AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગરમાં નિસ્વાર્થ ભાવે LRD ઉમેદવારોને ટ્રેનિંગ આપી રહ્યા છે આ આર્મીમેન, જાણીને તમને પણ થશે ગર્વ

જામનગરમાં LRDની પરીક્ષા માટે ઉમેદવારો પુરજોશમાં તૈયારી કરી રહ્યા છે. ત્યારે દેશની રક્ષા કરતા જવાન ભીખુભાઇ પોતાના પરિવારને મળવા માટે નહીં પરંતુ આ ઉમેદવારોને નિશ્વાર્થભાવે ટ્રેનીંગ આપવા રજા મુકીને આવ્યા છે.

જામનગરમાં નિસ્વાર્થ ભાવે LRD ઉમેદવારોને ટ્રેનિંગ આપી રહ્યા છે આ આર્મીમેન, જાણીને તમને પણ થશે ગર્વ
Armyman Bhikhubhai Gadhvi
Divyesh Vayeda
| Edited By: | Updated on: Dec 07, 2021 | 7:56 AM
Share

Gujarat: રાજ્યમાં લોક રક્ષકદળની (LRD Exam) 10 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ માટેની શારીરિક પરીક્ષા 3 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે, જે 29 મી જાન્યુઆરી સુધી ચાલશે. પરીક્ષા માટે ઉમેદવારોએ મહિનાઓ અગાઉથી પુરજોશથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી, અને પરીક્ષા આપવાની બાકી છે તેવા ઉમેદવારો હજુ પણ મેદાનમાં આકરો પરસેવો પાડી રહ્યા છે.

ત્યારે જામનગરમાં પણ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગ્રાઉન્ડમાં અનેક યુવાનો શારીરિક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. જામનગરમાં આર્મીમેન દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં LRD લોક રક્ષકદળની પરીક્ષા માટે ફિઝિકલ તૈયારી કરાવવામાં આવી રહી છે. જામનગરના વતની અને હાલમાં લદાક ખાતે આર્મીમાં ફરજ બજાવતા ભીખુ ગઢવી દ્વારા હાલમાં લોકરક્ષક દળ પોલીસ ભરતી માટે જે યુવાનો ગ્રાઉન્ડની તૈયારી કરી રહ્યા છે એમને જરૂરી માર્ગદર્શન આપી અને સેવાકીય ઉમદા કાર્ય કરી રહ્યા છે.

આર્મીમેન ભીખુભાઈ ગઢવી એ સ્પોર્ટ્સ સાથે પણ સંકળાયેલા છે. તેમણે સ્પોર્ટ્સ ક્ષેત્રમાં અનેક ખિતાબ પણ મેળવ્યા છે. અને ભારતીય કેટેગરીમાં ટોપટેનમાં સ્થાન મેળવ્યુ છે. ભીખુભાઈ ગઢવીએ વિવિધ ક્ષેત્રની સ્પર્ધામાં ચાલીસથી વધારે મેડલ મેળવ્યા છે. તેમજ  200 જેટલી મેરથોનમા પણ ભાગ લીધેલ છે. હાલ તેઓ રજા ઉપર હોય જામનગર પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે લોક રક્ષક દળ પોલીસ ભરતી માટેની તૈયારી કરી રહેલા યુવાનોને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે. તેમજ આર્મીમેન અને સ્પોર્ટસ ક્ષેત્રે સંકળાયેલા છે, જેનો લાભ જામનગરના યુવાનોને મળી રહ્યો છે.

લોક રક્ષક દળની ભરતીની તૈયારી કરી રહેલા વિરાજ જેઠવા જણાવે છે કે, આવનારી લોક રક્ષક દળની પરીક્ષામાં હાલમાં ભીખુભાઈ ગઢવી જે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવે છે અને ગમે ત્યારે ફિઝિકલ ભરતી આવે છે ત્યારે નિસ્વાર્થ અમારી પાછળ આટલી મહેનત કરે છે. ફિઝિકલ ભરતી આવે ત્યારે 2 મહિના માટે પોતે રજા મૂકી અમને ફિઝિકલની તૈયારી કરવા માટે આવે છે.

કોઈપણ ફી વગર તેવો પોતાની રજા મૂકી અમને બધાને ટ્રેનિંગ આપે છે. આની પહેલા 2019માં પણ પોલીસ લોકરક્ષક દળની ભરતીમાં પણ ભીખુભાઈ પોતાની રજા મૂકીને જામનગર આવેલા. તો LRD ઉમેદવારે કહ્યું કે નિસ્વાર્થ ભાવે અમારા માટે બધાને ભરતીમાં પાસ થઈ જાય તેવી આશા સાથે અમને ટ્રેનિંગ આપે છે.

લોક રક્ષક દળ ની ભરતી માટે તૈયારી કરી રહેલા જીવણભાઈ જણાવે છે કે, અમે છેલ્લા પાંચ-છ મહિનાથી તૈયારી કરી રહ્યા છીએ. ત્યારનો રનિંગ સમયનો 28 અને 29 મિનીટ થતો હતો. હાલ ભીખુભાઈ ગઢવીની ટ્રેનિંગથી કોઈનો સમય 20,21,23 મિનીટ થઇ રહ્યો છે. તેઓ સખત મહેનતથી અને નિસ્વાર્થભાવથી અમને ટ્રેનિંગ આપે છે.

આ પણ વાંચો: નીતિન પટેલે કહ્યું કે સી.આર.પાટીલ દ્વારા ભાજપના કાર્યક્રમમાં નવા નિયમો રચાયા છે, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો: ગ્રામ પંચાયત ચૂંટણી: ગોધરામાં ઉમેદવારના ટેકેદારના અપહરણના પ્રયાસનો આક્ષેપ! ઝપાઝપીનો વિડીયો આવ્યો સામે

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">