Vadodara: કેન્દ્રીય પ્રધાનના સર્કિટ હાઉસ જવાના રોડ પર દારૂની રેલમછેલ

Vadodara: કેન્દ્રીય પ્રધાનના સર્કિટ હાઉસ જવાના રોડ પર દારૂની રેલમછેલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 9:46 PM

વડોદરામાં કેન્દ્રીય મંત્રીના આવવાના થોડા સમય પહેલાં વીઆઈપી રોડ પર દારૂની ખેપ મારતો આરોપી ગાયની અડફેટે આવી જતાં રસ્તા પર દારૂની રેલમછેલ થઈ હતી

ગુજરાતના વડોદરામાં(Vadodara) કેન્દ્રીયપ્રધાન રામદાસ આઠવલેના(Ramdas Athawale)સર્કીટ હાઉસ જવાના રૂટ પર દારૂની (Liquor) લમછેલ થઈ હતી.જેમાં કેન્દ્રીય મંત્રીના આવવાના થોડા સમય પહેલાં વીઆઈપી રોડ પર દારૂની ખેપ મારતો આરોપી ગાયની અડફેટે આવી જતાં રસ્તા પર દારૂની રેલમછેલ થઈ હતી. ત્યારબાદ દારૂની ખેપ મારતો આરોપી દારૂ ત્યાંજ મુકીને જતો રહ્યો હતો. જેના પગલે રામદાસ આઠવલેનો કાફલો એરપોર્ટ સર્કલથી એલ એન્ડ ટી સર્કલ જતી વખતે દેશી દારૂની પોટલીઓ પાસેથી જ પસાર થયો હતો. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર વડોદરા શહેર પોલીસ તંત્રના ધજાગરા ઉડાવ્યા તો બીજી તરફ કેન્દ્રીયપ્રધાન પણ વડોદરામાં દારૂબંધીની હકીકતથી વાકેફ થઇ ગયા હતા.

 

આ પણ વાંચો :  Rajkot : જામકંડોરણાના ખેડૂતોની કફોડી હાલત, ટામેટાના ભાવ ન મળતા ફેંકી દેવા મજબૂર

આ પણ વાંચો :  મહેસાણા : સત્તા પરિવર્તન બાદ દૂધસાગર ડેરી ખાતે પ્રથમ સંકલન સમિતિની બેઠક યોજાઇ, છેલ્લા એક વર્ષના કામની સમીક્ષા કરાઇ

g clip-path="url(#clip0_868_265)">