Gujarat weather: ઠંડીથી મળશે આંશિક રાહત, જાણો તમારા શહેરનું હવામાન, કયા ઠંડીનો ચમકારો વધશે અને કયાં ઘટશે!

હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ સુધી વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ ગુજરાતમાં પાંચ દિવસ બાદ ફરી એકવાર ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે. આજે મોટા ભાગના શહેરોમાં ઠંડીમાંથી આંશિક રાહત મળી શકે છે.

Gujarat weather: ઠંડીથી મળશે આંશિક રાહત, જાણો તમારા શહેરનું હવામાન, કયા ઠંડીનો ચમકારો વધશે અને કયાં ઘટશે!
Gujarat Weather
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2023 | 2:10 PM

પાછલા કેટલાક દિવસોથી આકરી ઠંડીનો અનુભવ કરી રહેલા ગુજરાતને આંશિક રાહત મળી છે. રાજ્યમાં પવનની દિશા બદલાતા અને ભેજવાળા વાતાવરણને પગલે તાપમાનમાં વધારો નોંધાયો છે. નલિયામાં પહેલા 2 ડિગ્રી તાપમાન હતું. ત્યાં હવે 9 ડિગ્રી તાપમાન નોંધાયું  છે જ્યારે અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ સુધી વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ ગુજરાતમાં પાંચ દિવસ બાદ ફરી એકવાર ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે.

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે તો આણંદમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 16 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે.

દાહોદમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 13 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 19 ડિગ્રી થશે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

રાજ્યમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અનુભવાશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે.

જ્યારે પાટણમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી તથા પોરબંદરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 19 ડિગ્રી રહેશે. જ્યારે સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. જ્યારે વડોદરામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે. જ્યારે વલસાડમાં મહત્તમ તાપામન 32 ડિગ્રી રહેશે. તેમજ લઘુત્તમ તાપમાન 22ડિગ્રી રહેશે. જ્યારે તાપીમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે. તો સુરતમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">