Anand : બોરસદના સીસ્વા ગામમાં જળબંબાકારની સ્થિતિ, 350 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા

ખાસ કરીને બોરસદના સીસ્વા(Sesva) અને કંસારી ગામની સૌથી ખરાબ હાલત થઇ છે.ભારે વરસાદને પગલે આ બંને ગામોના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

Anand : બોરસદના સીસ્વા ગામમાં જળબંબાકારની સ્થિતિ, 350 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા
Heavy rain in sesva village
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 12:15 PM

Monsoon 2022 : ગઇકાલે 6 કલાકમાં ખાબકેલા 11 ઇંચ વરસાદે આણંદના બોરસદમાં(Borsad Taluka)  જળબંબાકારની સ્થિતિનું નિર્માણ કર્યું છે. અહીં રીતસર આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.ભારે વરસાદને(heavy Rain) પગલે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ છે.તો અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે.ખાસ કરીને બોરસદના સીસ્વા(Sesva) અને કંસારી ગામની સૌથી ખરાબ હાલત થઇ છે.ભારે વરસાદને પગલે આ બંને ગામોના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

સીસ્વામાં આકાશી આફત વરસી

બોરસદ તાલુકાનુ સીસ્વા ગામ હાલ બેટમાં ફેરવાયુ છે,ત્યારે વરસાદની આગાહીને (Rain Forecast) પગલે તંત્ર દ્વારા 250 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.અહી જ્યાં જુઓ ત્યાં પાણી પાણી છે.ઘર હોય કે દુકાન,ખેતર હોય કે ગામની ભાગોળ.સ્થિતિ એટલી ખરાબ છે કે રસ્તા પર નદીઓ વહી રહી છે.તો ગ્રામજનોએ પોતાના ઘરો પર આશરો લેવાની ફરજ પડી છે.નાગરિકોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરીને પારાવાર નુકસાન સર્જાયુ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

NDRFની ટીમની પણ મદદ લેવામાં આવી

તો ભારે વરસાદને સ્થાનિક તંત્ર સાથે NDRFની ટીમની પણ મદદ લેવામાં આવી.અને અત્યાર સુધી કુલ 350 કરતા વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.આ તમામને સરકારી શાળામાં(Govt School)  આશરો આપવામાં આવ્યો છે અને સ્થાનિક તંત્ર દ્વારા ખાવા-પીવાની વ્યવસ્થા કરી હોવાનો દાવો સ્થાનિક અધિકારીઓ કરી રહ્યા છે

g clip-path="url(#clip0_868_265)">