AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teachers Day : ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી વિદ્યાર્થીઓનો માનસિક અને સર્વાંગી વિકાસ કરવા માટે આણંદના મહિલા શિક્ષકને મળ્યુ સન્માન

શિક્ષક તરીકેની 23 વર્ષની કારકિર્દી દરમિયાન તેઓએ ધોરણ-1 અને 2માં 15 વર્ષ કરતાં વધુ સમય શૈક્ષણિક કાર્ય કરીને વિદ્યાર્થીઓને આપવામાં આવતું પાયાનું શિક્ષણ મજબૂત કરવાના અથાગ પ્રયત્નો કર્યા છે. વર્ષ 2019માં બ્લોક કક્ષાએ ધોરણ-1 અને 2ના બાહ્ય મૂલ્યાંકનમાં આણંદ નગરપાલિકાની તમામ શાળાઓમાં બિનલબેન મેક્વાનની શાળા અને તેમનો વર્ગ પ્રથમ ક્રમે આવ્યો હતો.

Teachers Day : ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી વિદ્યાર્થીઓનો માનસિક અને સર્વાંગી વિકાસ કરવા માટે આણંદના મહિલા શિક્ષકને મળ્યુ સન્માન
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Sep 05, 2023 | 4:30 PM
Share

Anand : દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં શિક્ષક દિવસની (Teachers Day) ઉજવણી કરવામાં આવે છે.આ દિવસ સાથે શ્રેષ્ઠ ગુરૂ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનું નામ જોડાયેલું છે.એક શિક્ષક સમાજના ઘડતર સાથે સમાજમાં બદલાવ પણ લાવી શકે છે.આવા અનેક ઉદાહરણો પણ જોવા મળે છે. બિનલ મેકવાન નામના શિક્ષકે શિક્ષક દિને વર્ષ 2023-24માં આણંદ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મેળવ્યો છે. બિનલ મેકવાને શિક્ષણમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી વિવિધ ટી એલ એમ પ્રત્યાયન શિક્ષણ થકી બાળકોના માનસિક અને સર્વાંગી વિકાસની એક શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પરિભાષાને સાચા અર્થમાં સાકાર કરી છે.

આ પણ વાંચો-Breaking News : CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને લઇને આવ્યા Good News, ત્રણ મહિનાની સારવાર બાદ સ્વસ્થ થઇ ઘરે પરત ફરશે

બિનલબેન મેકવાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ખેતીવાડી પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે.તેઓ શાળા સમય પહેલા અને બાદ પણ વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપવા સાથે સંશોધનાત્મક શિક્ષણ પધ્ધતિ થકી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.

વિદ્યાર્થીઓનો ગાણિતિક પાયો બનાવી રહ્યા છે મજબૂત

બિનલબેન મેકવાન ધોરણ-3થી 5માં ગણિત વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવી વિવિધ શૈક્ષણિક સાધનો થકી વિદ્યાર્થીઓનો ગાણિતિક પાયો મજબૂત બનાવી રહ્યા છે. વાંચન-લેખન-ગણન માટે ટી. એલ. એમની રચના કરી શિક્ષણ આપવું, વિદ્યાર્થીઓ માટે શાળા સમય બાદ શૈક્ષણિક વર્ગોનું આયોજન, વાલી સંપર્ક,વાલી મિટિંગ દ્વારા વિદ્યાર્થીઓનું સતત મોનીટરીંગ, એકમ કસોટી અને તેના ઉપચારાત્મક કાર્યનું આયોજન કરવું, શાળાની ભૌતિક સુવિધામાં વધારો થાય તે માટે દાતાઓનો સંપર્ક કરવો, શાળામાં ઇનોવેશન દ્વારા શિક્ષણકાર્ય, ક્રિયાત્મક સંશોધન દ્વારા એકમોનું સરળીકરણ, શૈક્ષણિક વીડિયો દ્વારા શિક્ષણ,વિશેષ દિનની ઉજવણી અને યુ ટ્યુબ પર દિન મહિમા તેમજ માહિતીલક્ષી અન્ય વીડિયોનું નિર્માણ કરી વિદ્યાર્થીઓના શૈક્ષણિક પાસાને મજબૂત બનાવવાનું કાર્ય તેઓ કરી રહ્યા છે.

શાળાની પ્રવૃતિઓમાં ભાગ લેવા વિદ્યાર્થીઓને કરે છે પ્રોત્સાહિત

શિક્ષક તરીકેની 23 વર્ષની કારકિર્દી દરમિયાન તેઓએ ધોરણ-1 અને 2માં 15 વર્ષ કરતાં વધુ સમય શૈક્ષણિક કાર્ય કરીને વિદ્યાર્થીઓને આપવામાં આવતું પાયાનું શિક્ષણ મજબૂત કરવાના અથાગ પ્રયત્નો કર્યા છે. વર્ષ 2019માં બ્લોક કક્ષાએ ધોરણ-1 અને 2ના બાહ્ય મૂલ્યાંકનમાં આણંદ નગરપાલિકાની તમામ શાળાઓમાં બિનલબેન મેક્વાનની શાળા અને તેમનો વર્ગ પ્રથમ ક્રમે આવ્યો હતો. જે તેમના કાર્યની સફળતા દર્શાવે છે.

બિનલબેન ક્રિયાત્મક સંશોધન અને ઇનોવેશન ફેરમાં નાવીન્યપૂર્ણ કાર્ય કરીને અન્ય શિક્ષકો માટે પ્રેરકરૂપ બન્યા છે. શાળાની તમામ પ્રવૃતિઓમાં ઉત્સાહભેર ભાગ લઇ વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે પ્રોત્સાહિત કરે છે. આણંદ નગર પાલિકા કક્ષાએ ગરબા સ્પર્ધાઓમાં દર વર્ષે વિજેતા બનવાનું ગૌરવ તેઓને પ્રાપ્ત થયું છે. યુ-ટ્યુબ ચેનલ મારફતે વિવિધ શૈક્ષણિક વિડીયો બનાવીને રાજ્યની ધોરણ-1 થી 8 ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર્ગદર્શન આપવાના તેઓના પ્રયત્નોને શિક્ષકોએ બિરદાવ્યા છે.

અત્યાર સુધી 250 થી વધુ વિડીયો બનાવીને યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા છે. DD ગિરનાર ચેનલ પર પણ શૈક્ષણિક વિડીયો બનાવવામાં તેમનું યોગદાન રહ્યું છે. GCERT, ગાંધીનગર આયોજિત ‘દિન વિશેષ’ અંકમાં વિશેષ યોગદાન આપી આણંદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

બિનલ મેકવાનને અત્યાર સુધી શિક્ષણ વિભાગ તરફથી પ્રતિભાશાળી શિક્ષક, રોટરી ક્લબ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, સમગ્ર શિક્ષા વિભાગ તરફથી હોમલર્નિંગ સન્માન, IITE, ગાંધીનગર દ્વારા સંચાલિત રેડિયો પ્રોગ્રામમાં જોડાવા સન્માન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તમામ પ્રાથમિક શાળાઓમાંથી શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન જેવી સિદ્ધિઓ મેળવી ચૂકયા છે.

આ ઉપરાંત કોરોના મહામારી દરમ્યાન શિક્ષણ વિભાગ સંચાલિત હોમ લર્નિંગ ડી.ડી.ગિરનાર કાર્યક્રમમાં ધોરમ-1ના લેશન આપવા પસંદ થવા સાથે કોરોના મહામારી દરમ્યાન વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવા માટે પોતાની યુ-ટ્યુબ ચેનલ શરુ કરીને 180થી વધુ શૈક્ષણિક વિડિયો બનાવી શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું હતું. મૂર્ત વસ્તુઓ દ્વારા સરવાળા અને બાદબાકીના તથ્યો વિષય પર ક્રિયાત્મક સંશોધન, ઉત્સવ મહિમા પુસ્તકનું પ્રકાશન અને 100 જેટલા વિવિધ ધર્મના તહેવારોનો પરિચય આપતું QR કોડ સાથેનું પુસ્તક શિક્ષણ જગતને અપર્ણ કર્યું છે.

આણંદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">