Breaking News: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના મોટા સમાચાર ! પ્લેનની ટેલમાંથી મળ્યો વધુ એક મૃતદેહ
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્લેનનો કાટમાળ ઉતારતા તેના પાછળના ભાગની ટેલમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્લેનનો કાટમાળ ઉતારતા તેના પાછળના ભાગની ટેલમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ મૂર્તદેહ એર હોસ્ટેસ હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ ટેલમાં મૃતદેહ ફસાઈ ગયો હતો.હાલ મૃતદેહ બહાર કાઢી પીએમ માટે લઈ જવામાં આવી રહ્યો છે.
પ્લેનની ટેલમાં ફસાયો હતો મૃતદેહ
અમદાવાદમાં થયેલ પ્લેન દુર્ઘટના આખો દેશ હચમચી ઉઠ્યો છે એક તરફ લોકોની બળી ગયેલા ઢગલા અને બીજી તરફ તેમના પરિવારના આક્રંદના ફોટા અને વીડિયો સામે આવી રહ્યા છે. આ પ્લેન દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 242 માંથી 241 લોકોના મૃત્યું થયાની પુષ્ટિ કરવામાં આવી છે. તમામ લોકોના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પણ પ્લેનના પાછળના ભાગ એટલે કે પ્લેનની ટેલમાં તપાસ કરવા વધુ એક મૃતદેહ મળી આવ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ આ મૃતદેહ પ્લેનની ટેલમાં ફસાઈ ગયો હતો જેથી ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો છે. તેમજ મળતી માહિતી મુજબ તે મૃતદેહ મહિલા એર હોસ્ટેસનો હોવાની આશંકા છે. હાલ મૃતદેહ બહાર કાઢી પીએમ માટે લઈ જવામાં આવી રહ્યો છે.
બિલ્ડિંગમાં પ્લેનના ટેલનો ભાગ ફસાઈ ગયો હતો
12મી જૂને થયેલ આ દુર્ઘટના બાદથી તપાસ એજન્સીઓ અને રેસ્ક્યૂ ટીમ સતત કામ કરી રહી છે અને શોધી રહી છે કે કોઈ મૃતદેહ કે મૃતદેહના અવશેષો બાકી ના રહી જાય ત્યારે તે જ તપાસ કરતા પ્લેનની ટેલ ઉતારીને ચેક કરવામાં આવી હતી તેમાં મળી આવેલ આ મૃતદેહ દબાયેલ હાલમાં હતો. તમને જણાવી દઈએ કે હોસ્ટેલની બિલ્ડિંગમાં પ્લેનના ટેલનો ભાગ ફસાઈ ગયો હતો તેથી તેને બે ક્રેનની મદદથી ઉતારવામાં આવ્યો અને તેની તપાસ હાથ ધરતા આ વધુ એક મૃતદેહ મળી આવ્યો છે.
( With Input – Mihir Soni)
અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. આ વિમાનમાં 242 લોકો સવાર હતા.જેમાંથી 241 લોકોના મૃત્યુની પુષ્ટિ થઇ છે આ અંગેની વધારે માહિતી જાણવા અહીં ક્લિક કરો