Anand: પોલીસની સતર્કતાને કારણે વડોદરામાં થનાર એક લુંટનો પ્લાન થયો ચોપટ

આણંદ (Anand ) જીલ્લામાં છેલ્લા 2 મહિનાથી ગુનાખોરીનો ગ્રાફ વધતા આણંદ પોલીસ દ્વારા રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં વધારે સ્ટાફ મૂકી કામગીરી હાથ ધરવામાં આવી છે.

Anand: પોલીસની સતર્કતાને કારણે વડોદરામાં થનાર એક લુંટનો પ્લાન થયો ચોપટ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 04, 2021 | 11:53 PM

આણંદ (Anand ) જીલ્લામાં છેલ્લા 2 મહિનાથી ગુનાખોરીનો ગ્રાફ વધતા આણંદ પોલીસ દ્વારા રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં વધારે સ્ટાફ મૂકી કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં વાસદ પોલીસના જવાનો ટોલનાકાએ વાહનો ચેક કરી રહ્યા હતા. ત્યારે વડોદરા તરફથી એક નંબર પ્લેટ વગરના બાઈક ઉપર બે શખ્સો આવી ચઢતાં પોલીસે તેમને શંકાને આધારે રોકીને બાઈકની માલિકીના કાગળીયાની માંગણી કરી હતી.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

પરંતુ બન્ને શખ્સો ગલ્લાતલ્લા કરવા લાગતાં પોલીસે તેઓની અંગજડતી કરતાં તેમની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ, બે જીવતા કારતુસો, ખંજર, મરચું પાવડર મળી આવ્યા હતા. જેથી બન્નેના નામઠામ પૂછતાં દિનેશ નારાયણલાલ ગુર્જર (રે. પનોતીયા સ્કૂલની પાસે, તા. અમેઠી, રાજસમંદ, રાજસ્થાન)અને હિંમત નરાજી ગુર્જર (રે. પુનિયા, તા. દેવગઢ, રાજસમંદ, રાજસ્થાન)ના હોવાનું જણાવ્યું હતુ. જેથી બન્નેને પોલીસ મથકે લાવીને આકરી પૂછપરછ કરતાં તેઓએ કબૂલાત કરી હતી કે વડોદરાના ગોરવા ખાતે આવેલા પંચવટી સર્કલ પાસેની જય જલારામ સોસાયટીમાં રહેતા પોતાના સાગરિત કિશોર અર્જુનભાઈ તોસવાડા સાથે મળીને વડોદરામાં લૂંટના પ્લાન અર્થે તેઓ આવ્યા હોવાનું જણાવ્યું હતુ.

જેથી પોલીસે વડોદરા છાપો મારીને કિશોરને પણ ઝડપી પાડ્યો હતો અને ત્રણેયની પૂછપરછ કરતાં કિશોર તોસવાડા ધાબા ઉપર તેમજ મકાનોમાં કુલીંગનું કામકાજ કરે છે. તેણે થોડા સમય પહેલાં વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા મિરાજ મોલની સામે આવેલી એક સોસાયટીના બંગલામાં રહેતા સિનિયર સિટિઝન દંપત્તીના ઘરે કુલીંગનું કામકાજ કર્યું હતુ. એ દરમ્યાન તેણે ઘરમાં કોણ-કોણ રહે છે અને મોટી માલમત્તા મળી આવશે, તેની પાક્કી ખાત્રી કરી લીધી હતી અને તેની ટીપ પોતાના મિત્ર દિનેશને આપી હતી. જેથી તેઓએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને તે આશ્રયે જ ગઈકાલે તેઓ વડોદરા આવ્યા હતા.

આ પણ વાંચો : હવે તો નાનીઅમથી વાતમાં હત્યાઓ થઇ રહી છે. આવો જ અમદાવાદમાં ફરી એક વખત ખૂની ખેલ ખેલાયો છે. પતિ-પત્ની વચ્ચેના ઘરકંકાસમાં પતિએ છરીના ઘા મારીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે.

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">