Aravalli: અમદાવાદ થી મોડાસા શહેરમાં જઈ હોટલમાં રોકાઈને મોબાઈલ તફડાવતા બંટી-બબલીની ધરપકડ

મોડાસા પોલીસની ટીમે સ્થળ પપર પહોંચીને એક યુવક અને યુવતીને ઝડપી લઈને તેમની તલાશી લેતા જ તેમની પાસેથી ચોરીનો મોબાઈલ સહિતનો સામાન હાથ લાગ્યો હતો. અમદાવાદ થી પતિ અને પત્નિ બંને જણા મોડાસા ચોરી કરવા માટે આવ્યા હતા.

Aravalli: અમદાવાદ થી મોડાસા શહેરમાં જઈ હોટલમાં રોકાઈને મોબાઈલ તફડાવતા બંટી-બબલીની ધરપકડ
મોબાઈલ તફડાવતા બંટી-બબલીની ધરપકડ
Follow Us:
| Updated on: Aug 23, 2023 | 7:12 PM

મોડાસા શહેરમાં છેલ્લા એક સપ્તાહથી એક સપ્તાહ દરમિયાન રાહદારી અને અન્ય લોકોનો મોબાઈલ ફોનની તફડંચી કરવાના બનાવ સતત સામે આવી રહ્યા હતા. જેને લઈ પોલીસ દ્વારા આ માટે નેત્રમ આધારે તપાસ કરીને શંકાસ્પદ કપલની શોધ શરુ કરી હતી. આ દરમિયાન આ કપલ મોડાસા શહેરમાં એક મુખ્ય ચાર રસ્તા પાસે વધુ એક મોબાઈલનો શિકાર કરવાની ફિરાકમાં હોવા દરમિયાન જ પોલીસે તેમને ઝડપી લીધા હતા.

નેત્રમ-સીસીટીવી આધારે પોલીસે સતત નજર દાખવવા સાથે વિવિધ ચાર રસ્તા અને જાહેર સ્થળો પર ગોઠવેલા પોલીસ પોઈન્ટ અને બાતમીદારોથી જાણકારી મળેલી કે નંબર પ્લેટ વિનાનુ એક મોપેડ અને કપલ શંકાસ્પદ વર્તણૂંક કરી રહ્યુ છે. પોલીસને તુરત જ છેલ્લા એક સપ્તાહ દરમિયાન મોબાઈલની થયેલી તફડંચી અને વર્ણન મુજબની વિગતો મળતા જ સ્થળ પર પહોંચીને તેમને ઝડપી લેવામાં આવ્યા હતા.

અમદાવાદથી આવી હોટલમાં રોકાયા હતા

મોડાસા ડીવાયએસપી કેજે ચૌધરીએ મીડિયાને વિગતો આપતા કહ્યુ હતુ કે, પોલીસની ટીમે સ્થળ પપર પહોંચીને એક યુવક અને યુવતીને ઝડપી લઈને તેમની તલાશી લેતા જ તેમની પાસેથી ચોરીનો મોબાઈલ સહિતનો સામાન હાથ લાગ્યો હતો. મોડાસા શહેર પોલીસ સ્ટેશનની પીઆઈ સહિતની ટીમે તેમની પૂછપરછ કરતા પોલીસને પણ તેમની પાસેથી ચોંકાવનારી વિગતો મળી હતી. અમદાવાદ થી પતિ અને પત્નિ બંને જણા મોડાસા ચોરી કરવા માટે આવ્યા હતા. તેઓ મોડાસા શહેરમાં જ એક હોટલના રુમમાં રોકાણ કરીને ત્રણ દિવસથી રોકાતા હતા અને તેઓ મોબાઈલ તફડાવવા માટે મોડાસા શહેરમાં રેકી કરીને બાદમાં વિવિધ વિસ્તારમાંથી મોબાઈલ ચાલુ મોપેડ પર તફડાવીને ફરાર થઈ જતા હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પોલીસે દંપતીની ધરપકડ કરીને તેઓને જેલના હવાલે કર્યા છે. દંપતી પાસેથી 6 નંગ જેટલા ચોરીના મોબાઈલ મળી આવ્યા છે. તેઓએ ત્રણ જ દીવસમાં મોબાઈલ ચોરી કરવાની 6 ઘટનાઓનો અંજામ આપ્યો છે. મોડાસા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં આ બંટી બબલીની જોડી ફરીને લોકોની પાસેથી મોબાઈલ તફડાવીને ફરાર થઈ જતી હતી અને ચૂપચાપ હોટલમાં રુમમા પહોંચીને પુરાઈ રહેતા હતા.

આરોપી અગાઉ મોડાસામાં શાકભાજી વેચતો હતો

આરોપી અયાન અનીશમીયા પઠાણ સામે અમદાવાદના વટવામાં પણ અગાઉ મારામારીનો ગુનો નોંધાયો છે. પોલીસે તેની પત્નિ ચાંદની અમીરુદ્દીન શેખની ધરપકડ કરી છે. બંને અમદાવાદના વટવામાં રહે છે. અયાન પઠાણ અગાઉ મોડાસામાં રહેતો હતો અને શાકભાજી વેચવાનો ધંધો કરતો હતો. તેના કેટલાક પરિચીત અને સગા પણ મોડાસામાં રહેતા હોવાનુ સામે આવ્યુ છે.

આ પણ વાંચોઃ Sabarkantha: ચમચમાતી મોંઘીદાટ કારમાં દારુની મોટાપાયે હેરાફેરી ઝડપાઈ, અમદાવાદ લવાતા જથ્થાને LCB એ ઝડપ્યો

 અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">