અંબાજી મંદિર બંધ રહેતા ચાર દિવસમાં 17.20 લાખ લોકોએ કર્યા ઓનલાઈન દર્શન, દાન પણ ડીઝટલ બન્યું

અંબાજી મંદિર બંધ રહેતા ચાર દિવસમાં 17.20 લાખ લોકોએ કર્યા ઓનલાઈન દર્શન, દાન પણ ડીઝટલ બન્યું
અંબાજી મંદિર (ફાઇલ ફોટો)

ડીઝીટલ યુગમાં હવે ભગવાન પણ ઓનલાઇન દેખાઈ શકે છે. આ બાબતને લોકો સ્વીકારતા થયા છે. જગત જનની માં અંબાના મંદિરને કોરોના મહામારી પહેલા ક્યારે ઓનલાઇન દેખાડવામાં આવતું ન હતું. મંદિરના ગર્ભગૃહનો ફોટો પણ પાડવાની પરવાનગી ન હતી.

Kuldeep Parmar

| Edited By: Utpal Patel

Jan 19, 2022 | 7:59 PM

કોરોના મહામારી વચ્ચે દર્શન અને દાન માટેનો ટ્રેન્ડ બદલાયો

કોરોના (Corona) મહામારીએ માનવના જીવનમાં અનેક પરિવર્તનો લાવ્યા છે. આ પરિવર્તનમાં હવે ભગવાનના મંદિરો પણ બાકાત નથી. શક્તિપીઠ અંબાજી(Ambaji Temple) ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અંબાના દર્શન કરવા માટે લાખો ભક્તો દર વર્ષે અંબાજી આવે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે ભક્તો માં અંબા ના ઓનલાઈન (Online) દર્શન કરી રહ્યા છે. માત્ર ચાર દિવસમાં 17.20 લાખ લોકોએ ફેસબુક તેમજ અંબાજી મંદિરની વેબસાઈટ પરથી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી.

17.20 લાખ લોકોએ ચાર દિવસમાં કર્યા માં અંબાના ઓનલાઈન દર્શન

ડીઝીટલ યુગમાં હવે ભગવાન પણ ઓનલાઇન દેખાઈ શકે છે. આ બાબતને લોકો સ્વીકારતા થયા છે. જગત જનની માં અંબાના મંદિરને કોરોના મહામારી પહેલા ક્યારે ઓનલાઇન દેખાડવામાં આવતું ન હતું. મંદિરના ગર્ભગૃહનો ફોટો પણ પાડવાની પરવાનગી ન હતી. 51 શક્તિપીઠોમાં અગત્યનું સ્થાન ધરાવતા માં અંબાના દર્શન દુનિયામાં ક્યાંય પણ બેસી ભક્તો કરી શકે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારી બાદ અંબાના ઓનલાઈન દર્શન તેમજ આરતી ની શરૂઆત કરવામાં આવી. તેને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. તાજેતરમાં જ કોરોના મહામારી ના વધતા કેસના કારણે મંદિર 15 જાન્યુઆરી બાદ બંધ રહેતા 17 લાખ 20 હજાર લોકોએ માં અંબાના ઓનલાઈન દર્શન કર્યા.

કોરોના મહામારીના બે વર્ષમાં 2.14 કરોડનું ડીઝીટલ પેમેન્ટ દ્વારા ઓનલાઈન દાન

નોટ બંધી બાદ સરકાર પણ કેશલેસ ટ્રાન્જેક્શન તેમજ ડિજિટલ પેમેન્ટ પર વધુ ભાર મૂકી રહી છે કોરોના મહામારીના કારણે ઓનલાઈન ટ્રાન્ઝેકશન અને જે ડિજિટલ પેમેન્ટ વધ્યું છે અંબાજી મંદિર ની વાત કરવામાં આવે તો વર્ષ 2020 માં 73.14 લાખ જેટલું ઓનલાઈન દાન આવ્યું. જ્યારે 2021 માં 1 કરોડ 40 લાખ દાન ડીઝીટલ પેમેન્ટ થી આવ્યું છે. કોરોના મહામારી ના કારણે ભગવાનના દર્શન જે પણ ભક્તો ઓનલાઇન કરે છે તે જે મંદિરમાં આવતા હોય તે જ રીતે ઓનલાઇન ટ્રાન્જેકશન દ્વારા માં અંબાના ચરણોમાં ઓનલાઈન દાન કરી પુણ્ય મેળવી રહ્યા છે.

16 દેશના લોકોએ ફેસબુક ઇન્સ્ટાગ્રામ, વેબ સાઇટ, યુ ટ્યુબ તેમજ વેબસાઈટ પરથી માં અંબાના કર્યા દર્શન

કોરોના મહામારી બાદ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માં અંબાના ઓનલાઈન દર્શન કરી શકે તે માટે તમામ સોશિયલ મીડિયાના માધ્યમો પર આરતી તેમ જ માતાજીના દર્શન લિંક કરવામાં આવ્યા. જેના કારણે માત્ર દેશમાં પરંતુ વિદેશમાં બેઠેલા મારા ભક્તો માનાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. માં અંબાના અત્યાર સુધી 18 દેશોના લોકોએ ઓનલાઇન દર્શન કર્યા છે. અનેક માઇભકતો જે કોરોના મહામારીના કારણે અંબાજી આવી શકતા નથી. તેઓ ડિજિટલ યુગમાં ઓનલાઇન માતાના દર્શન કરી ડીઝીટલ ટ્રાન્ઝેક્શન દ્વારા માં અંબાના દરબારમાં પોતાના દાનની સરવાણી વહાવી રહ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગમાં સામે આવ્યો વિવાદ, અલગ-અલગ રિપોર્ટ આવતા એક વિદ્યાર્થીનું કેનેડા જવું અટકી પડ્યું

આ પણ વાંચો : વડોદરામાં વિવિધ સરકારી,અર્ધ સરકારી, પોલીસ કચેરીમાં ફેલાયું કોરોના સંક્રમણ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati