AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand: સરદાર પટેલ યુનિવર્સિટીમાં “MODI@20, DREAMS, MEET, DELIVERY” પુસ્તક ઉપર યોજાયુ વ્યાખ્યાન

Anand: સરદાર પટેલ યુનિવર્સિટીમાં "MODI@20, DREAMS, MEET, DELIVERY" પુસ્તક પર વ્યાખાન યોજાયુ હતુ, જેમા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા, આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, સરદાર પટેલ યુનિ.ના કુલપતિ સહિતના મહાનુંભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પુસ્તક વિશે ચર્ચા કરી હતી.

Anand: સરદાર પટેલ યુનિવર્સિટીમાં MODI@20, DREAMS, MEET, DELIVERY પુસ્તક ઉપર યોજાયુ વ્યાખ્યાન
Modi@20
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Aug 27, 2022 | 6:15 PM
Share

આણંદમાં  સરદાર પટેલ યુનિવર્સીટી (Sardar Patel University)ના એમ. પી. પટેલ ઓડિટોરિયમ ખાતે કેન્દ્રીય મત્સ્ય-પશુપાલન તેમજ ડેરી ઉદ્યોગ મંત્રી પરશોત્તમ રૂપાલા (Parshotam Rupala)ના અધ્યક્ષસ્થાને અને આણંદના સાંસદ મિતેષભાઈ પટેલ, સરદાર પટેલ યુનિવર્સીટીના કુલપતિ પ્રો. નિરંજનભાઈ પટેલ, ગુજરાત યુનિવર્સીટીના ડૉ. જગદીશ ભાવસાર, સરદાર પટેલ યુનિવર્સીટીનાં કુલસચિવ ડૉ. ભાઈલાલભાઈ પટેલ અને એમ.એસ યુનિવર્સીટીનાં સિન્ડિકેટ સદસ્ય સત્યેન કુલાબકરની વિશેષ ઉપસ્થિતિમાં “Modi @20, DREAMS, MEET, DELIVERY” પુસ્તક પર ખાસ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

કાર્યક્રમના પ્રારંભમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નિરંજન પટેલે જણાવ્યું હતું કે, 21 મી સદીમાં નરેદ્ર મોદી એ ભારતનો પર્યાય છે, તેમણે સમગ્ર દુનિયામાં ભારતના નેતૃત્વની એક અલગ છાપ ઊભી કરી છે. કોરોના મહામારીમાં પણ લોકોનો વિશ્વાસ નરેંદ્રભાઇ મોદી ઉપર અતુટ રહ્યો છે.

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ પુસ્તક વિશે જણાવ્યું હતુ કે, MODI@20 પુસ્તકમાં નરેન્દ્ર મોદીની 20 વર્ષની યાત્રાને શબ્દદેહ આપવાનો યથાર્થ પ્રયાસ કરાયો છે, જે અન્ય માટે પ્રેરણાદાયી સાબિત થશે. આ પુસ્તકમાં વિવિધ ક્ષેત્રના 22 જેટલા મહાનુભાવો દ્વારા લેખ લખવામાં આવ્યા છે. આ પુસ્તક એ રાષ્ટ્રનો વિકાસ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે છે.

PM મોદીની મુત્સદગીરીને કારણે ભારતીયો યુક્રેનથી સલામત પરત આવ્યા: રૂપાલા

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ નરેન્દ્રભાઇ મોદીને સામાન્ય કાર્યકર્તાથી લઈને વડાપ્રધાન સુધીની યાત્રાને બિરદાવતાં જણાવ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રૂપમાં આટલું વિરાટ વ્યક્તિત્વ આપણી સામે ઉભર્યું છે. નરેન્દ્રભાઈ જ્યારે પણ કોઈ દેશમાં પ્રવાસ કરવા જાય ત્યારે આપણને ત્યાં આખું ભારત ઉતાર્યું હોય તેવી અનુભૂતિ થાય. તેમણે યૂક્રેન –રશિયાના યુધ્ધ દરમિયાન ભારતીયોને યૂક્રેનમાંથી સહી સલામત પરત લાવવાની વડાપ્રધાન મોદીની મુત્સદીગીરીનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતુ કે, યુદ્ધના ઇતિહાસકારોએ ભવિષ્યમાં લખવું પડશે કે, યુધ્ધના સમયમાં ફક્ત સફેદ ઝંડો નહીં, પરંતુ જો ત્રિરંગો હોય તો પણ કોઈને મરાય નહીં.

નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિના કારણે ભારત વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ: રૂપાલા

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જણાવ્યુ કે છેલ્લા 20 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીની કુનેહ અને દીર્ઘદ્રષ્ટીના પરિણામે આજે ભારતની ખ્યાતી વિશ્વમાં પ્રતિષ્ઠીત થઈ છે, અનેક મુસીબતો, સંકટો, કુદરતી- માનવ સર્જીત આફતોની સામે પણ નરેન્દ્રભાઈની અડગ ઈચ્છાશક્તિના કારણે ભારત વિશ્વગુરૂ બનવા તરફ ઝડપભેર આગળ વધી રહયું છે. ભૂકંપ બાદના કચ્છનું પુન:સર્જનનું કાર્ય હોય કે પાણીની વિકટ પરિસ્થિતિ સામે કેવડીયાથી કચ્છની કાંધ સુધી પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય હોય, નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં આવા અનેક વિરાટ કાર્યો થયાં છે, એટલું જ નહી પરંતુ કોરોનાના કપરા કાળમાં પણ ભારતે તેનું સામર્થ્ય દેશ અને દુનિયાને બતાવ્યું છે.

Follow Us
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!
g clip-path="url(#clip0_868_265)">