અરવલ્લીઃ ભિલોડા, બાયડ અને માલપુરમાં વરસાદ નોંધાયો, અણિયોરમાં રસ્તા પર પાણી વહ્યા

|

Jun 25, 2024 | 9:08 AM

અરવલ્લી જિલ્લામાં ચોમાસાનો માહોલ હવે જામવો શરુ થતા ખેડૂતો અને પશુપાલકો સહિત સ્થાનિકોને મોટી રાહત સર્જાઈ છે. જિલ્લાના જળાશયો પણ મોટેભાગે ખાલી છે અને સ્થાનિકો ચોમાસાના વરસાદને લઈ રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન વરસાદ વરસવાને લઈ મોટી રાહત સર્જાઈ છે.

અરવલ્લીઃ ભિલોડા, બાયડ અને માલપુરમાં વરસાદ નોંધાયો, અણિયોરમાં રસ્તા પર પાણી વહ્યા
રસ્તા પર પાણી વહ્યા

Follow us on

અરવલ્લી જિલ્લામાં ચોમાસાનો માહોલ હવે જામવો શરુ થતા ખેડૂતો અને પશુપાલકો સહિત સ્થાનિકોને મોટી રાહત સર્જાઈ છે. જિલ્લાના જળાશયો પણ મોટેભાગે ખાલી છે અને સ્થાનિકો ચોમાસાના વરસાદને લઈ રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન વરસાદ વરસવાને લઈ મોટી રાહત સર્જાઈ છે. છેલ્લા કેટલાક દિવસથી જિલ્લામાં ભારે બફારા સાથે ગરમીને લઈ લોકોમાં પરેશાની વર્તાઈ રહી હતી.

સાબરકાંઠા જિલ્લામાં પણ મોટાભાગના તાલુકાઓમાં વરસાદ નોંધાવાને લઈ મોટી રાહત સર્જાઈ હતી. આમ અરવલ્લી અને સાબરકાંઠાના 14 પૈકી 10 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. વરસાદને પગલે હવે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.

સૌથી વધારે બાયડમાં નોંધાયો

અરવલ્લી જિલ્લામાં છ પૈકીના ત્રણ તાલુકામાં વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. જિલ્લાના બાયડ, ભિલોડા અને માલપુર તાલુકામાં વરસાદ નોંધાયો હતો. માલપુર અને બાયડ તાલુકાના ગ્રામ્યા વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાને લઈ ખેડૂતો અને પશુપાલકોને હાશકારો થયો હતો. પશુપાલકોને હવે ઘાસચારામાં રાહત સર્જાય એ માટે વરસાદની રાહ જોવાઈ રહી હતી.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

જિલ્લામાં સૌથી વધારે વરસાદ બાયડ તાલુકામાં વરસ્યો હતો. જ્યારે ભિલોડામાં અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગાજવીજ સાથે સોમવારે મોડી રાત્રે વરસાદ નોંધાયો હતો. વરસાદને લઈ વિસ્તારમાં રાહત સર્જાઈ હતી. ભારે બફારા અને ઉકળાટ બાદ વરસાદ ગાજવીજ સાથે વરસવા લાગતા સ્થાનિકોને પણ રાહત સર્જાઈ હતી.

અરવલ્લી જિલ્લામાં નોંધાયેલ વરસાદ

  • બાયડઃ 26 મીમી
  • ભિલોડાઃ 10 મીમી
  • માલપુરઃ 07 મીમી

 

ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર

અણિયોર પંથકમાં તો વરસાદ ધોધમાર તૂટી પડ્યો હતો. ધોધમાર વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસતા જ રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા. આમ અણિયોર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાવા લાગ્યા હતા.

સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ

જિલ્લામાં ખેડબ્રહ્મામાં સૌથી વધારે વરસાદ વરસ્યો હતો. ખેડબ્રહ્મામાં સવા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું હતુ. આ ઉપરાંત હિંમતનગર શહેરમાં પણ મોડી રાત્રીએ તૂટી પડેલો વરસાદ પોણો ઈંચ નોંધાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં પોશીનાને બાદ કરતા 8માંથી 7 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં વડાલી, ઈડરમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. જ્યારે પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો હતો.

સાબરકાંઠા જિલ્લામાં નોંધાયેલ વરસાદ

  • ખેડબ્રહ્માઃ 33 મીમી
  • હિંમતનગરઃ 19 મીમી
  • ઇડરઃ 18 મીમી
  • વડાલીઃ 17 મીમી
  • વિજયનગરઃ 16 મીમી
  • પ્રાંતિજઃ 05 મીમી
  • તલોદઃ 04 મીમી
  • પોશીનાઃ 00 મીમી

આ પણ વાંચો: કુવૈતથી પરત ફરેલા અલ્પેશ પટેલે સંભળાવી આપવીતી, દવા-સાબુ માંગે તો પણ બેરહેમ માર પડતો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article