Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આણંદના સસ્પેન્ડેડ કલેક્ટર ડીએસ ગઢવીની વધી શકે છે મુશ્કેલી, ACS સુનયના તોમર કમિટી રુબરુ જઇ કરશે તપાસ, જૂઓ Video

એકતરફ ગઢવી સાથે વીડિયોમાં દેખાતી મહિલા અંગે રહસ્ય ઘેરાયું છે, તો બીજીતરફ આ પ્રમોટિવ IASના અધમ કૃત્યોના ફૂટેજ પાછળ બીજુ કંઈ નહીં પણ લાંચની રકમની વહેંચણી અને વહીવટી તંત્રમાં વર્ચસ્વની લડાઈ કારણભૂત હોવાની ચર્ચા છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 10:04 AM

Anand :  આણંદના સસ્પેન્ડેડ કલેક્ટર (Suspended Collector) ડીએસ ગઢવીની (DS Gadhvi) મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. ગઢવી સામે તપાસ તેજ કરવામાં આવી છે. ACS સુનયના તોમર કમિટી આણંદ જિલ્લા કલેક્ટર (collector) કચેરીમાં જઈને રૂબરૂ તપાસ કરશે. આ કમિટીએ 13મી જૂને સામાન્ય વહીવટ વિભાગને મળેલી ફરિયાદ અને વીડિયો ફૂટેજમાં ગઢવી સાથે દેખાતી મહિલા કોણ છે તેની તપાસ શરૂ કરી છે.વધુ તપાસ માટે કમિટી કલેક્ટર ઓફિસ અને જિલ્લા વહીવટી તંત્રમાં ફરજ બજાવતા અન્ય કર્મચારીની પણ પૂછપરછ કરશે.

આ પણ વાંચો-Banaskantha: બે યુવકોને દોરડાથી બાંધીને મહિલા સહિત અન્ય લોકોએ માર્યો માર, વધુ એક તાલિબાની સજાનો Video થયો વાયરલ

એકતરફ ગઢવી સાથે વીડિયોમાં દેખાતી મહિલા અંગે રહસ્ય ઘેરાયું છે, તો બીજીતરફ આ પ્રમોટિવ IASના અધમ કૃત્યોના ફૂટેજ પાછળ બીજુ કંઈ નહીં પણ લાંચની રકમની વહેંચણી અને વહીવટી તંત્રમાં વર્ચસ્વની લડાઈ કારણભૂત હોવાની ચર્ચા છે. કહેવાય છે કે કલેક્ટર ઓફિસના નજીકના વગદાર GAS ઓફિસરે જાન્યુઆરીમાં છૂપા કેમેરા દ્વારા સ્ટિંગ ઓપરેશન કરાવ્યું હતું. એટલું જ નહીં તત્કાલીન RAC કેતકી વ્યાસની પણ તપાસ કરાશે.

ભગવાનને કાપેલા ફળો ધરાવવા કે આખા ફળ ધરાવવા ? જાણો પ્રેમાનંદ મહારાજ પાસેથી
ઘરમાં અચાનક પોપટનું આવવું આપે છે ધનલાભના સંકેત? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 03-04-2025
સારા તેંડુલકરે મુંબઈની ટીમ ખરીદી
ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?

સચિવાલયમાં થતી ચર્ચા મુજબ જમીન મહેસૂલી કામગીરી માટે આણંદ જેવા મહત્વના જિલ્લામાં પોસ્ટિંગ મેળવનારા કલેક્ટર ગઢવી અને અધિકારી નિવાસી અધિક કલેક્ટર RAC વ્યાસ વચ્ચે તાલમેલ નહોતો. દરમિયાન અધમ કૃત્યનો વીડિયો વાયરલ થયો છે. 16 જૂને સરકારને ફરિયાદ મળ્યા બાદ 9 ઓગસ્ટે ગઢવીને સસ્પેન્ડ કર્યા પહેલા જ GADએ GAS કેડરના કેતકી વ્યાસને તાપીમાં DRDA તરીકે બદલી કરી છે.

આણંદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">