બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં પૂર્વ આરોગ્ય અધિકારીના પ્રવેશ પર કેમ મુકાયો પ્રતિબંધ? કૌભાંડના આક્ષેપો જાણીને ઉડી જશે હોશ
પૂર્વ આરોગ્ય અધિકારી ડો. મનીષ ફેન્સી સામે બનાસકાંઠામાં કરેલી ખરીદીમાં ભ્રષ્ટાચારના ઘણા આરોપો લાગેલા છે. આવામાં જિલ્લા પંચાયતમાં રેકોર્ડ સાથે ચેડા થવાની આશંકા હોવાથી તેના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લાના પૂર્વ આરોગ્ય અધિકારી સામે કૌભાંડના મોટા આરોપો છે. પૂર્વ આરોગ્ય અધિકારી મનીષ ફેન્સી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થતા ખાતાકીય તપાસ હાલમાં ચાલુ છે. આ તપાસ ચાલુ હોવાના કારણે પરમિશન વગર તેને જિલ્લા પંચાયત કચેરીમાં આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. અહેવાલ અનુસાર મનાઈ હોવા છતાં તે મંગળવારે જિલ્લા પંચાયતની આરોગ્ય કચેરીમાંથી આવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ડીડીઓના આદેશના પગલે તાત્કાલિક ગાર્ડ દ્વારા બહાર જવાની સુચના મનીષ ફેન્સીને આપવામાં આવી હતી. તે બહાર ના જતા અન્ય ગાર્ડને બોલાવીને બહાર જવાનું કહેવામાં આવ્યું હતું. જેને લઈને જિલ્લા પંચાયત કચેરીમાં સોપો પડી ગયો હતો.
ડો. મનીષ ફેન્સી સામે બનાસકાંઠામાં કરેલી ખરીદીમાં ભ્રષ્ટાચારના ઘણા આરોપો લાગેલા છે. અહેવાલ અનુસાર કોરોના કાળમાં માસ્ક ખરીદીને લઈને કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. અહેવાલો જણાવે છે કે મનીષ ફેન્સીએ માર્કેટમાં 50થી 100 રૂપિયામાં મળતા માસ્ક 275 રૂપિયામાં ખરીદ્યા હોવાનો આક્ષેપ તેના પર લાગેલો છે. આ ઉપરાંત એક અહેવાલ જણાવે છે કે બનાસકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા 10 હજારની કિંમતના બેનરની ખરીદી કરવામાં આવી હતી. જેને 35 હજારમાં ખરીદવામાં આવ્યાં હોવાનું કૌભાંડ હોવાના આક્ષેપો છે. મળેલી માહિતી અનુસાર આ દરમિયાન બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે મનિષ ફેન્સી ફરજ પર હતો.
તમને જણાવી દઈએ કે ડો. મનીષ ફેન્સી સામે બનાસકાંઠામાં કરેલી ખરીદીમાં ભ્રષ્ટાચાર બાબતે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને રજૂઆતો કરવામાં આવી હતી. બાદમાં ડો. મનીષ ફેન્સી સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી છે. જેના પગલે કાગળોની ગુપ્તતા રહે તે માટે મનીષ ફેન્સીના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. આ રોક બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ લગાવી હતી. આ દરમિયાન મંગળવારે મનીષ ફેન્સી સાંજે 5 વાગે આરોગ્ય વિભાગની કચેરી ખાતે આવીને CDHOની ચેમ્બરમાં ગયો હતો.
જાહેર છે કે મનીષ ફેન્સીના પ્રવેશથી જિલ્લા પંચાયતના રેકોર્ડ સાથે ચેડા થવાની આશંકા હોવાથી તેના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. જેમાં પગલે મંગળવારે તેને CDHOની ચેમ્બરમાં આવતા ગાર્ડ દ્વારા બહાર ધકેલી દેવામાં આવ્યાના અહેવાલ છે.
આ પણ વાંચો: છોટાઉદેપુર : આદિવાસી જાતિના દાખલાને લઇને ફરી વિરોધ, પાવીજેતપુરના ધારાસભ્યએ આપ્યુ વિવાદીત નિવેદન