સોનાના ભાવમાં તેજીનો માહોલ યથાવત,10 ગ્રામ સોનાનો ભાવ 55 હજારને આંબી ગયો
સોનાના ભાવમાં તેજીનો માહોલ યથાવત છે. 10 ગ્રામ સોનાનો ભાવ 55 હજારને આંબી ગયો છે. ચાંદીનો ભાવ 52 હજાર 500 રૂપિયા નોંધાયો હતો. અમેરિકામાં જીડીપી 32.90 ટકા ગબડતા બજાર પર અસર જોવા મળી રહીં છે. ભારતમાં સોનાના ભાવમાં આ વર્ષે 35 ટકાનો વધારો થયો છે. સોનાના ઊંચા ભાવના કારણે માગ 26 વર્ષના તળિયે જશે તેવું […]
સોનાના ભાવમાં તેજીનો માહોલ યથાવત છે. 10 ગ્રામ સોનાનો ભાવ 55 હજારને આંબી ગયો છે. ચાંદીનો ભાવ 52 હજાર 500 રૂપિયા નોંધાયો હતો. અમેરિકામાં જીડીપી 32.90 ટકા ગબડતા બજાર પર અસર જોવા મળી રહીં છે. ભારતમાં સોનાના ભાવમાં આ વર્ષે 35 ટકાનો વધારો થયો છે. સોનાના ઊંચા ભાવના કારણે માગ 26 વર્ષના તળિયે જશે તેવું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા કહેવામાં આવ્યું છે. દેશમાં 2020ના પ્રથમ 6 મહિનામાં સોનાનો વપરાશ 56 ટકા ઘટ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો