Monsoon 2022: સાબરકાંઠા અને અરવલ્લીમાં નહીં રહે પાણીની અછત, વર્ષો બાદ વાત્રક અને ગુહાઈ જળાશય છલોછલ

|

Sep 17, 2022 | 11:58 AM

ગુહાઈ ડેમ (Guhai Dam) 15 વર્ષ બાદ છલોછલ જોવા મળી રહ્યો છે. હિંમતનગર અને ઈડર તાલુકાની સરહદે આવેલો ગુહાઈ ડેમ અત્યાર સુધીમાં માત્ર એક જ વાર ઓવરફ્લો થયો છે. 15 વર્ષે હવે ગુહાઈ ડેમ વિક્રમી સપાટીએ પહોંચવાની સ્થિતિએ જોવા મળી રહ્યો છે.

Monsoon 2022: સાબરકાંઠા અને અરવલ્લીમાં નહીં રહે પાણીની અછત, વર્ષો બાદ વાત્રક અને ગુહાઈ જળાશય છલોછલ
વર્ષો બાદ ગુહાઇ તેમજ વાત્રક જળાશય છલોછલ

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી  (Arvalli) જિલ્લામાં મેઘરાજાએ આ વખતે મહેર કરતાં મોટાભાગના જળાશયો છલોછલ થઈ ગયા છે અને વર્ષો બાદ સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાના બંને જળાશયો (Reservoirs) છલોછલ ભરાઈ ગયા છે. નોંધનીય છે કે આ વર્ષે બંને જિલ્લાના 14 નાના-મોટા જળાશયો ભરાઈ જતાં લોકોને મોટી રાહત થઈ છે. આ વખતે વર્ષોથી ખાલી રહેતો ગુહાઈ ડેમ પણ સંપૂર્ણ ભરાઈ જવાની સ્થિતિમાં છે. જેના કારણે ખેડૂતોને સિંચાઈની મોટી રાહત થઈ છે. હિંમતનગર અને ઈડર શહેર ઉપરાંત 100થી વધુ ગામડાઓને પીવાના પાણીની સમસ્યા આગામી 2 વર્ષ માટે હલ થઈ ગઈ છે.

15 વર્ષ બાદ ગુહાઈ ડેમ છલોછલ

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ગુહાઈ ડેમ (Guhai Dam) 15 વર્ષ બાદ છલોછલ જોવા મળી રહ્યો છે. હિંમતનગર અને ઈડર તાલુકાની સરહદે આવેલો ગુહાઈ ડેમ અત્યાર સુધીમાં માત્ર એક જ વાર ઓવરફ્લો થયો છે. 15 વર્ષે હવે ગુહાઈ ડેમ વિક્રમી સપાટીએ પહોંચવાની સ્થિતિએ જોવા મળી રહ્યો છે. છેલ્લે વર્ષ 2008 માં 96 ટકા પાણીનો સંગ્રહ થયો હતો. એટલે કે 172.80 મીટરની સપાટીએ ગુહાઈ ડેમ હતો. ગુહાઈ ડેમની મુખ્ય સપાટી 173 મીટર છે. હવે તે મુખ્ય સપાટીથી ફક્ત દોઢ ફૂટ જ દૂર છે. જો પાણીની આવક થોડી વધે તો વર્ષો બાદ આ ડેમ ઓવરફ્લો થઈ શકે તેમ છે. ડેમ ઓવરફ્લો થાય તે પહેલા 29 જેટલા ગામોને એલર્ટ કરી દેવાયા છે.

માલપુરનો વાત્રક  ડેમ પણ છલોછલ

અરવલ્લીના  (Arvalli ) માલપુરમાં આવેલો વાત્રક ડેમમાં (vatrak dam) પાણીની આવક ચાલુ રહેતા જળ સ્તર મુખ્ય સપાટી નજીક પહોંચ્યું હતું. વાત્રક ડેમ મુખ્ય સપાટીથી ફક્ત 40 સેમી દૂર છે અને 98 % જેટલો ડેમ ભરાઈ ગયો હતો. ડેમની મુખ્ય સપાટી 136.25 મીટર , હાલ ડેમ ની સપાટી 135.85 મીટર છે. આ અંગેની જાણ સિંચાઈ વિભાગે જિલ્લા કલેક્ટર ને કરી હતી.

 

હાલમાં પણ ઉપરવાસમાં પાણીની વધુ આવકના કારણે વાત્રક ડેમમાં પાણીની આવક ચાલુ છે. જિલ્લાના અન્ય ડેમ પૈકી માઝૂમ, મેશ્વો અને વૈડી તાથા વારાસી ડેમ પણ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. માઝૂમ ડેમમાં 700 ક્યુસેકની આવક સામે 700 જાવક છે તો મેશ્વો ડેમ માં 640 ક્યુસેક આવક સામે 640 જાવક છે જ્યારે વૈડી જળાશય માં 562 ક્યુસેક આવક સામે 562 જાવક થઈ રહી છે.

મહિસાગરમાં કડાણા  ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાસમાં એલર્ટ

જિલ્લાના કડાણા ડેમમાંથી 1,50,000 કયુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે. અને મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા નદી કાંઠાના ખાનપુર, કડાણા અને લુણાવાડા તાલુકાના ગામડાઓને સાવચેત અને સતર્ક કરવામાં આવ્યા છે તથા નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે.

Next Article