AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

31 ડિસેમ્બરને લઈ આંતરરાજ્ય સરહદો પર પોલીસની સતર્કતા વધારાઈ, રતનપુર બોર્ડર પર કડક ચેકિંગ શરુ

રતનપુર બોર્ડર વિસ્તાર પર ચેકિંગ વધારી દેવામાં આવ્યુ છે. અહીં રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. બોર્ડર સાથેના અન્ય નાના મોટા આંતરરાજ્ય રસ્તાઓ પર પણ સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.

31 ડિસેમ્બરને લઈ આંતરરાજ્ય સરહદો પર પોલીસની સતર્કતા વધારાઈ, રતનપુર બોર્ડર પર કડક ચેકિંગ શરુ
Ratanpur border પર ચેકિંગ વધારાયુ
| Updated on: Dec 28, 2022 | 7:34 AM
Share

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં થઈને ગુજરાતમાં દારુ અને અન્ય નશીલા પદાર્થો ગુજરાતમાં ઘૂસાડાતો હોવાને લઈ પોલીસ સતત સરહદી માર્ગો પર સતર્ક રહેતી હોય છે. હાલમાં ખાસ કરીને 31 ડિસેમ્બરને લઈ સતર્કતા વધારી દેવામાં આવી છે. શામળાજી નજીક રતનપુર ચેકપોષ્ટ અને વિજયનગરની રાણી ચેકપોષ્ટ સહિત અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાને જોડતા રાજસ્થાનથી આવતા તમામ માર્ગો પણ પોલીસ દ્વારા ચાંપતી નજર દાખવવામાં આવી રહી છે. આ રસ્તાઓ પર ચેકિંગ પણ વધારી દેવામાં આવ્યુ છે. જેથી તહેવારોની મજાઓને બગાડનારા અસમાજીક તત્વોની ગતિવિધીઓ પર રોક લગાવાઈ શકાય.

ઉપરાંત 31 ડિસેમ્બરને લઈ સરહદી વિસ્તારમાં ગુજરાતથી શોખીનો પણ મોટી સંખ્યામાં જતા હોય છે અને નશો કરીને પરત ફરતા હોય છે. નશો કરીને કાર ચલાવીને અને મુસાફરી કરીને ગુજરાતની હદના માર્ગો પર ફરનારાઓને પણ પોલીસ દ્વારા ઝડપી લેવા માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. હાલના દિવસોમાં આવા તમામ શોખિનોને કાયદો ભંગ કરવાની સ્થિતીમાં ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરીને જેલના હવાલે કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

નાતાલના દિવસો પહેલાથી પોલીસ સતર્ક

ક્રિસમસની શરુઆત થાય એ પહેલાથી જ સરહદી જિલ્લાની પોલીસ દ્વારા સતર્કતા વધારી દેવામાં આવે છે. ખાસ કરીને આંતરરાજ્ય સરદહો પરની બોર્ડરો પર પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવે છે. નવા વર્ષની ઉજવણી દરમ્યાન વિદેશી દારુને ગુજરાતમાં ઘૂસાડવાનો પ્રયાસ હેરાફેરી કરનારા શખ્શો દ્વારા કરવામાં આવતો હોય છે. જેને અટકાવવા માટે તમામ શંકાસ્પદ વાહનોની ચકાસણી કરવામાં આવતી હોય છે. જેથી દારુની હેરફેરને રોકી શકાય.

રતનપુર બોર્ડર પર રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ

અરવલ્લી એસપી સંજય ખરાતે મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યુ હતુ કે, ખાસ કરીને રતનપુર બોર્ડર વિસ્તાર પર ચેકિંગ વધારી દેવામાં આવ્યુ છે. અહીં રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. બોર્ડર સાથેના અન્ય નાના મોટા આંતરરાજ્ય રસ્તાઓ પર પણ સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ રતનપુર બોર્ડર નેશનલ હાઈવે પર આવેલ હોઈ અહીંથી પસાર થતા વાહનો પર નજર વધારે રાખવી જરુરી છે. હાઈવે ઉત્તર ભારતથી ગુજરાતમાં પ્રવેશવાનો મુખ્ય રસ્તો છે. આ રસ્તે નશીલા પદાર્થો અને દારુની હેરાફેરીની આશંકા રાખીને અહીં સતર્કતા રાખી તેમની ઝડપી લેવા જરુરી છે.

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">