પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારતના સપનાને ઉમરેઠ પાલિકાના સત્તાધીશો જ ચકનાચૂર કરી રહ્યા છે !

ભારતના પ્રધાનમંત્રી એક તરફ સ્વચ્છ ભારત બનાવવા અને નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા રાત દિવસ એક કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક ભાજપના ઉમરેઠ નગરપાલિકાના સત્તાધીશો જ તેમના રાષ્ટ્રીય નેતાના સપના પર પાણી ફેરવી રહ્યા છે.

પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારતના સપનાને ઉમરેઠ પાલિકાના સત્તાધીશો જ ચકનાચૂર કરી રહ્યા છે !
Anand: Umreth Municipality toilet scam? 500 families still lack toilets
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 02, 2022 | 7:02 PM

ઉમરેઠ પાલિકાનું શૌચાલય કૌભાંડ ? ઉમરેઠ પાલિકામાં 500 પરિવારો હજી પણ ખુલ્લામાં જવા મજબૂર?

Anand : શિલ્ક સિટી તરીકે જાણીતા અને ચરોતરનો ઉંબરો ગણાતા ઉમરેઠ (Umreth) શહેર. ઉમરેઠ શહેરમાં વર્ષ 2015-16ના વર્ષમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન યોજના કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નંબર 6 વ્યાસનો કૂવો વિસ્તાર અને વોર્ડ 7 રેલવે સ્ટેશન પાછળ આવેલા સ્લમ વિસ્તારોમાં 500 પરિવારોના ઘર બહાર પાલિકા દ્વારા શૌચાલય (Toilet Scandal)બનાવવામાં આવ્યા હતા .આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે જે એજન્સી દ્વારા કામ કરવામાં આવ્યું તેમાં માત્ર દેખાડો કરવામાં આવ્યો હોય તેવું દ્રશ્ય જોઈને જ સમજમાં આવી જાય છે.

અમદાવાદ સાયન્સ સિટી રોડ પર આવેલ પ્રાઈડ ઈમેજ બિલ્ડિંગમાં 101 નંબરની ઓફિસમાં સર્વોદય ટ્રસ્ટ દ્વારા ઉમરેઠમાં આ શૌચાલય બનાવવામાં આવ્યા હતા. જોકે સમગ્ર કામગીરીમાં માત્રને માત્ર વેઠ ઉતારવામાં આવી હોય તેવું સ્પષ્ટ હોવા છતાં પાલિકા દ્વારા થોડા દિવસ પહેલા સર્વોદય ટ્રસ્ટને 18 લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે .

પાલિકાએ શૌચાલય તો બનાવ્યા છે પણ ખાળ કૂવાની કે પાણીની સુવિધા ન હોવાને કારણે અમારે આજે પણ ખુલ્લામાં શૌચક્રિયા કરવા જવું પડે છે : નાગરિકો

ભારતના પ્રધાનમંત્રી એક તરફ સ્વચ્છ ભારત બનાવવા અને નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા રાત દિવસ એક કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક ભાજપના ઉમરેઠ નગરપાલિકાના સત્તાધીશો જ તેમના રાષ્ટ્રીય નેતાના સપના પર પાણી ફેરવી રહ્યા છે. ઉમરેઠ નગરપાલિકાના સત્તાધીશો શહેરના નાગરિકોને યોગ્ય સુવિધાઓ પૂરી કરવાનો બદલે ખાનગી એજન્સી માટે જ સત્તાસ્થાને બિરાજતા હોય તે આ ઘટના પરથી સ્પષ્ટ થઈ જાય છે. અને પાલિકાના પદાધિકારીઓની સાથે સાથે પાલિકાના એન્જીનિયરની ભૂમિકા પર પણ પ્રશ્નો ઉઠી રહયા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પોતાના કાર્યક્ષેત્રમાં સરકારી યોજના હેઠળ કરવામાં આવેલ કામગીરીમાં ગંભીર ક્ષતિઓ હોવા છતાં પણ ખાનગી એજન્સીના ખિસ્સા ભરવા માટે જ શૌચાલયની કામગીરી યોગ્ય હોવાનો રિપોર્ટ કરતા જ અમદાવાદની એજન્સી રૂપિયા મેળવી લેવામાં સફળ રહી છે. ત્યારે સમગ્ર મામલે ગુજરાત સરકારના શહેર વિકાસ વિભાગ દ્વારા પાલિકા ,પાલિકાના પદાધિકારીઓ અને અધિકારી સામે કોઈ કાર્યવાહી કરશે ખરા ??તે પ્રશ્ન ભોગ બનનાર નાગરિકો અને વિપક્ષને થઈ રહ્યો છે.

આ પણ વાંચો : રાજ્યના NFSA કાર્ડ ધારક એવા 70 લાખ પરિવારોને હવે રૂ. 50 પ્રતિ કિલોના ફિક્સ ભાવે તુવેરદાળ મળશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, રાજ્યના વ્યાજબી ભાવના દુકાન સંચાલકોના કમિશન દરમાં 1લી જાન્યુઆરી 2022થી વધારો

g clip-path="url(#clip0_868_265)">