Arvalli: શામળાજી મંદિર રહેશે વધુ 10 દિવસ બંધ, ભક્તોએ જોવી પડશે રાહ

Arvalli: પવિત્ર યાત્રાધામ શામળાજી(Shamlaji Temple) મંદિર વધુ 10 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. અરવલ્લી જિલ્લામાં વધી રહેલા સંક્રમણને પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

| Updated on: Apr 21, 2021 | 8:40 AM

Arvalli: પવિત્ર યાત્રાધામ શામળાજી(Shamlaji Temple) મંદિર વધુ 10 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. અરવલ્લી જિલ્લામાં વધી રહેલા સંક્રમણને પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ રામ નવમી( Ramnavmi)ના પર્વે મંદિરમાં ભક્તો વગર જ પૂજા અર્ચના કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે અગાઉ સંક્રમણને પગલે શામળાજી મંદિર 10 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો ત્યારે વધુ 10 દિવસ માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાતા ભક્તો શામળીયાના દર્શન નહીં કરી શકે.

 

જણાવવું રહ્યું કે ગુજરાતનાં બીજા જિલ્લાઓની સાથે સાથે સાબરકાંઠામાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. જિલ્લાની સ્થિતિ પર નજર નાખીએ તો સાબરકાંઠામાં કોરોનાની સ્થિતિ વધુ ગંભીર બનતી જઈ રહી છે. જિલ્લાના મુખ્યમથક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 383 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 284 દર્દીઓ ઓક્સિજન સાથે સારવાર હેઠળ છે. બે તબક્કામાં સિવિલ હોસ્પિટલની ક્ષમતા 500 બેડ સુધી પહોંચાડવા પ્રયાસ કરાયા છે.

હિંમતનગરમાં અન્ય જિલ્લાના દર્દીઓ પણ સારવાર હેઠળ છે અન્ય જિલ્લાના કુલ 94 દર્દીઓ હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણાના 62 દર્દીઓ સારવાર હેઠળ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલ મળીને 750થી વધુ દર્દી સારવાર હેઠળ છે. ખાનગી હોસ્પિટલોને રેમડેસિવિરનો પૂરતો જથ્થો ન મળતા દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે.

છેલ્લા 24 કલાકમાં નવા 76 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં સૌથી વધુ હિંમતનગર શહેરમાં 46 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસમાં 20થી 50 વર્ષની વયજૂથના લોકો વધુ સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.. હિંમતનગર સહિતના સ્મશાન ગૃહોમાં એક દિવસમાં 13 અગ્નિસંસ્કાર કરાયા હતા.

વાત અગર શામળાજી મંદિરની કરવામાં આવે તો 11 એપ્રિલનાં રોજ તેને 10 દિવસ માટે બંધ કરવામાં આવ્યું હતું. જો કે સંક્રમણ બિલકુલ ઘટવાનું નામ ન લેતા શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ફરી એકવાર 10 દિવસ માટે મંદિર બંધ રાખવાની જાહેરાત કરી છે. આજે રામનવમીનાં દિવસે ભક્તો વગર મંદિરનું પરિસર સુનુ પડી ગયું છે. સ્થિતિ એ પ્રકારની ઉભી થઈ છે કે જેને લઈ ને ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવો જ પડ્યો અને ભક્તોએ શામળિયાનાં દર્શન માટે હજુ 10 દિવસની રાહ તો જોવી જ પડશે.

અરવલ્લી જિલ્લામાં વધી રહેલા સંક્રમણને પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ રામ નવમીના પર્વે મંદિરમાં ભક્તો વગર જ પૂજા અર્ચના કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે અગાઉ સંક્રમણને પગલે શામળાજી મંદિર 10 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">