Rain: ખેડા અને આણંદ જિલ્લાની જીવાદોરી સમાન મહિસાગર નદીમાં પૂર, ખેડા-વડોદરાને જોડતો પુલ બંધ કરાતા વાહનવ્યવહાર ખોરવાયો

ખેડા (Kheda) અને આણંદ (Anand) જિલ્લાની જીવાદોરી સમાન મહિસાગર નદીમાં પૂર આવતા કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ તલાટીઓને ગામ ના છોડવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2022 | 9:41 AM

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ( rain) વરસી રહ્યો છે. ગુજરાતમાં (Gujarat) આ વર્ષે સીઝનનો 100 ટકા વરસાદ ખાબકી ચુક્યો છે. હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેડા (Kheda) અને આણંદ (Anand) જિલ્લામાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. બીજી તરફ ખેડા અને આણંદ જિલ્લાની જીવાદોરી મહિસાગર નદીમાં (Mahisagar river) પૂર આવ્યુ છે. જેના પગલે ખેડાથી વડોદરા જિલ્લાને જોડતો પુલ બંધ કરાયો છે. જેના કારણે વાહનવ્યવહાર સેવાને અસર થઇ રહી છે. તો નદીમાં પૂર આવતા કાંઠા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.

ખેડા જિલ્લાના કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા વણાકબોરી વિયર ઓવરફ્લો થયો છે. વિયરમાં દોઢ લાખ ક્યુસેક પાણીની આવક થતા વિયરની જળ સપાટી 232 ફૂટ પર પહોંચી છે. તો વણાકબોરી ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. જેના પગલે ગળતેશ્વર મહાદેવ મંદિરથી પસાર થતો મહીસાગર નદી પરનો પુલ બંધ કરવામાં આવ્યો છે. બીજી તરફ ખેડાથી વડોદરા જિલ્લાને જોડતો પુલ બંધ કરાતા વાહનવ્યવહાર સેવા ખોરવાઇ છે.

ખેડા અને આણંદ જિલ્લાની જીવાદોરી સમાન મહિસાગર નદીમાં પૂર આવતા કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ તલાટીઓને ગામ ના છોડવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ખેડાને વડોદરા જિલ્લા સાથે જોડતા મહીસાગર બ્રિજને વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી ચાર દિવસ મેઘમહેરની આગાહી કરી છે.જેમાં ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની (heavy rain) આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં (Saurashtra) ભારે વરસાદની શક્યતા છે.વરસાદની (Rain) સાથે સાથે ઝડપી પવન ફૂંકાવાના પણ સંકેત છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

(વીથ ઇનપુટ-ધર્મેન્દ્ર કપાસી, ખેડા)

Follow Us:
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">