AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામતારા જેવો ખેલ હિંમતનગરમાંથી ઝડપાયો! શેરબજારની ટીપ્સના બહાને ફસાવી પૈસા પડાવવાનુ રેકેટ ઝડપાયુ

સાબરકાંઠા LCB ટીમને બાતમી મળતા હિંમતનગર શહેરમાં એક દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડો દરમિયાન પોલીસે શેર બજારમાં રોકાણ કરતા અને ટ્રેડિંગ કરનારઓને જાળમાં ફસાવીને છેતરપિંડી આચરવાનુ રેકેટ ઝડપી લેવામાં આવ્યુ છે. પોલીસે 10 આરોપીઓની ટોળકીને ઝડપી લઈને કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા હવે તેમના એકાઉન્ટ પણ ચકાસવામાં આવી રહ્યા છે અને તેમની જાળમાં કેટલા લોકો ફસાયા હતા એ વિગતો શોધવાનુ શરુ કરાયુ છે.

જામતારા જેવો ખેલ હિંમતનગરમાંથી ઝડપાયો! શેરબજારની ટીપ્સના બહાને ફસાવી પૈસા પડાવવાનુ રેકેટ ઝડપાયુ
10 આરોપીઓ ઝડપાયા
| Updated on: Nov 08, 2023 | 11:14 PM
Share

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં બેસીને રાજ્ય અને દેશમાં શેર બજારમાં રોકાણ કરતા અને ટ્રેડિંગ કરતા લોકોને ફોન કોલ કરીને પોતાની જાળમાં ફસાવતી ટોળકી ઝડપાઈ છે. આરોપીઓ પોતે સ્ટોક એડવાઈઝર હોવાનુ બતાવીને ફોન કરી લોકોને શેર બજારમાં કમાણી કરવાના પ્રલોભનમાં ફસાવીને ફ્રોડ આચરવામાં આવતુ હતુ. ઝારખંડનુ જામતારા સાયબર ક્રાઈમ આચરવાને લઈ બદનામ છે. અહીં કોલ સેન્ટરની જેમ ફોન કરીને પોતાની વાતોમાં ફસાવી અલગ અલગ રીતે પૈસા પડાવવામાં આવતા હોય છે.

આ પણ વાંચોઃ વિજયનગરના બાલેટા નજીકથી રાજસ્થાનના યુવકની લાશ મળવાનો મામલો, ફોરેન્સિક પીએમ કરાવતા હત્યા હોવાનુ ખુલ્યુ

LCB ટીમના કોન્સ્ટેબલ પ્રહર્ષ પટેલને બાતમી મળી હતી. જે બાતમી આધારે PI એજી રાઠોડ અને PSI ડીસી પરમાર સહિત ટીમ દ્વારા હિંમતનગર શહેરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. શહેરના પાણપુર વિસ્તારમાં એક દુકાનમાંથી ફ્રોડ આચરવાનુ સમગ્ર રેકેટ ચાલતુ હોવાનુ ઝડપાઈ આવ્યુ હતુ.

સ્ટોક એડવાઈઝર બની કોલ કરતા

પાણપુર વિસ્તારમાં આરટીઓ તરફ જતા વિજાપુર સ્ટેટ હાઈવે પર આવેલા ઝેડ ક્રાઉન કોમ્પેલેક્ષમાં દરોડો એલસીબીની ટીમ દ્વારા પાડવામાં આવ્યો હતો. જ્યાંથી નેટવર્કનો સંચાલક મોઈન સીરાજખાન કુરેશીએ મિત્રો સાથે મળીને આ રેકેટ ચલાવવાનુ ષડયંત્ર ગોઠવ્યુ હતુ. જેમાં તે શેર બજારમાં રોકાણ કરનારા ગ્રાહકોના કોન્ટેક્ટ નંબર શોધતા હતા. જે નંબર આધારે ફોન કરવામાં આવતા હતા અને પોતાની ઓળખ સ્ટોક એડવાઈઝર તરીકે આપતા હતા.

પોતાની પાસે મની કંટ્રોલ અને માર્કેટ પ્લસ નામની એપ્લીકેશન આધારે પોતે શેરબજારની વધઘટ જોઈને એડવાઈઝ આપતી લોભામણી વાતચીત કરતા હતા. આરોપીઓ આ દરમિયાન પોતે રજીસ્ટર્ડ કંપનીમાંથી બોલતા હોવાનુ વાત કરતા હતા. જેને લઈ તેઓ રોકાણકારોને ફસાવીને છેતરપિંડી આચરતા હતા. ગ્રાહકોને ટીપ્સ આપીને ચેમના પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરાવતા હતા. જે પૈસા પેટીએમ વડે મેળવીને અલગ અલગ બેંક ખાતામાં જમા કરવતા હતા.

6000 હજારના પગારે નોકરી રાખ્યા

છેતરપિંડીની જાળને બિછાવીને પૈસા પડાવવાનુ નેટવર્ક ગોઠવવા માટે આરોપી સીરાજ કુરેશીએ માત્ર 6000 રુપિયામાં જ પગારથી યુવકોને પોતાને ત્યા નોંકરી રાખ્યા હતા. આ રકમમાં તેઓ તેમની છેતરપિંડીના નેટવર્કને ચલાવતા હતા. આ માટે સિરાજ તેમને ટ્રેનિંગ આપતો હતો અને જાળમાં ગ્રાહકને ફસાવવાની ટ્રીક શીખવીને ફોન પર વાત કરાવતો હતો.

નોકરીએ રાખેલા યુવકોને તે ઘરેથી આવવા જવાનુ ભાડુ પણ આપતો અને જમાવાનો ખર્ચ પણ અલગથી આપતો હતો. આમ યુવકો પણ સુવિધાઓ અને પૈસા મળવાને લઈ નોકરીએ જોડાયા હતા. જોકે આ વાતથી ડર એ વાતનો ઉભો થઈ રહ્યો હતો કે, આ રીતે યુવકોની ફૌજ તૈયાર થઈ ભવિષ્યમાં હિંમતનગરને જામતારા બનાવવા તરફ લઈ જતો. પરંતુ પોલીસે સમયે જ નેટવર્કને ઝડપી લઈને કાર્યવાહી શરુ કરી છે. એલસીબીએ હિંમતનગર રુરલ પોલીસ મથકે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">