Gujarati Video : આણંદમાં નક્લી માર્કશીટના આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયુ, આરોપી પાસેથી 189 બોગસ સર્ટી જપ્ત કરાયા
Anand: બોગસ માર્કશીટના આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયુ છે. આરોપીઓ પાસેથી 16 ઓરિજીનલ અને 189 નક્લી સર્ટીફિકેટ જપ્ત કરવામાં આવ્યા છે. ચાંગા ચારુસેટ યુનિવર્સિટી પાસે આવેલ પ્રાઈમ કોમ્પલેક્સમાંથી દસ્તાવેજ જપ્ત કરામાં આવ્યા છે.
આણંદમાં ચાંગામાં નક્લી સર્ટિફિકેટના આધારે વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આરોપીઓ પાસેથી 16 ઓરિજીનલ અને 18 સર્ટીફિકેટ જપ્ત કરાયા છે. ચાંગા ચારૂસેટ યુનિવર્સિટી પાસે આવેલ પ્રાઈમ કોમ્પલેક્સમાંથી દસ્તાવેજ ઝડપાયા છે. એસઓજી પોલીસે નરસંડાના રોનક હિમાંશુ પંડ્યાની અટકાયત કરી છે. ઉપરાંત અન્ય બે આરોપીઓ આણંદના દેવેન્દ્ર પટેલ અને વડોદરાના નિશીથની તપાસ શરૂ છે.
પોલીસ તપાસમાં રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. આરોપીઓ પાસેથી 189 બનાવટી સર્ટિફિકેટ, પાસબુક, ચેકબુક અને પાસપોર્ટ સહિતના દસ્તાવેજ કબ્જે કર્યા છે.
દરોડામાં દુકાનની અંદર એક શખ્સ મળી આવ્યો હતો
આણંદ એસઓજીએ બાતમીના આધારે ચાંગા ગામના લોટસ પ્રાઇમ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાન નં.2માં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં દુકાનની અંદર એક શખ્સ મળી આવ્યો હતો. તેની અટક કરી પુછપરછ કરતાં તે રોનક હિમાંશુ પટેલ હોવાનું જણાવ્યું હતું અને પોતે વિદેશ જવા ઇચ્છતા ગ્રાહકોને વિદેશ મોકલવા અંગેના વીઝા અંગેનું કામ કરતાં હોવાનું જણાવ્યું હતું.
ઓફિસના ટેબલ પર અનેક લીલા કલરના કવરોમાં કાગળો મળી આવ્યાં હતાં. જે જોતા તેમાં વિદેશ જવા માંગતા અલગ અલગ ગ્રાહકોના સર્ટીફિકેટ, દસ્તાવેજી કાગળો હોવાનું જણાવ્યું હતું. જે ખોલીને જોતા તેમાં સરકારી શૈક્ષણિક સંસ્થાઓના દસ્તાવેજો મળી આવ્યાં હતાં. આ તમામ દસ્તાવેજની ખરાઇ કરતા અલગ અલગ શૈક્ષણિક સંસ્થાના સર્ટીફિકેટ બોગસ હોવાનું ખુલ્યું હતું.