Happy birthday Meenakshi Seshadri : અમિતાભ બચ્ચને મીનાક્ષી શેષાદ્રી સાથે ફિલ્મ કરવાની કેમ પાડી હતી ના, જાણો ચોંકાવનારું સત્ય

80ના દાયકામાં બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને મીનાક્ષી શેષાદ્રી બંનેની લોકપ્રિયતાનો ગ્રાફ આસમાને હતો. પરંતુ કંઈક એવું બન્યું કે જેના કારણે બંને વચ્ચે અણબનાવ થઈ ગયો. મીનાક્ષી શેષાદ્રીના જન્મદિવસ પર આવો જાણીએ સત્ય.

Happy birthday Meenakshi Seshadri : અમિતાભ બચ્ચને મીનાક્ષી શેષાદ્રી સાથે ફિલ્મ કરવાની કેમ પાડી હતી ના, જાણો ચોંકાવનારું સત્ય
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 6:54 AM

બોલિવૂડમાં ‘બિગ બી’ તરીકે જાણીતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને ‘પરફેક્ટ બ્યૂટી’ કહેવાતી મીનાક્ષી શેષાદ્રીના (Meenakshi Seshadri) વ્યક્તિત્વથી કોણ અજાણ હશે. એક તરફ જ્યાં અમિતાભ બચ્ચનની હાજરી કોઈપણ ફિલ્મને હિટ બનાવવાની ગેરંટી માનવામાં આવે છે, તો બીજી તરફ દર્શકો મીનાક્ષી શેષાદ્રીનું નામ સાંભળીને જ સિનેમા હોલમાં પહોંચી જતા હતા. સ્ક્રીન પર આ બંને સ્ટાર્સની કેમેસ્ટ્રી પણ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. પછી શું થયું કે અમિતાભ બચ્ચન મીનાક્ષી શેષાદ્રી સાથે ફિલ્મો કરવાથી દૂર રહ્યા.

બિગ બી અને શેષાદ્રી 80ના દાયકામાં સુપરસ્ટાર હતા વાસ્તવમાં 80ના દાયકામાં અમિતાભ બચ્ચન અને મીનાક્ષી શેષાદ્રી બંનેની લોકપ્રિયતાનો ગ્રાફ આસમાન પર હતો. જ્યારે અમિતાભ બચ્ચન સુપર સ્ટાર બની ગયા હતા ત્યારે મીનાક્ષી શેષાદ્રી પણ એક પછી એક ઘણી હિટ ફિલ્મો આપીને સૌની પહેલી પસંદ બની ગઈ હતી. પરંતુ 1988 પહેલા બંનેએ સાથે એક પણ ફિલ્મ કરી ન હતી.

રેખા અને હેમા માલિનીથી લઈને ઝીનત અમાન અને પરવીન બોબી સુધીની અનેક હિરોઈન સાથે જોડી જમાવનાર અમિતાભ બચ્ચન પછી રાજકારણ છોડીને ફિલ્મી દુનિયામાં પાછા ફર્યા. ત્યારે અમિતાભ બચ્ચન એવા ચહેરાની શોધમાં હતા જેની સાથે તેઓ ફરીથી સ્ક્રીન પર જોડી બનાવી શકે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

આ સમયે ટીનુ આનંદ અમિતાભ બચ્ચન માટે આશાનું કિરણ લઈને આવ્યા હતા જેમણે મીનાક્ષી શેષાદ્રીને તેમની નવી ફિલ્મ શહેનશાહમાં અમિતાભ બચ્ચન સાથે કાસ્ટ કરી હતી. જ્યારે ફિલ્મ હિટ થઈ ત્યારે અમિતાભ અને મીનાક્ષીની જોડીને રિપીટ કરવાની સ્પર્ધા હતી. તે પછી અમિતાભ અને મીનાક્ષીની જોડી ત્રણ ફિલ્મો ગંગા જમુના સરસ્વતી, તુફાન અને અકેલામાં દર્શકોની સામે જોવા મળી હતી.

પરંતુ કમનસીબે આ ત્રણેય ફિલ્મો ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ. તુફાન અને અકેલા જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાણી કરી શકી ના હતી. એક પછી એક આ ત્રણેય નિષ્ફળતાઓએ અમિતાભ બચ્ચનને ખરાબ રીતે હલાવી દીધા. અમિતાભ બચ્ચનને લાગ્યું કે મીનાક્ષી શેષાદ્રી તેમના માટે નસીબદાર નથી. કહેવાય છે કે આ પછી અમિતાભ બચ્ચને મીનાક્ષી શેષાદ્રી સાથે કામ કરવાની ના પાડી દીધી હતી.

જોકે, બાદમાં અમિતાભ બચ્ચનનો સિતારો ફરી ચમક્યો અને ઘણી ફિલ્મો હિટ થઈ. બીજી તરફ મીનાક્ષી શેષાદ્રીના ખાતામાં ઘાયલ, દામિની અને ઘાતક જેવી હિટ ફિલ્મો પણ આવી. પરંતુ બંનેની જોડી તૂટી ગઈ હતી અને દર્શકોએ આ જોડીને ફરી ક્યારેય સાથે જોઈ નથી.

આ પણ વાંચો : Maharashtra: નવાબ મલિકે ગુજરાત સાથે જોડ્યું કનેક્શન, પાકિસ્તાનથી મોકલાવેલું 120 કિલો ડ્રગ્સ ATSએ પકડ્યું

આ પણ વાંચો : હાર્દિક પંડ્યાની 5 કરોડની કિંમતની બે ઘડિયાળ થઈ જપ્ત, કસ્ટમ વિભાગે આ કારણે એરપોર્ટ પરથી લીધી કબ્જામાં

g clip-path="url(#clip0_868_265)">