠાકોર-60,729 મત
  • ભાજપના શંકર ચૌધરી 11,911 મતે જીત્યા

જાતિગત સમીકરણો

  • ઠાકોર અને ચૌધરી સમાજના મતદારોનું વર્ચસ્વ
  • ક્ષત્રિયો અને બ્રાહ્મણ જાતિના મતદારોનું પ્રભુત્વ
  • બેઠકમાં ભાભર, સાંતલપુર, સુઇગામનો સમાવેશ
  • નવા સીમાંકન બાદ વાવ બેઠકનું બે ભાગમાં વિભાજન
  • વાવની બેઠકમાં રાધનપુરના 32 ગામનો સમાવેશ
  • ચૌધરી સમાજનો ભાજપ તરફી ઝુકાવ
  • ઠાકોર વોટબેંક પર કોંગ્રેસની મજબૂત પકડ

વાવનો રાજકીય ઇતિહાસ

  • 1967થી અત્યાર સુધી 12 વખત ચૂંટણી યોજાઇ
  • 7 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો
  • 12 ચૂંટણીમાંથી ભાજપ 2 વાર ચૂંટણી જીતી શક્યું
  • 2007માં પ્રથમવાર ભાજપના પરબત પટેલ ચૂંટાયા
  • 2012માં શંકર ચૌધરી વાવ બેઠક પરથી જીત્યા
  • 2017માં પરિવર્તનનો પવન ફૂંકાયો, કોંગ્રેસે બાજી મારી
  • 2017 અને 2022માં કોંગ્રેસના ગેનીબેન જીત્યા
  • 2024 લોકસભામાં ગેનીબેનને કોંગ્રેસે ટિકિટ આપી
  • ગેનીબેન લોકસભા ચૂંટણી જીત્યા અને સાંસદ બન્યા
  • ગેનીબેને MLA પદેથી રાજીનામું આપતા બેઠક ખાલી

જાતિ-જ્ઞાતિનું સમીકરણ (આશરે)

  • દલિત મતદારો – 30 હજાર
  • ચૌધરી મતદારો – 43 હજાર
  • મુસ્લિમ મતદારો – 14,500
  • બ્રાહ્મણ મતદારો – 15,000
  • ઠાકોર મતદારો – 44,000
  • રબારી મતદારો – 19,000
  • રાજપૂત મતદારો – 41,000

‘વાવ’ કોંગ્રેસનો ગઢ કેમ ?

  • વાવ બેઠક પર પહેલાંથી કોંગ્રેસનો દબદબો
  • વર્ષ 1967થી 2017 સુધી કુલ 12 ચૂંટણી યોજાઈ
  • 13માંથી 8 વખત કોંગ્રેસે ચૂંટણીમાં મેદાન માર્યું
  • વાવ બેઠક પર પક્ષ પલટાનો આવો છે ઈતિહાસ
  • પરબત પટેલે 1985થી 2002માં 2 વાર પક્ષપલટો કર્યો
  • 1990ની હાર બાદ કોંગ્રેસ છોડીને સ્વતંત્ર લડ્યા
  • 2002માં પરબત પટેલ ભાજપમાં જોડાયા હતા
  • 2007 અને 2012માં ભાજપે બેઠક આંચકી હતી
  • 2017 અને 2022માં કોંગ્રેસે પરંપરાગત બેઠક પરત મેળવી

વાવ બેઠકની વિશેષતા

  • વાવ વિધાનસભા બેઠક પર ખેડૂત વર્ગનું પ્રભુત્વ
  • ઠાકોર અને ચૌધરી સમાજની મોટી વોટબેન્ક
  • મતદારોનું ચૂંટણીમાં વ્યક્તિ વિશેષને પ્રાધાન્ય
  • નાના સમાજના ઉમેદવારો સાંસદ સભ્ય બન્યા છે
  • નડાબેટ સ્થિત ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા

રાજકીય ઇતિહાસ

  • 1967થી અત્યાર સુધી 13 વખત ચૂંટણી યોજાઇ
  • 8 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય
  • 12માંથી ભાજપ 2 વાર ચૂંટણી જીતી શકી છે
  • 2007 પ્રથમવાર ભાજપના પરબત પટેલ ચૂંટણી જીત્યા
  • 2012માં શંકર ચૌધરી વાવ બેઠક પરથી જીત્યા
  • 2017માં કોંગ્રેસના ગેની ઠાકોરનો ભવ્ય વિજય થયો
  • 2022માં પણ કોંગ્રેસે બેઠક જાળવી રાખી હતી

ક્યારે કોણ જીત્યું ?

  • 1998માં કોંગ્રેસના હેમાજી રાજપૂત ચૂંટાયા
  • 2002માં કોંગ્રેસના હેમાજી રાજપૂત ચૂંટાયા
  • 2007માં ભાજપના પરબત પટેલ ચૂંટાયા
  • 2012માં ભાજપના શંકર ચૌધરી ચૂંટાયા
  • 2017માં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ચૂંટાયા
  • 2022માં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ચૂંટાયા

 

Published On - 6:34 pm, Tue, 15 October 24

Next Article