આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ અમદાવાદ ફાયર ઇમરજન્સી સર્વિસની મુલાકાત લીધી

Ahmedabad: આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓએ અમદાવાદ ફાયર ઇમરજન્સી સર્વિસની મુલાકાત લીધી હતી. જેમાં અમદાવાદમાં થતી કામગીરીની વિસ્તૃત માહિતી તેમણે મેળવી હતી.

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ અમદાવાદ ફાયર ઇમરજન્સી સર્વિસની મુલાકાત લીધી
Assam State Disaster Management officials visit Ahmedabad Fire Emergency Service
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 7:22 AM

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ તાજેતરમાં ગુજરાતના પ્રવાસે હતા. ગુજરાત રાજ્યના અમદાવાદ ફાયર ઇમરજન્સી સર્વિસની તેઓએ મુલાકાત લીધી હતી. તેમજ ટેકનિકલ ઓપરેશનલ બાબતે તેઓએ આ મુલાકાતમાં માહિતી મેળવી હતી.

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ચાર દિવસની એક્સપોઝર મુલાકાતમાં ત્રણ અધિકારીઓની એક ટીમ બનાવી હતી. જેમાં ઇર્ષાદ મિર્ઝા એન્જીનીયરિંગ કન્સલ્ટન્ટ, અભિજન્ન તમુલી રાજખોવા કોમ્યુનિકેશન એક્સપર્ટ તેમજ અંકુર બિકાસ દેવ પ્રોજેકટ ઓફિસરનો સમાવેશ થયો હતો. આ ટીમ દ્વારા તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના સફળ આયોજન, અસરકારક ઝડપી બચાવ કામગીરી અને તેના આયોજન વિશે માહિતી મેળવી હતી.

અમદાવાદ ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ તથા અન્ય અધીકારઓ‌ દ્વારા અગ્નિશમનને સલામત, ઝડપી, કાર્યદક્ષતા પૂર્વકની ફાયર પ્રિવેન્શન એન્ડ પ્રોટેક્શનને લગતી વિવિધ પ્રવૃત્તિઓ અને અસરકારક બનાવવામાં ઉપયોગમાં આવતી ઝડપી ઈન્ટરનલ‌ કોમ્યુનિકેશનની માહિતી તેમને આપવામાં આવી હતી. આ ઉરાંત વહીવટીય માળખાની વિસ્તૃત ચર્ચા સાથે શ્રેષ્ઠ પદ્ધતિઓ વિશે માહિતી પણ અધિકારીઓને આપવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ના ફાયર ફાયટીગ અને રેસક્યુને લગતા અલગ અલગ અત્યાધુનિક ટેકનીકલ વાહનો – સાધનો અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ , ટર્ન ટેબલ લેડર , ઈમરજન્સી રેસક્યુ ટેન્ડર , હાઈ પ્રેશર વોટર ટેન્ડર , મલ્ટી ફંકશનલ રેસક્યુ ક્રેન, રોબોર્ટ જેવા અત્યાધુનિક વાહનોની પણ ટ્રેનીંગની માહિતી પણ આસામના અધિકારીઓને આપવામાં આવી હતી.

હાઇડ્રોલિક – મિકેનિકલ રેસક્યુના સાધનોની‌ તેમજ ફાયર સર્વિસના કર્મચારીઓને‌ લોકોના જાનમાલના રક્ષણ માટે આપવામાં આવતી વિશેષ ટ્રેનીંગ બાબતે ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Happy birthday Meenakshi Seshadri : અમિતાભ બચ્ચને મીનાક્ષી શેષાદ્રી સાથે ફિલ્મ કરવાની કેમ પાડી હતી ના, જાણો ચોંકાવનારું સત્ય

આ પણ વાંચો: રજૂઆતનું નિરાકરણ નહીં આવે તો રિક્ષા ચાલકો કરશે જેલ ભરો આંદોલન! રિક્ષા યુનિયને આપી ચીમકી

g clip-path="url(#clip0_868_265)">