Vadodara: સોખડા હરિધામમાં સંતોના હાથે માર ખાનાર અનુજ ચૌહાણને ત્રીજી નોટિસ, ત્રણ દિવસમાં હાજર થવા પોલીસનું ફરમાન
આ ઘટનાના બીજા દિવસે જ એટલે કે 7 જાન્યુઆરીએ અચાનક જ અનુજ સહપરિવાર ગાયબ થઈ ગયો. આ દરમિયાન ફરી એક વીડિયો આવ્યો જે અનુજના પિતાનો હતો. તેઓ પણ કહી રહ્યા હતા કે અમારા જીવને જોખમ છે.
વડોદરા (Vadodara)ના સોખડા(Sokhada) હરિધામમાં સંતોના હાથે માર ખાનાર અનુજ ચૌહાણને વડોદરા તાલુકા પોલીસે ત્રીજી નોટિસ ફટકારી છે. અનુજ ચૌહાણ (Anuj Chauhan)ને ત્રણ દિવસમાં હાજર થવા પોલીસનું વધુ એક ફરમાન કર્યુ છે. અગાઉ 12 જાન્યુઆરી એ પોલીસે બીજી નોટિસ આપી નિવેદન નોંધાવવા બોલાવ્યો હતો.હવે અનુજ નિવેદન નોંધાવવા ન આવતા પોલીસે ત્રીજી નોટિસ ફટકારી છે.
થોડા દિવસ પહેલા વડોદરાના હરિધામ સોખડાના(Sokhada) સંતો દ્વારા અનુજ ચૌહાણને માર મારવામાં આવ્યો હતો. જે મામલે ભોગ બનનાર સેવક અનુજ ચૌહાણ કોર્ટના (Court) શરણે પહોંચી ગયો અને ફરિયાદ નોંધાવી. અનુજે કોર્ટમાં આરોપ લગાવ્યો છે કે ગ્રામ્ય પોલીસ તેની ફરિયાદ નથી નોંધી રહી. બીજી તરફ કોર્ટે અનુજના આરોપોની ગંભીરતા જોતા ત્યાગવલ્લભ સ્વામી સહિત કુલ 11 સંતો સામે ફરિયાદ દાખલ કરી હતી. સાથે જ પોલીસને 7 દિવસમાં કરેલી તપાસનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા પણ આદેશ કર્યો હતો
આ ઘટનાના બીજા દિવસે જ એટલે કે 7 જાન્યુઆરીએ અચાનક જ અનુજ સહપરિવાર ગાયબ થઈ ગયો. આ દરમિયાન ફરી એક વીડિયો આવ્યો જે અનુજના પિતાનો હતો. તેઓ પણ કહી રહ્યા હતા કે અમારા જીવને જોખમ છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં ફરી પોલીસ દોડતી થઈ અને સોખડા મંદિરમાં પહોંચી ગઈ અને સંતોની પૂછપરછ કરી. આટલું થયા બાદ અચાનક જ અનુજના વકીલ પ્રગટ થયા અને કોર્ટમાં ફરિયાદ નોંધાવી દીધી. તો કોર્ટે તપાસના આદેશ આપી દીધા.
સમગ્ર કેસમાં નિવેદન નોંધાવવા માટે પોલીસે અનુજ ચૌહાણને અગાઉ બે નોટિસ આપી થછે. બીજી નોટિસ પોલીસ દ્વારા અનુજના બંધ નિવાસે ચોંટાડયા પછી અનુજના પિતાએ વકીલ સાથે પોલીસની મુલાકાત કરી ટૂંક સમયમાં અનુજ હાજર થશે એવું જણાવ્યું હતું. જો કે અનુજ હાજર ન થતા પોલીસે ત્રીજી નોટિસ ફટકારી છે.
આ પણ વાંચો-
Mehsana: સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીની કામગીરી અટકી, ભાજપના જ જુથે મંડળી બોગસ હોવાનો આરોપ લગાવ્યો
આ પણ વાંચો-