Arvalli: ચોરી આચરતી ગેંગનો સુત્રધાર અરવલ્લી LCB એ ભિલોડા નજીક થી ઝડપ્યો, સોના-ચાંદીના લગડીઓ અને દાગીના જપ્ત
સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી (Arvalli) જિલ્લામાં આરોપી દશરથ ડામોરની ગેંગે ચોરીઓ આચરી હતી. ચોરીના દાગીના અને સોના-ચાંદીના લગડીઓ પોલીસે જપ્ત કરી
અરવલ્લી (Arvalli) જિલ્લામાં વધતી જતી ચોરીઓના પ્રમાણને લઈને સ્થાનિક પોલીસ (Arvalli Police) દ્વારા સતર્કતા શરુ કરવામાં આવી છે. જિલ્લા એસપી સંજય ખરાત (SP Sanjay Kharat) દ્વારા જિલ્લામાં શંકાસ્પદો પર પણ બાજ નજર રાખીને ચોરીઓને શોધી નિકાળવા માટે એલર્ટ આપવામાં આવ્યુ છે. આવા સમય દરમિયાન અરવલ્લી LCB ટીમને ભિલોડાના ધોલવાણી નજીકથી એક તસ્કર હાથ લાગતા તેની પાસેથી સોનુ અને ચાંદી ચોરી કરેલુ મળી આવ્યુ હતુ. તસ્કર ઝડપતા આખીય ગેંગના અન્ય પાંચ આરોપીઓના નામ ખુલ્યા હતા.
LCB પોલીસ દ્વારા તસ્કરો અને વાહનચોરી સહિતના શંકાસ્પદો પર નર દાખવવી શરુ કરાઈ છે. તસ્કરોને જેલના હવાલે કરવા માટે ટીમો દ્વારા જિલ્લામાં તમામ ખુણે નજર બાજ બનાવી દેવામાં આવી છે. આવી જ રીતે એક ટીમ ભિલોડાના ધોલવાણી નજીક ટેકનીકલ અને ઇન્ટેલીજન્સ સર્વેલન્સ આધારે એક શખ્શની બાતમી મેળવીને વોચમાં ગોઠવી દેવામાં આવી હતી. આ દરમિયાન બાતમી અનુસાર નો એક શખ્શ ધોલવાણી નજીક થી પસાર થયો હતો અને તેની પાસે નંબર વિનાનુ બાઈક હતુ. પોલીસે તેને અટકાવીને પૂછપરછ કરતા જ તે વાતો બનાવીને છટકવા મથી રહ્યો હતો. પરંતુ પોલીસે ઝડપી લઈને તેની તલાસી લેતા તેની પાસેથી સોના-ચાંદીના ઘરેણાં સહિત ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
ઝડપાયેલ આરોપી અરવલ્લી જિલ્લાની સરહદે રાજસ્થાનમાં રહેતો હોવાનુ ખુલ્યુ હતુ. રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ખેરવાડા નજીકના ખડકાયા ગામનો દશરથ ભેરાજી ડામોર હોવાનુ જણાયુ હતુ. આરોપી પાસે ચાંદીની બે અને સોનાની એક લગડી હતી. જે ચોરીના ઘરેણાંને ઓગાળીને બનાવવામાં આવી હતી. આ ઉપરાંત તેની પાસેથી દાગીના પણ મળી આવ્યા હતા. આ ચોરી તેણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઘરફોડ પ્રકારે કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી રુપિયા 2.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ટોળકીના વધુ સભ્યો ઝડપવા કવાયત
અઠવાડીયા પહેલા જ ભિલોડાના બુઢેલી ગામે બંધ મકાનમાંથી ચોરી કરી હોવાની આરોપી દશરથ ડામોરે કરી હતી. આ ઉપરાંત પણ તેણે અને તેની ગેંગના સભ્યોએ મળીને બંને જિલ્લાઓમાં ચોરીઓ આચરી છે. જેમાં 8 ચોરીઓ ભિલોડા અને 1 ચોરી સાબરકાંઠાના ચિઠોડા વિસ્તારમાં કરી હોવાનો ભેદ ખૂલ્યો છે. એલસીબી ટીમના પીઆઇ સીપી વાઘેલા એ હવે તેની ગેંગના સખ્શોને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે. ત્યાર બાદ વધુ ગુન્હાઓનો ભેદ ઉકેલાય એમ પોલીસનુ માનવુ છે.
ઝડપવાના બાકી આરોપી
- સંજય ઉર્ફે લાલો રવિશંકર કાળાજી ડામોર, રહે. ડબાસા, તા. ખેરવાડા
- અર્પિત ઉર્ફે બાવો બંસીભાઈ ગડસા, રહે. ધંધાસણ તા. ભિલોડા. જિ. અરવલ્લી.
- ગણેશ ઉર્ફે ગની નારાયણભાઈ પટેલ, રહે. ધોલવાણી પટેલ ફળીયુ, તા. ભિલોડા. જિ. અરવલ્લી
- ઇશ્વર ઉર્ફે લાલો નવજીભાઈ પાંડોર, રહે ભૂતાવળ, તા. ભિલોડા, જિ. અરવલ્લી.
- કાર લઈને ચોરી માટે સાથે આવનાર ઈકો કારનો ચાલક