ARVALLI : ભિલોડામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ, ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી
ભિલોડાના ધારાસભ્ય અનિલ જોષિયારાની આગેવાનીમાં ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ન્યાય નહીં મળે તો આંદોલન ઉગ્ર બનાવાશે.
ARVALLI : અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ખેડૂતો જોરદાર વિરોધ કરી રહ્યા છે. ભિલોડાના ખેડૂતોએ પ્રોજેક્ટના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે મોરચો માડ્યો અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. આ ખેડૂતોને ભય છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પગલે તેઓની મહામૂલી જમીન અને ઘર છીનવાઇ જશે.મહત્વપૂર્ણ છે કે બે દિવસ અગાઉ ઓથોરિટી દ્વારા ડ્રોન સર્વે પણ કર્યો હતો.ત્યારે સ્થાનિક ભિલોડાના ધારાસભ્ય અનિલ જોષિયારાની આગેવાનીમાં ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ન્યાય નહીં મળે તો આંદોલન ઉગ્ર બનાવાશે.
આ પહેલા શામળાજીમાં પણ બુટેલ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય અનિલ જોષિયારા , કે એમ વરસાત, વનરાજભાઇ ડામોર, તાલુકા પંચાયત સદસ્ય હર્ષદ કે વરસાત અને આજુ બાજુના ગામના સરપંચો તેમજ આદિવાસી સમાજના અગ્રણીઓ અને નેતાઓ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વિરોધ માટે ભેગા એકત્ર થયા હતા.
આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અમલમાં આવતા આદિવાસી સમાજના 15 જેટલા ગામડાઓ અને અન્ય સમાજના લોકોને પણ વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી પોતાનુ જીવન હાડમારી બનશે, અને આદિવાસી વધુ ગરીબીના મુખમાં ધકેલાઈ જશે અને આ પ્રોજેક્ટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને આ પ્રોજેક્ટ બંધ કરી અન્ય સુવિધાઓ આપવામાં આવે અને વધુ વાહનવ્યવહાર વધારવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : દીકરો ભાજપની રેલીમાં કરી રહ્યો છે રૂપિયાનો વરસાદ, અને ફરાર આરોપી બાપને શોધવામાં પોલીસ નિષ્ફળ
આ પણ વાંચો : રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: અતિવૃષ્ટિ સર્વેમાં આટલા નવા તાલુકાઓનો સમાવેશ કરવાનો લેવાયો નિર્યણ