Petrol Diesel Price Today : ક્રૂડ મોંઘુ થવાથી ચાલુ વર્ષે દેશનું ઈમ્પોર્ટ બિલ બમણું થયું, જાણો આજે શું છે ઇંધણના ભાવની સ્થિતિ
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે.
આજે સતત 21માં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol Diesel Price Today)માં કોઈ ફેરફાર થયો નથી. રાહતના સમાચાર એ છે કે ક્રૂડ ઓઈલના ભાવ(Crude oil price)માં ઘટાડો થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત હાલમાં 102 ડોલરની આસપાસ છે. 18 એપ્રિલના રોજ ક્રૂડ ઓઇલ 114 ડોલર પર પહોંચી ગયું હતું, ત્યારથી તે દરરોજ ઘટી રહ્યું છે. આ ભારત માટે સારા સમાચાર છે કારણ કે આપણે તેલની જરૂરિયાતના 85 ટકા આયાત કરીએ છીએ. ક્રૂડ ઓઈલમાં વધારાની અસર એ છે કે નાણાકીય વર્ષ 2021-22માં ભારતનો ક્રૂડ ઓઈલની આયાત પરનો ખર્ચ લગભગ બમણો થઈને 119 અબજ ડોલર થઈ ગયો છે. તેલના વપરાશ અને આયાતની દ્રષ્ટિએ ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ છે.રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ 105.41 રૂપિયા અને ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લીટર છે. દિલ્હી સિવાય જો મુંબઈની વાત કરીએ તો અહીં એક લિટર પેટ્રોલની કિંમત 120.51 રૂપિયા અને ડીઝલની કિંમત 104.77 રૂપિયા છે.
ઓઇલ ઈમ્પોર્ટ બિલ બમણું થયું
વૈશ્વિક સ્તરે તેલના ભાવ જાન્યુઆરીથી વધવા લાગ્યા હતા અને ફેબ્રુઆરીમાં પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી ગયા હતા. માર્ચની શરૂઆતમાં તેલની કિંમત પ્રતિ બેરલ 140 ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. જો કે તે પછી કિંમતોમાં ઘટાડો શરૂ થયો અને હવે તે બેરલ દીઠ 102 ડોલર આસપાસ છે. PPAC મુજબ નાણાકીય વર્ષ 2021-22માં ભારતે 212.21 મિલિયન ટન ક્રૂડ ઓઇલની આયાત કરી હતી જે અગાઉના વર્ષમાં 19.65 મિલિયન ટન હતી. જો કે આ રોગચાળા પહેલાના વર્ષ 2019-20 કરતા ઓછો છે જ્યારે 227 મિલિયન ટન તેલની આયાત કરવામાં આવી હતી. ત્યારબાદ તેલની આયાત પર 101.4 બિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ભારત તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતના 85.5 ટકા માટે આયાત પર નિર્ભર છે. PPAC અનુસાર, 2019-20માં તેલની આયાત પર ભારતની નિર્ભરતા 85 ટકા હતી જે પછીના વર્ષમાં ઘટીને 84.4 ટકા થઈ ગઈ છે પરંતુ 2021-22માં તે ફરી એકવાર વધીને 85.5 ટકા થઈ ગયો છે.
દરરોજ 5 મિલિયન બેરલ તેલ વપરાશ
6 એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. હાલમાં જ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે તેમના દેશમાં રોજના 6 કરોડ લોકો પેટ્રોલ પંપ પર પહોંચે છે. આપણો દૈનિક વપરાશ 50 લાખ બેરલ છે. આવી સ્થિતિમાં સરકારની પ્રથમ પ્રાથમિકતા તેની પર્યાપ્ત ઉપલબ્ધતા પર છે. ભાવમાં ઘટાડા અંગે કહ્યું કે કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. હવે રાજ્યોનો વારો છે કે તેઓ ઉત્સાહ દાખવે અને વેટમાં ઘટાડો કરે. કેન્દ્ર સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત
- દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર
- મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લીટર
- ચેન્નાઈ પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
- કોલકાતા પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લીટર
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.
ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Ahmedabad | 105.08 | 99.43 |
Rajkot | 104.84 | 99.21 |
Surat | 104.96 | 99.33 |
Vadodara | 105.19 | 99.54 |
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.