Anand: ચાઇનીઝ દોરી, માંજા અને નાયલોન દોરીના વેચાણ તથા સંગ્રહ અંગે 100 નંબર ઉપર ફરિયાદ કરી શકશે

Dharmendra Kapasi

|

Updated on: Jan 07, 2023 | 8:30 PM

ગુજરાતમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના પગલે છેલ્લા દિવસોમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે નાગરિકો ચાઇનીઝ દોરી, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને ઉપયોગ અંગે ફરિયાદ ફોન નંબર 100 ઉપર રજૂ કરી શકશે.

Anand: ચાઇનીઝ દોરી, માંજા અને નાયલોન દોરીના વેચાણ તથા સંગ્રહ અંગે 100 નંબર ઉપર ફરિયાદ કરી શકશે
Chinese Thread Seized
Image Credit source: File Image

ગુજરાતમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના પગલે છેલ્લા દિવસોમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. જેના પગલે સમગ્ર રાજ્યના પોલીસે ચાઇનીઝ અને નાયલોન દોરીને ઝડપવા અભિયાન હાથ ધર્યું છે. તેમજ આવી દોરીનું વેચાણ કરતાં અનેક લોકો અને વેપારીઓની જથ્થા સાથે ધરપકડ કરી છે. તેવા સમયે ચાઇનીઝ દોરી, નાયલોન દોરી તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગ પર મૂકવામાં આવેલ પ્રતિબંધનું ચુસ્તપણે પાલન કરાવવા રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે .

ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા, ચાઇનીઝ લેન્ટર્ન તથા અન્ય નૂકસાનકારક પદાર્થોથી બનેલી વસ્તુ પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ પીટીશનની આજની સુનાવણી દરમિયાન નામદાર કોર્ટ દ્વારા દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા જેને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગથી નાગરિકો, પશુ-પક્ષી અને પર્યાવરણને નૂકસાન થતુ હોવાથી રાજ્ય સરકાર દ્વારા આ વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેનું ચૂસ્તપણે પાલન થાય તથા આ સંદર્ભે લોકજાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સમગ્ર પોલીસ તંત્ર, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

આ સંદર્ભે લોકજાગૃતિ કેળવવા મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતા હોય તેવા સ્થળોએ પબ્લીક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવો, સમગ્ર રાજ્યમાં લગાવવામાં આવેલ એલ.ઇ.ડી. સ્ક્રીન પર સમયાંતરે જનજાગૃતિ સંદેશાઓ પ્રસારિત કરવા તથા શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓ સાથે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે. જ્યારે નાગરિકો ચાઇનીઝ દોરી, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને ઉપયોગ અંગે ફરિયાદ ફોન નંબર 100 ઉપર રજૂ કરી શકશે.

આ ઉપરાંત, ગુજરાત પોલીસે જુદા જુદા પોસ્ટર બનાવીને ચાઇનીઝ દોરીથી થતા નુકસાન સમજાવી ચાઇનીઝ દોરી ન વાયરલા અપીલ કરી છે. ગુજરાત પોલીસે એક પોસ્ટરમાં ચાઇનીઝ દોરી, પ્લાસ્ટિકની દોરી, કાંચના મિશ્રણયુક્ત દોરી, તેમજ તુક્કલ પર પ્રતિબંધ હોવાનું પોસ્ટર જાહેર કર્યુ છે. સાથે જ આ પોસ્ટરમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ તેમજ ઉપયોગ ના કરવા માટે રાજ્યના નાગરિકોને ગુજરાત પોલીસ ખાસ અપીલ કરે છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati