AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરવલ્લી: મેઘરજ અને મોડાસામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સાથે સમસ્યા તો ઉભી ને ઉભી જ, જુઓ Video

અરવલ્લી: મેઘરજ અને મોડાસામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સાથે સમસ્યા તો ઉભી ને ઉભી જ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2025 | 6:13 PM
Share

અરવલ્લી જિલ્લામાં શરૂઆતના વરસાદે તારાજી સર્જી છે. મેઘરજમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.

અરવલ્લી જિલ્લામાં વરસાદી સિઝનની શરૂઆતે જ મેઘરાજાએ પોતાની ઉગ્ર ઉપસ્થિતિ દર્શાવી છે. ખાસ કરીને મેઘરજ તાલુકામાં મેઘો જાણે મહેરબાન થઈ ગયો હોય તેમ ધોધમાર વરસાદ વરસ્યો છે. થોડા જ કલાકોમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકતા મેઘરજ અને આસપાસના વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયા હતા. ભારે વરસાદના કારણે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં જનજીવન ગંભીર રીતે ખોરવાયું છે.

મોડાસા શહેરથી લઈને ગામડાઓ સુધી મંડાતી ગાજવીજ સાથે વરસેલા વરસાદે રસ્તાઓને નદીઓમાં ફેરવી દીધા હોય તેમ દ્રશ્યો સર્જ્યાં છે. મોડાસાના ચાર રસ્તા પર અને મેઘરજની આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાવાને લીધે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અનેક વિસ્તારમાં ગટરના પાણી ઉભરાતા પુરવઠા વ્યવસ્થા પર પણ પ્રશ્ન ઉઠ્યા છે.

અરવલ્લીના ગામડાઓ જેમ કે ગાજણ, લિંભોઈ, ઈટાડી, મદાહેવપુરા અને મેઢાસણમાં પણ તીવ્ર વરસાદ નોંધાયો છે. માર્કેટયાર્ડમાં પાણી ભરાવાને કારણે વેપારીઓ અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી છે. સ્થાનિકોની માનીયે તો, વર્ષોથી ચાલતી આ પાણી ભરાવાની સમસ્યા છતાં તંત્ર દ્વારા કોઈ સારો ઉકેલ લાવવામાં આવ્યો નથી.

એક તરફ જ્યાં ખેડૂતો વરસાદથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ શહેરી વિસ્તારોમાં બનેલી જળબંબાકાર પરિસ્થિતિએ તંત્ર વિરુદ્ધ નારાજગી ઉભી કરી છે. તંત્રના દાવાઓ અને વાસ્તવિક સ્થિતિ વચ્ચેનો તફાવત ખુલ્લા આકાશમાં ધોધમાર વરસાદની સાથે નજરે પડ્યો છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">