ગ્રામ પંચાયત ચૂંટણી: ગોધરામાં ઉમેદવારના ટેકેદારના અપહરણના પ્રયાસનો આક્ષેપ! ઝપાઝપીનો વિડીયો આવ્યો સામે

Panchmahal: ગોધરામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગોધરા તાલુકાના ધાનોલ ગામના મહિલા સભ્યની ફરિયાદ છે કે ઉમેદવારના ટેકેદારનું અપહરણ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 7:15 AM

Panchmahal: ગ્રામ પંચાયત ચૂંટણીનો (Gujarat Gram panchayat election) માહોલ રાજ્યમાં જામ્યો છે. ત્યારે 4 ડિસેમ્બર તારીખ સુધી રાજ્યમાં ચૂંટણી (Gujarat election) માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. તો આ બાદ 6 તારીખ સુધી ફોર્મની ચકાસણી થવાની હતી. અને 7 ડિસેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. આવામાં ગોધરામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગોધરા (Godhara) તાલુકાના ધાનોલ ગામે આ ઘટના ઘટી હોવાની માહિતી સામે આવી છે.

તો અહીં ચૂંટણીના ઉમેદવારના ટેકેદારના અપહરણની કોશિશનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. માહિતી અનુસાર ગોધરા મામલતદાર કચેરી બહારથી અપહરણની કોશિશ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. ત્યારે ગોધરા તાલુકાના ધનોલ ગ્રામ પંચાયતની ચૂંટણીના મહિલા ઉમેદવાર દ્રારા આ આરોપ લગાવવામાં આવ્યો છે.

ધનોલ ગામના મહિલા ઉમેદવારનું કહેવું છે કે હરીફ ઉમેદવારના પુત્ર દ્વારા અપહરણની કોશિશ કરવામાં આવી છે. તો આ દરમિયાન હરીફ ઉમેદવારના પુત્રે અને મહિલા સભ્યના ટેકેદાર વચ્ચે ઝપાઝપીનો વિડીયો પણ સામે આવ્યો છે. જાહેર છે કે 19 ડિસેમ્બરના રોજ રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની છે. જેની મત ગણતરી 21 ડિસેમ્બરના રોજ થશે.

 

આ પણ વાંચો: સસ્તા અનાજ વિતરણમાં નહીં થાય ગેરરીતિ? રાશનકાર્ડમાંથી ભૂતિયા નામો દૂર કરવા પુરવઠા વિભાગે લીધો આ મોટો નિર્ણય

આ પણ વાંચો: Gujarat: ઓમિક્રોનની એન્ટ્રી બાદ પ્રાથમિકના બાળકોના ઓફલાઇન વર્ગો બંધ કરવાની માગ, જાણો શું કહ્યું આરોગ્ય પ્રધાને

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">