Rain in Aravalli: અરવલ્લી જિલ્લામાં સતત પાંચમા દિવસે ગાજવીજ સાથે કમોસમી વરસાદ, ભારે પવન ફૂંકાયો
Rain in Aravalli: છેલ્લા પાંચ દિવસથી અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં અનેક સ્થળે કરા સાથે અને ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ નોંધાયો છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં સતત પાંચમાં દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે. ગુરુવારે મોડાસા જિલ્લામાં કરા અને ભારે પવન સાથે અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. આજે શુક્રવારે પણ કમોસમી વરસાદ વરસવાને લઈ ખેડૂતો પરેશાન બન્યા છે. શુક્રવારે મોડાસા અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસવાના સમાચાર સામે આવ્યા છે. ભારે પવન આ દરમિયાન અનેક વિસ્તારમાં ફૂંકાયો હતો.
મોડાસા અને આસપાસના વિસ્તારમાં આવેલા ઝાલોદર, માથાસૂલિયા, અણદાપૂર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિસ્તારમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતો સતત એક સપ્તાહથી માર સહન કરી રહ્યા છે.
સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ
છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેને લઈ વિસ્તારના ખેડૂતો પરેશાન બની ચુક્યા છે. વિસ્તારમાં બાજરી સહિતના ઉનાળુ ખેતી પાક કમોસમી વરસાદને લઈ ફરી ફટકો વેઠી રહ્યા છે. છેલ્લા બે માસમાં આ ત્રીજો તબક્કો કમોસમી વરસાદનો રહ્યો છે. આ દરમિયાન ખેડૂતોએ ખેતીમાં નુક્શાન વેઠ્યુ છે. સરકારે ખેતી પાકોમાં સર્વે હાથ ધર્યા હતા અને ખેતીમાં નુક્શાનમાં વળતર મળવાની ખેડૂતોને આશા બંધાઈ હતી.
ગુરુવારે કરા સાથે વરસાદ
મેઘરજ અને તેની આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને લઈ આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને માટે ચિંતા છવાઈ ગઈ હતી. મેઘરજમાં પવન સાથેના વરસાદને લઈ હોર્ડિંગ્સ પણ ઉડ્યા હતા. મેઘરજના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદનો અરવલ્લી જિલ્લામાં શુક્રવારે પાંચમો દિવસ છે, દરરોજ વાતાવરણ સવાર થી બપોર સુધી તડકા ભર્યુ અને બપોર થતા જ વાતાવરણ પલટાઈને વાદળછાયુ બની જતુ હોય છે. આમ બપોર થતા જ ચોમેર ઘનઘોર વાદળો છવાઈ જઈને કમોસમી વરસાદ વરસતો હોય છે. વિસ્તારમાં લગ્નસરાને લઈ ભારે પવનને લઈ લગ્નના અને ધાર્મિક પ્રસંગના મંડપ પણ નુક્સાન થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ IPL માં ઉપયોગમાં લેવાતા ‘વ્હાઈટ બોલ’ ની કિંમત કેટલી હશે? કેવા અને કેટલા વજનના બોલનો થાય છે ઉપયોગ, જાણો
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
