ખેડા અને આણંદ જિલ્લા પર કોણ રાખી રહ્યું છે આકાશી નજર ? લોકોમાં છવાયો ચિંતાનો માહોલ

|

Jun 07, 2022 | 1:17 PM

થોડા દિવસ પહેલા આણંદ (Anand) અને ખેડા (Kheda) જિલ્લામાં આકાશમાંથી ધાતુના ગોળા જેવો પદાર્થ પડ્યો હતો.. ત્યાં વધુ એક આકાશી આફત આ બંને જિલ્લામાં ફરી રહી હોય તેવુ લોકોને લાગી રહ્યુ છે.

ખેડા અને આણંદ જિલ્લા પર કોણ રાખી રહ્યું છે આકાશી નજર ? લોકોમાં છવાયો ચિંતાનો માહોલ
Drone spotted in skies of rural kheda and Anand.

Follow us on

ખેડા (Kheda) અને આણંદ (Anand) જિલ્લામાં આકાશી આફતો વારંવાર સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા આણંદ અને ખેડા જિલ્લામાં આકાશમાંથી ધાતુના ગોળા જેવો પદાર્થ પડ્યો હતો. જે પછી તે સેટલાઇટની કોઇ વસ્તુ હોવાનું માનવામાં આવી રહ્યુ હતુ. જો કે હજુ પણ આ પદાર્થ શું છે તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. ત્યાં વધુ એક આકાશી આફત આ બંને જિલ્લામાં ફરી રહી હોય તેવુ લોકોને લાગી રહ્યુ છે. કારણકે આ બંને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં લોકોએ આકાશમાં ડ્રોન (Drones) ઉડતા જોયા છે. જેને લઇને લોકોમાં હવે ચિંતાનો માહોલ છે.

ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે જોવા મળે છે ડ્રોન

ખેડા અને આણંદ જિલ્લાના કેટલાક ગામોમાં થોડા દિવસ પહેલા આકાશમાંથી ધાતુના ગોળા જેવા પદાર્થ પડ્યા હતા. હવે અહીં આકાશમાં ડ્રોન ઉડતા દેખાઇ રહ્યાં છે. સોમવારે રાત્રે શંકાસ્પદ કેમેરાવાળા ડ્રોન દેખાતા લોકોમાં કુતૂહલ સાથે ચિંતાનો માહોલ છવાયો છે. આણંદ અને ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રાત પડતાની સાથે જ આકાશમાં ડ્રોન જોવા મળી રહ્યાં છે.

ડ્રોન દેખાતા લોકોમાં ચિંતાનો માહોલ

દેગામ, ઝારોલ, અને સલાણી ઈટાવા જેવા વિસ્તારમાં રાતના સમયે આકશમાં ડ્રોન ઉડતા જોવા મળ્યા છે. અલગ અલગ વિસ્તારમાં આકાશમાં ડ્રોન કેમેરા દેખાતા લોકોમાં ચિંતા વ્યાપી છે અને ગામના લોકો મોડી રાત સુધી જાગીને ડ્રોન પર નજર રાખી રહ્યાં છે. થોડા સમય પહેલાં મહેમદાવાદમાં ડ્રોન જોવા મળ્યા હતા. દેગામમાં પણ રાત્રે આકાશમાં ચક્કર લગાવતા ડ્રોન જોવા મળ્યા હતા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ગ્રામજનોનું માનીએ તો 4 જૂનના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ ત્રણ ડ્રોન જોવા મળ્યા હતા. જે પછી ગામના લોકોએ મોડી રાત સુધી જાગીને ડ્રોન પર નજર રાખી હતી. જો કે આ ડ્રોન શેના છે અને કોઇ સંસ્થા કે પ્રક્ટીસ કરનાર વ્યક્તિ દ્વારા ઉડાડવામાં આવી  રહ્યા છે કે કેમ તે તપાસનો વિષય બન્યો છે.

પોલીસ સમગ્ર મામલે કરી રહી છે તપાસ

સમગ્ર મામલે એસપી રાજેશ ગઢિયાએ TV9 સાથે ફોન ઉપર વાતચીત કરી હતી અને જણાવ્યુ હતુ કે છેલ્લા ઘણા દિવસથી તેમને અલગ અલગ વિસ્તારમાંથી લોકોના ડ્રોન દેખાયા હોય તેવા ફોન આવે છે. પોલીસ પણ તાત્કાલિક ત્યાં પહોંચે છે. જો કે પોલીસને ત્યાં નરી આંખે આ ડ્રોન જોવા મળ્યા નથી. જો કે લોકોએ જે ફોટો લીધા હોય તે પોલીસને મળ્યા છે. એસપી ગઢિયાએ એમ પણ જણાવ્યુ કે લોકલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે ત્યાં કોઇ ફાર્મ હાઉસ હોય અને કોઇ પ્રેક્ટિસ કરી રહ્યુ છે કે કેમ. કારણકે ડ્રોન મંજુરી વિના કોઇ ઉડાડી શકે નહીં. એસપી ગઢિયાએ કહ્યુ કે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.

Next Article