AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat: પત્ની સાથેના સંબંધોને લઇને વારંવાર ચર્ચામાં રહેતા ભરતસિંહ સોલંકીની રાજકીય સફર વિશે જાણો

કોંગ્રેસ નેતા  ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) આજે એક વીડિયોને લઇને ચર્ચામાં છે. ભરતસિંહનો એક યુવતી સાથેનો વીડિયો વાયરલ થયો છે.

Gujarat: પત્ની સાથેના સંબંધોને લઇને વારંવાર ચર્ચામાં રહેતા ભરતસિંહ સોલંકીની રાજકીય સફર વિશે જાણો
Bharatsinh Solanki (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2022 | 5:59 PM
Share

કોંગ્રેસ નેતા  ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) આજે એક વીડિયોને લઇને ચર્ચામાં છે. ભરતસિંહનો એક યુવતી સાથેનો વીડિયો વાયરલ થયો છે. ભરતસિંહ સોલંકી કોંગ્રેસના (Congress) વરીષ્ઠ નેતા છે, ત્યારે તેમના વિશે જાણવામાં સૌ કોઇને રસ હોય. ભરતસિંહ સોલંકી સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના (Madhav Singh Solanki) પુત્ર છે. માધવસિંહ સોલંકી પણ રાજકારણમાં લાંબી કારકિર્દી ગુજારી ચુક્યા છે. ભરતસિંહ સોલંકી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના 25માં પ્રમુખ હતાં. આ ઉપરાંત તેઓ ભારત દેશની 14મી લોકસભાના સભ્ય રહી ચુક્યા છે. તેમણે વર્ષ 2004 થી 2014 સુધી ગુજરાત રાજ્યના આણંદ સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

ભરતસિંહ સોલંકીનો જન્મ 26 નવેમ્બર 1953ના રોજ થયો હતો. ભરતસિંહ સોલંકી UPA-2 સરકાર દરમિયાન કેબિનેટમાં પેયજળ અને સેનિટેશન પ્રધાન તરીકેનું પદ સંભાળેલુ છે. આ અગાઉ તેઓ કેન્દ્રની યુપીએ સરકારમાં રાજ્ય કક્ષાના ઉર્જામંત્રી પણ રહી ચુક્યા છે. તેઓ વર્ષ 2004 થી 2006 દરમિયાન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી પણ રહી ચુક્યા છે. 2004 અને 2009માં બે વખત આણંદ લોક સભાની બેઠક જીત્યા બાદ 2014માં તેઓ ભાજપના દિલિપભાઇ પટેલ સામે ચૂંટણીમાં હારી ગયા હતા.

ભરતસિંહની રાજકીય કારકીર્દી

1992 – મહામંત્રી (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ) 1995-2004 – સભ્ય, ગુજરાત વિધાનસભા (ત્રણ ટર્મ) 2003-2004 – વિરોધ પક્ષના નાયબ નેતા, ગુજરાત વિધાનસભા 2004-2014 – સંસદ સભ્ય 2004 – સચિવ, A.I.C.C. 2006-2008 – પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જૂન 2009-જાન્યુઆરી 2011, કેન્દ્રીય ઊર્જા રાજ્ય મંત્રી (ભારત સરકાર) જાન્યુઆરી 2011-ઓક્ટોબર 2012, રેલવે રાજ્ય મંત્રી (ભારત સરકાર) ઓક્ટોબર 2012 – મે 2014, પીવાના પાણી અને સ્વચ્છતા રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) 2015-માર્ચ 2018 – પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

મહત્વનું છે કે કોંગ્રેસ (Congress) ના નેતા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) ફરી વિવાદમાં આવ્યા છે. હાલમાં તેમનો અને એક યુવતિનો વીડિયો (Video) વાયરલ થયો છે જેને લઈને ભરતસિંહની પત્નીએ હોબાળો બચાવ્યો હતો. આ યુવતી સાથે સંબંધો હોવાનો ભરતસિંહની પત્નીએ આરોપ લગાવ્યો છે. યુવતિને કારણે પતિ-પત્નીના સંબંધો બગડ્યા હોવાનો ભરતસિંહની પત્નીનો આક્ષેપ છે. વાયરલ વીડિયો ગઈકાલનો હોવાની થઈ ચર્ચા ચાલી છે.

g clip-path="url(#clip0_868_265)">