દીકરો ભાજપની રેલીમાં કરી રહ્યો છે રૂપિયાનો વરસાદ, અને ફરાર આરોપી બાપને શોધવામાં પોલીસ નિષ્ફળ
ફરાર આરોપી ભાનુ ભરવાડના દીકરા નવઘણ ભરવાડે ખેડામાં ભાજપની જનઆશીર્વાદ યાત્રામાં રૂપિયાનો વરસાદ વરસાવ્યો છે. બાદમાં આ વીડિયો વાયરલ થયો છે.
ખેડામાં ભાજપની જનઆશીર્વાદ યાત્રામાં રૂપિયાનો વરસાદ વરસાવતો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં નડિયાદના નવઘણ ભરવાડ રૂપિયાનો વરસાદ વરસાવી રહ્યો છે. ત્યારે બીજી તરફ નવઘણના પિતા ભૂમાફિયા ભાનુ ભરવાડ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ભાનુ ભરવાડની ધરપકડ કરવા બિલોદરાના લોકોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. આમ એક તરફ પિતા ભાનુ ભરવાડ ફરાર છે તો પુત્ર દ્વારા ભાજપની રેલીમાં રૂપિયાનો વરસાદ કરાતા વિવાદ ઉભો થયો છે.
તમને જણાવી દઈએ કે નડિયાદ પાસેના બિલોદરા ગામની સીમમાં સરકારી નાળ પર ગેરકાયદે દુકાનો બાંધી દઈ ભાડે ચઢાવી દેવા ના કેસમાં પૂર્વ કાઉન્સિલર અને ભૂમાફિયા ભાનુ ભરવાડ ફરાર છે. તેની વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે.આ કેસમાં ભાનુ ભરવાડના જામીન હાઈકોર્ટ અને સેસન્સ કોર્ટે પણ ફગાવી દીધા છે. તેમ છતાં છેલ્લા દોઢ મહિનાથી નડિયાદ ડિવિઝન પોલીસ ધરપકડ કરવામાં નાકામિયાબ રહી છે/ તો ભાજપની રેલીમાં ભાનુના પુત્ર નવઘણ ભરવાડનો રૂપિયા ઉડાડતો વીડિયો વાયરલ થતા લોકોનો રોષ વધી ગયો છે.
આ પણ વાંચો: રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: અતિવૃષ્ટિ સર્વેમાં આટલા નવા તાલુકાઓનો સમાવેશ કરવાનો લેવાયો નિર્યણ