AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આણંદના સામરખા ગામમાં ધ્વજ ફરકાવવા બાબતે છમકલું, તિરંગા રેલી બાબતે બબાલ થઈ હોવાની ચર્ચા, જુઓ Video

ઘટનાની જાણ થતાં SP, DySP, SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. પોલીસે સમયસર પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો છે અને પોલીસે ઘટના અંગેની તપાસ હાથ ધરી છે. સામરખા ગામ હાલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

Breaking News : આણંદના સામરખા ગામમાં ધ્વજ ફરકાવવા બાબતે છમકલું, તિરંગા રેલી બાબતે બબાલ થઈ હોવાની ચર્ચા, જુઓ Video
Anannd
| Updated on: Aug 19, 2023 | 12:02 AM
Share

આણંદના (Anand) સામરખા ગામમાં 2 વિધર્મી યુવકો દ્વારા ખેતરમાં એક યુવકને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. સામરખામાં ગત 15 ઓગસ્ટે તિરંગા રેલીની અદાવત બાબતે બબાલ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઇજાગ્રસ્ત યુવક હાલ સારવાર હેઠળ છે.

આ પણ વાંચો Anand : શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના, શિક્ષકે 11 વર્ષની વિદ્યાર્થિનીને ભર્યા બચકા, જૂઓ Video

સામરખા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

ઘટનાની જાણ થતાં SP, DySP, SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. પોલીસે સમયસર પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો છે અને પોલીસે ઘટના અંગેની તપાસ હાથ ધરી છે. સામરખા ગામ હાલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા હોસ્પિટલમાં ઉમટી પડ્યા

ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે આણંદ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા. ત્યારે સામરખા ગામમાં હિંદુ યુવાનને મુસ્લિમ યુવાનો દ્વારા માર મારવાનો મુદે હિંદુ નેતા પિંકલ ભાટિયા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ વોર્ડમાં જ પિંકલ ભાટિયાએ હંગામો કર્યો હતો. જે બાદ પોલીસે હિંદુ યુવાનોને હોસ્પિટલ બહાર કાઢ્યા હતા.

આણંદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">