Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનનો પારો ગગડશે, હવામાન વિભાગે કરી આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયુ તેમજ ભેજ વાળું વાતાવરણ રહેશે અને તેના કારણે એકાદ દિવસ બાદ તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.
રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે ઠંડી અને બપોરે ગરમી લાગી રહી છે.તો આ દરમિયાન ઘણા વિસ્તારમાં વાતાવરણમાં પલટો પણ આવ્યો છે. કેટલાક શહેરોમાં તેજ ઠંડા પવન ફુંકાયા છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ઘણા વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના વાતાવરણમાં હજુ ફેરફાર થશે. આગામી સમયમાં વહેલી સવારથી રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે ઠંડીનો અનુભવ થશે અને આગામી એક દિવસ બાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે.સવારે 13 ડિગ્રી આસપાસ જ્યારે બપોરે 34 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે.જેથી હાલ લોકોએ બેવડી સીઝનનો અનુભવ કરવો પડશે.
ઉત્તરીય પવન ફૂંકાવાને કારણે તાપમાનનો પારો ગગડશે,સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં આ પ્રકારનુ વાતાવરણ રહેતુ હોય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયુ તેમજ ભેજ વાળું વાતાવરણ રહેશે અને તેના કારણે એકાદ દિવસ બાદ તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.
(વીથ ઈનપુટ- દર્શલ રાવલ, અમદાવાદ)