Breaking News : પ્લેન ક્રેશ મામલે મોટા સમાચાર, પ્લેનના કાટમાળમાંથી DVR મળ્યું જેનાથી અકસ્માતનું કારણ જાણી શકાશે
અમદાવાદમાં પ્લેન ક્રેશના કાટમાળમાંથી DVR મળી આવ્યું છે. ATS અધિકારીને આ DVR મળી આવ્યું છે. પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસ હવે વધુ ઝડપથી આગળ વધશે. આ DVR દ્વારા અકસ્માતનું કારણ પણ જાણી શકાય છે.

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થતા 241 લોકોના મોત થયા છે. દુર્ઘટનામાં 241 લોકોના મોતની એર ઈન્ડિયાએ પુષ્ટિ કરી છે. 230 મુસાફરો સાથે 2 પાયલોટ અને 10 ક્રૂ પ્લેનમાં સવાર હતા. એક માત્ર દીવના મુસાફરનો પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બચાવ થયો છે. મુસાફરોમાં 169 ભારતીયો અને 53 બ્રિટિશ મુસાફરો હતા. 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો પ્લેનમાં હતા. બપોરે 1:38 કલાકે વિમાને લંડન જવા ઉડાન ભરી હતી. ટેકઓફની ગણતરીની મિનિટોમાં જ AI-171 પ્લેન ક્રેશ થયું હતુ.
પ્લેનના કાટમાળમાંથી DVR મળ્યું
પ્લેન ક્રેશ સ્થળ પર એજન્સીઓની તપાસ ચાલું છે.FSL સહિત અન્ય એજન્સીઓની તપાસ પ્લેન ક્રેશ સ્થળ પણ ચાલું છે. દુર્ઘટના સ્થળેથી ATSને DVR મળ્યું છે. DVRની તપાસ દરમિયાન દુર્ઘટના અંગે મોટી માહિતી મળી શકે છે.એર ઈન્ડિયા પ્લેન ક્રેશની અમેરિકન એજન્સી પણ તપાસ કરશે. બોઈંગ પ્લેનને લઈને જોડાયેલી ટેક્નિકલ વસ્તુઓની તપાસ કરશે.પ્લેનનું DVR કે કોકપિટ વોઈસ રેકોર્ડર (CVR) એક નાનું મજબુત ઈલેક્ટ્રોનિક ડિવાઈસ છે. જે વિમાનના કોકપિટમાં થનારા તમામ અવાજને રેકોર્ડ કરે છે. આ એક બ્લેક બોક્સ જેવું જ છે. જે વિમાનના ક્રેશ થવાની સ્થિતિમાં સમગ્ર દુર્ધટનાની તપાસમાં મદદ કરે છે.
CVR શું છે?
CVR પ્લેનના કોકપિટમાં રહેલા પાયલોટ, કો-પાઇલટ્સ અને અન્ય ફ્લાઇટ ક્રૂ સભ્યો વચ્ચેની વાતચીત, વિમાન સિસ્ટમના અવાજો અને અન્ય સંબંધિત અવાજો રેકોર્ડ કરે છે.
તે શા માટે મહત્વપૂર્ણ છે?
દુર્ધટનાની સ્થિતિમાં CVR આ રેકોર્ડિંગ અકસ્માતના કારણોની તપાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તે તપાસકર્તાઓને અકસ્માત સમયે વિમાનની સિસ્ટમ વિશે માહિતી પૂરી પાડી શકે છે.
તે ક્યાં હોય છે?
CVR સામાન્ય રીતે પ્લેનના પાછળના ભાગમાં રાખવામાં આવે છે.
તે કેવી રીતે કામ કરે છે?
CVR એક ડિજિટલ ઓડિયો રેકોર્ડર તરીકે કાર્ય કરે છે, જે અવાજો રેકોર્ડ કરે છે અને તેનો સંગ્રહ કરે છે.
અકસ્માતની તપાસમાં કેવી રીતે મદદ કરે છે?
CVR રેકોર્ડિંગ અકસ્માત સમયે પ્લેનની અંદર શું થઈ રહ્યું હતું તે વિશે માહિતી આપે છે, જે અકસ્માતના કારણોની તપાસ કરવામાં મદદ કરે છે.
