AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dakor Temple: ડાકોર રણછોડજી મંદિરમાં નિયમ વિરૂદ્ધ મહિલાઓને ગર્ભગૃહમાં દર્શનથી વિવાદ, વાયરલ વિડિયો બહાર આવતા મામલો પોલીસ મથકે પહોચ્યો

| Updated on: May 27, 2021 | 8:41 AM
Share

Dakor Temple: ખેડાના ડાકોર રણછોડજી મંદિરમાં કલેક્ટરના જાહેરનામા ભંગની ઘટના સામે આવી છે અને મંદિરના પૂજારી પર નિયમ વિરૂદ્ધ મહિલાઓને ગર્ભગૃહમાં દર્શન કરાવ્યાનો આરોપ લાગ્યો છે.

Dakor Temple: ખેડાના ડાકોર રણછોડજી મંદિરમાં કલેક્ટરના જાહેરનામા ભંગની ઘટના સામે આવી છે અને મંદિરના પૂજારી પર નિયમ વિરૂદ્ધ મહિલાઓને ગર્ભગૃહમાં દર્શન કરાવ્યાનો આરોપ લાગ્યો છે. સોશિયલ મીડિયામાં હાલ મહિલાઓના દર્શનનો વીડિયો થયો વાયરલ થયો છે.

જેમાં જોઇ શકાય છે કે મહિલાઓએ સિંહાસન પર ચઢીને ભગવાનના ચરણ સ્પર્શ કરીને દર્શન કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે મહામારીને પગલે હાલ મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ છે ત્યારે નિયમ વિરૂદ્ધ મહિલાઓને મંદિર પ્રવેશ કરાવાતા ભક્તોમાં રોષની લાગણી ફેલાઇ છે. ચર્ચા એ વાતની પણ છે કે મંદિરના કર્મચારીએ મહિલાઓને રોકતા ઉગ્ર બોલાચાલી થઇ હતી અને પૂજારીએ કર્મચારીને ધક્કે ચઢાવ્યો હતો. જોકે ગેરકાયદે મંદિર પ્રવેશનો વિવાદ ડાકોર પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

જણાવવું રહ્યું કે ડાકોર ટેમ્પલ કમિટિ દ્વારા કોરોનાનું સંક્રમણ વધી જતા મંદિરમાં દર્શન બંધ કરવાનો નિર્ણય લીધો હતો. કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે જિલ્લા કલેક્ટર દ્વારા પણ આ મુદ્દે જાહેરનામું બહાર પાડીને ભીડ એકત્રિત ન કરવી તેમજ મંદિર બંધ રાખવાનો આદેશ હતો.

હવે સોશિયલ મિડિયામાં વાયરલ વિડિયો બહાર આવતા મંદિરમાં અંદરખાને દર્શન કરાવવામાં આવી રહ્યા હોવાનો પર્દાાશ થયો છે. આ મહિલાઓ કોણ હતચી અને કેવા સંજોગોમાં તેમને દર્શન કરાવામાં આવ્યા અને કોનાં ઈશારે તેમને પ્રવેશ મળ્યો વગેરે બાબતો હવે પોલીસ મથકે પહોચી છે ત્યારે ઝડપથી તેના પર ખુલાસો થાય તેવી શક્યતા છે. મંદિરનાં આ વિડિયોને લઈને ભક્તોમાં ભારોભાર રોષની લાગણી જન્મી છે.

Published on: May 27, 2021 08:38 AM
g clip-path="url(#clip0_868_265)">