ANAND : પેટલાદમાં 3 હજાર શ્રીમદ ભગવદ ગીતા અને શિક્ષાપત્રીના વિતરણનો કાર્યક્રમ, ઋષિકુમારોએ ગીતાજીના અધ્યાય 12નું સમૂહગાન કર્યું

ANAND : શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શિક્ષાપત્રી બંને ગ્રથોનું વાચન, શ્રવણ, મનન અને આચરણથી માનવમાત્રના જીવનના વ્યવહારિક પ્રશ્નોનું નિવારણ થાય છે. અને આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્તિ મળે છે.

ANAND : પેટલાદમાં 3 હજાર શ્રીમદ ભગવદ ગીતા અને શિક્ષાપત્રીના વિતરણનો કાર્યક્રમ, ઋષિકુમારોએ ગીતાજીના અધ્યાય 12નું સમૂહગાન કર્યું
પેટલાદમાં 3 હજાર શ્રીમદ ભગવદ ગીતા અને શિક્ષાપત્રીના વિતરણનો કાર્યક્રમ

ANAND : શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શિક્ષાપત્રી બંને ગ્રથોનું વાચન, શ્રવણ, મનન અને આચરણથી માનવમાત્રના જીવનના વ્યવહારિક પ્રશ્નોનું નિવારણ થાય છે. અને આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્તિ મળે છે. તેમજ સમાજના સકારત્મક પરિવર્તન માટે આ ગ્રંથો સક્ષમ છે. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા 700  શ્લોકમાં  ઉદ્બોધિત ગીતા અને ભગવાનશ્રી સ્વામિનારાયણ દ્વારા લખેલી શિક્ષાપત્રી “સર્વજીવ હિતાવહ” કલ્યાણકારી ગ્રંથ છે. બન્ને ગ્રંથો વર્તમાન માનવજીવનના આધારસ્તંભ છે.

ત્યારે આજે આણંદ જીલ્લાના પેટલાદ તાલુકાના ગોકુલધામ-નાર ખાતે 3000 શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શિક્ષાપત્રીના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. સમારંભનો મંગલપ્રારંભ દિપ પ્રાગટ્યથી થયો. ગીતાજી અને શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવ્યુ. સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોએ લયબધ્ધ રીતે ગીતાજીના અધ્યાય 12નું સમૂહગાન કર્યું. સમારંભમાં નાર મંદિરના પ.પૂ.શુકદેવ સ્વામીએ સંતોને તેમજ મહેમાનોને આવકાર આપ્યો.

આ પ્રસંગે વડતાલ મંદિરના કોઠારી ડૉ.સંત સ્વામી ,સાળંગપુર મંદિરના કોઠારી શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી, સત્સંગના સમાજના પ્રમુખ નૌતમ સ્વામી તેમજ અમિતભાઇ જાની અને અન્ય રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વની વાત એ છે કે સ્વામીનારાયણ મંદિર વડતાલના સત્સંગી ધનલક્ષ્મીબેન કાંતિભાઇ પટેલની સ્મૃતિમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા ફાલ્ગુનીબેન શૈલેષભાઇ પટેલ(યુ.એસ.એ.)નો અને શિક્ષાપત્રી માટે કોમલબેન કલ્પેશભાઇ પટેલ-નાર (યુ.એસ.એ.)નો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. કાર્યક્રમમાં બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરીને ગીતાજી અને શિક્ષાપત્રીનું પુજન કરી પ્રતિકાત્મક વિતરણ કરવામાં આવ્યુ હતું.