AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11 એપ્રિલના મહત્વના સમાચાર : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ભારે ઘસારો, 15 એપ્રિલ સુધી ઉમેદવારીપત્ર પાછું ખેંચી શકાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2026 | 9:07 PM
Share

આજે 11 એપ્રિલને  શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

11 એપ્રિલના મહત્વના સમાચાર : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ભારે ઘસારો, 15 એપ્રિલ સુધી ઉમેદવારીપત્ર પાછું ખેંચી શકાશે

આજે 11 એપ્રિલને  શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Apr 2026 09:04 PM (IST)

    આણંદ: પેટલાદમાં ભાજપની જીતનું ખાતું ખુલ્યું

    આણંદ: પેટલાદમાં ભાજપનું જીતનું ખાતું ખુલ્યું. ​પેટલાદ પાલિકા વોર્ડ-3માં ભાજપ બિનહરીફ. ​ભાજપની આખી પેનલ બિનહરીફ વિજય. ​વિરોધ પક્ષનો એકપણ ઉમેદવાર મેદાનમાં ન ઉતર્યો. ​મનીષા પટેલ, ધરતી પટેલ, જય પટેલ અને ભાવિન પટેલનો વિજય નિશ્ચિત. ​ફોર્મ ચકાસણીની પક્રિયા પૂર્ણ થયા બાદ વિધિવત જાહેરાત કરાશે.

  • 11 Apr 2026 08:00 PM (IST)

    મહેસાણા: કડી પાલિકામાં ભાજપનો દબદબો યથાવત

    મહેસાણા: કડી પાલિકામાં ભાજપનો દબદબો યથાવત છે. કડી પાલિકાની 36 માંથી 22 બેઠક પર ભાજપ બિનહરીફ થઈ છે. વોર્ડ નંબર 1, 3 અને 6માં ભાજપની આખી પેનલ બિનહરીફ થઈ. ફોર્મ ભરવાના અંતિમ દિવસે વિપક્ષ કે અપક્ષ ઉમેદવારો  મેદાનમાં જ ન ઉતરતા ભાજપ બિનહરીફ થયુ છે.

  • 11 Apr 2026 07:30 PM (IST)

    વલસાડ જિલ્લામાં ભાજપનું ‘મિશન બિનહરીફ’

    વલસાડ જિલ્લામાં ભાજપનું ‘મિશન બિનહરીફ’ જોવા મળ્યુ. વલસાડ તાલુકામાં 5 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થતા જોવા મળ્યા. 5 બેઠક પર ભાજપ સિવાય કોઈપણ પક્ષના ઉમેદવારે ફોર્મ નથી ભર્યું. તાલુકાની 5 બેઠક ઉપર કોંગ્રેસ, AAP ઉમેદવાર ઉતારી ન શકી.

  • 11 Apr 2026 07:16 PM (IST)

    અમરેલી: બગસરાની ચૂંટણીમાં 21 વર્ષીય વિદ્યાર્થિનીને મળી ટિકિટ

    અમરેલી: બગસરાની ચૂંટણીમાં 21 વર્ષીય વિદ્યાર્થિનીને  ટિકિટ મળી છે.  નગરપાલિકા વોર્ડ નં-2માંથી વિશ્વા નકુમ ભાજપની ઉમેદવાર છે. વિશ્વા નકુમ  B.SC નર્સિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે.  ચૂંટાઈને આવશે તો લોકસેવાના કાર્યો કરવાનું વચન આપ્યું.

  • 11 Apr 2026 07:01 PM (IST)

    પોરબંદરઃ તાલુકા પંચાયતની ત્રણ બેઠકો થઈ બિનહરીફ

    પોરબંદરઃ તાલુકા પંચાયતની ત્રણ બેઠકો બિનહરીફ થઈ છે. ગોસા ગામની બેઠક પરના ઉમેદવાર લાખા કોડિયાતર બિનહરીફ થયા છે. રતિયા બેઠકના મહિલા ઉમેદવાર સંતોકબેન બિનહરીફ થયા છે. રોજીવાડા ગામની બેઠક પર મહિલા ઉમેદવાર વાલી ઓડેદરા બિનહરીફ થયા છે. મનપામાં ચાર બેઠક અને તાલુકા પંચાયતમાં ત્રણ બેઠકોમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે.

  • 11 Apr 2026 06:30 PM (IST)

    વાવ થરાદઃ ચૂંટણી પહેલા જ કોંગ્રેસના હાથમાંથી બેઠક સરકી

    વાવ થરાદઃ ચૂંટણી પહેલા જ કોંગ્રેસના હાથમાંથી બેઠક સરકી રહી છે. જિલ્લા પંચાયતની ભોરોલ બેઠક પર જોગાજી રાજપૂતે પક્ષપલટો કર્યો છે. ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ કોંગ્રેસના બદલે ભાજપમાંથી નોંધાવી ઉમેદવારી. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખે જોગાજીએ ભાજપનો ખેસ ધારણ કરી કેસરિયા કર્યા. કદાવર નેતાના પક્ષપલટાથી વાવથરાદના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ભોરોલ બેઠક પર ભાજપ, AAP અને અપક્ષ વચ્ચે જંગ ખેલાશે.

  • 11 Apr 2026 06:00 PM (IST)

    પાલડીમાં આશિષ શાહના બદલે જૈનિક વકીલને મેન્ડેટ મળતા વિવાદ

    અમદાવાદની જ્યાં છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાતાં રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો. ગઈકાલે મોડીરાત્રે ઉમેદવારોની ટિકિટ જાહેર થતાં આજે સવારથી જ રાજ્યભરમાં ઉમેદવારી ફોર્મ ભરવાની જંગ ચાલી રહી છે. નારાજગી, રસાકસી અને આંતરિક વિવાદ વચ્ચે પણ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષમાં ટિકિટ મળેલા તમામ ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ભાજપે વધુ એક ઉમેદવાર બદલતાં ચર્ચાએ જોર પકડ્યું છે. પાલડીમાં આશિષ શાહની જગ્યાએ જૈનિક વકીલને મેન્ડેટ મળતાં વિવાદ વકર્યો.  છેલ્લી ઘડીના ફેરફારના લીધે રાજકારણ પણ ગરમાયું.  ત્યારે સમગ્ર મામલે એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહનું કહેવું છે કે પાર્ટી જે નિર્ણય કરે તે સૌ કાર્યકર્તા અને ઉમેદવારોને શિરોમાન્ય છે.

  • 11 Apr 2026 05:30 PM (IST)

    રાજકોટઃ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસને ફટકો

    રાજકોટઃ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે.  તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિશિત ખૂંટ ભાજપમાં જોડાયા છે. ભાજપમાં શામેલ થતાં જ તાલુકા પંચાયતની ટિકિટ મળી છે. લોધીડા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે.

  • 11 Apr 2026 05:17 PM (IST)

    ભાવનગર: પાલીતાણાની નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો

    ભાવનગર: પાલીતાણાની નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો મળ્યો છે. પાલીતાણા કોંગ્રેસ શહેર પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયાએ રાજીનામુ આપ્યુંં છે. કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતા સહિતના નેતા ભાજપમાં જોડાયા છે. ઓમદેવસિંહ સરવૈયા સહિત કિરીટ સાગઠિયા પણ ભાજપમાં જોડાયા છે.  ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ કલાકોમાં કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. ફોર્મ ભરતા પહેલા જ આખી પેનલનો ભાજપમાં પ્રવેશ થયો છે. વોર્ડ નંબર 1,2 અને 3માં ભાજપ બિનહરીફ જાહેર થાય તેવી શક્યતા છે.  મહત્વનું છે કે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયાના માસ્ટર સ્ટ્રોકના લીધે તમામ ઉમેદવારો ભાજપમાં જોડાયા. ત્યારે ઓમદેવસિંહ સરવૈયા સહિત આખી પેનલનો ભાજપમાં પ્રવેશ થતાં ભાજપની જીતની શક્યતાઓ વધી છે.

  • 11 Apr 2026 05:15 PM (IST)

    સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે AAP પ્રમુખ ઈસુદાન ગઢવીનો આક્ષેપ

    સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે AAP પ્રમુખ ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અંદરખાને  ગઠબંધન હોવાનો ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો. ભાજપવાળા કોંગ્રેસને ઉમેદવાર આપે છે. AAPના ઉમેદવાર પર ખોટી ફરિયાદો થાય છે. ભાજપ અને કોંગ્રેસ મળેલા છે.

  • 11 Apr 2026 05:13 PM (IST)

    રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડવાની અંબાલાલ પટેલની આગાહી

    રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડવાની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. 12થી 20 એપ્રિલ સુધી તાપમાન 40 ડિગ્રીને પાર થવાની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થવાની શક્યતા છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં કાળઝાળ ગરમીની આગાહી કરાઈ છે. મધ્ય ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રીને પાર થવાની શક્યતા છે. અમદાવાદ – ગાંધીનગરમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. ગરમીના કારણે પાકમાં ફૂગ અને સુકારો જેવા રોગ આવવાની શક્યતા છે.  18થી 22 એપ્રિલ દરમિયાન હવામાનમા પલટો આવી શકે છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની આગાહી છે.

  • 11 Apr 2026 05:11 PM (IST)

    ભરૂચઃ ભાજપથી નારાજ નેતાએ નોંધાવી અપક્ષ ઉમેદવારી

    ભરૂચઃ ભાજપથી નારાજ નેતાએ નોંધાવી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. સતીશ મિસ્ત્રીને ઉમેદવારીની તૈયારી કરવાની ભાજપમાંથી સૂચના મળી હતી. જિલ્લા પ્રમુખ અને મહામંત્રીએ સૂચના આપી પરંતુ યાદીમાં નામ ગાયબ હતુ. ઉમેદવારી કરવા જતા છેલ્લી ઘડીએ નામ કપાયું. નેતાઓ મેન્ડેટ આપી પલટી ગયા હોવાનો સતીશ મિસ્ત્રીનો આક્ષેપ છે. ભાજપથી નારાજ નેતાએ છેલ્લી ઘડીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી.

  • 11 Apr 2026 05:09 PM (IST)

    જુનાગઢ જિ.પંચા.માં ભેંસાણથી ભૂપત ભાયાણી ભાજપના ઉમેદવાર

    જુનાગઢ જિલ્લા પંચાયતમાં ભૂપત ભાયાણી ભાજપના ઉમેદવાર. જિલ્લા પંચાયતની ભેંસાણ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી. AAPમાંથી ભાજપમાં આવેલા ભૂપત ભાયાણીએ ઉમેદવારી નોંધાવી. ભૂપત ભાયાણી વિસાવદર બેઠક પરથી AAPમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને પછી ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા, ભાજપમાં પ્રવેશ બાદ હવે જિલ્લા પંચાયતમાં ભૂપત ભાયાણીએ ઉમેદવારી કરી છે.

  • 11 Apr 2026 05:07 PM (IST)

    સુરતઃ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો

    સુરતઃ  રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો, બહુમાળી કચેરીમાં ઉમેદવારો સાથે હાજરી આપી પ્રોત્સાહન આપ્યું. પાનસેરિયાએ દાવો કર્યો કે સુરત મનપામાં ભાજપને ભારે બહુમતી મળશે. તમામ 120 બેઠક પર ભાજપની જીત થશે તેવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો.

  • 11 Apr 2026 05:03 PM (IST)

    ફોર્મ ભરવા સમયે કોંગ્રેસ ઉમેદવારના પતિને હરિયાણા પોલીસ ઉઠાવી ગઈ

    ફોર્મ ભરવા સમયે કોંગ્રેસ ઉમેદવારના પતિને હરિયાણા પોલીસ ઉઠાવી ગઈ.  વોર્ડ 6ના કોંગ્રેસ ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે અટકાયત કરી. ફોર્મ ભરવા ગયા ત્યાંથી પોલીસે ગાડીમાં બેસાડી દીધા. મામલે પાર્વતીબેને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ આગળ હોબાળો મચાવ્યો હતો. મારા પતિને જબરદસ્તી ઉઠાવીને લઈ આવ્યાં. મારા પતિનો કોઈ ગુનો નથી. ગુડગાંવ પોલીસ નકલી ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ધરપકડ કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

  • 11 Apr 2026 04:33 PM (IST)

    વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપ સામે ભાજપ જેવો ઘાટ

    વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપ સામે ભાજપ જેવો ઘાટ સર્જાયો છે. પોર બેઠક પર ભાજપના અંકિતા પરમારે ઉમેદવારી નોંધાવી છે. અંકિતા પરમાર સામે ભાજપના જ નયના પરમારે અપક્ષ ઉમેદવારી કરી છે. ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી કરી હોવાનું નયના પરમાણે જણાવ્યુ. રિલ સામે રિયાલિટીની જીત થશે.  નયના પરમારની ઉમેદવારી પર અંકિતા પરમારે નિવેદન આપ્યુ કે લોકશાહીમાં દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે. મને મારા કામ પર વિશ્વાસ છે. નયના પરમાર મારા બહેન સમાન છે.

  • 11 Apr 2026 04:28 PM (IST)

    વડોદરામાં કોંગ્રેસે વર્તમાન કાઉન્સિલરની ટિકિટ કાપી

    વડોદરામાં કોંગ્રેસે વર્તમાન કાઉન્સિલરની ટિકિટ કાપી છે. વોર્ડ નંબર-1ના કોર્પોરેટર હરીશ પટેલને ટિકિટ ન આપી. કોંગ્રેસે ટિકિટ ન આપતા હરેશ પટેલ અપક્ષ ઉમેદવારી કરશે. ટિકિટ કપાતા હરીશ પટેલે કોંગ્રેસ નેતાઓ પર આક્ષેપ કર્યા છે. કહ્યુ ભાજપની દલાલી કરનારા નેતાઓએ મારી ટિકિટ કાપી, મારી ટિકિટની ગેમ કરનારાઓને જવાબ આપીશ. મુકુલ વાસનિક જેવા નેતાઓએ કોંગ્રેસની ઘોર ખોદી છે. કોંગ્રેસને ચૂંટણીમાં પરિણામ ભોગવવું પડશે.

  • 11 Apr 2026 04:19 PM (IST)

    અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર બદલ્યા

    અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર બદલ્યા છે. વિવાદ બાદ અંતિમ ઘડીએ ભાજપે ઉમેદવાર બદલ્યા. ભાજપે અગાઉ સચાણા બેઠક પર પ્રમોદ પટેલને ઉમેદવાર જાહેર કર્યા હતા. સચાણા બેઠક પર પ્રમોદ પટેલને બદલે જનક પટેલે ઉમેદવારી નોંધાવી. ઉમેદવાર બદલવા અંગે હાર્દિક પટેલે કહ્યું કે ટાઈપિંગ ભૂલ હતી

  • 11 Apr 2026 04:18 PM (IST)

    નવસારીઃ મહાનગરપાલિકામાં ભાજપે યુવા ટીમ ઉતારી

    નવસારીઃ મહાનગરપાલિકામાં ભાજપે યુવા ટીમ ઉતારી છે. નવસારી મનપામાં 50 ટકા યુવાઓને ભાજપે ટિકિટ આપી છે. ઢોલ નગારા સાથે ભાજપના ઉમેદવાર. ફોર્મ ભરવા પહોંચ્યા હતા.

  • 11 Apr 2026 04:16 PM (IST)

    અમદાવાદ જિલ્લાના ધોળકા કોંગ્રેસમાં અત્યંત ભયાનક સ્થિતિ

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીનો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લાના ધોળકા કોંગ્રેસમાં અત્યંત ભયાનક સ્થિતિ છે. ધોળકા નગરપાલિકાના 36 ઉમેદવારોના મેન્ડેટ જિલ્લા પ્રમુખને પરત સોંપાયા છે. ભાજપની “બી ટીમ” તરીકે કામ કરતા નેતાઓને ટિકિટ આપી હોવાનો આક્ષેપ કરાયો છે.  ધોળકા કોંગ્રેસમાં ભારે અસંતોષ ફેલાયો છે. ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ મકવાણાએ રાજીનામું આપ્યું છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા માટે હવે ફક્ત ગણતરીનો સમય બાકી છે. જો સમયસર મેન્ડેટ જમા નહીં થાય તો તમામ ૩૬ ઉમેદવારોના ફોર્મ રદ થવાની શક્યતા હવે જોવાનું રહ્યું કે કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ કરે છે કે પછી મોટાપાયે ઉમેદવારી રદ થાય છે.

  • 11 Apr 2026 04:10 PM (IST)

    અમદાવાદ: કોંગ્રેસ ઉમેદવાર શહેઝાદ ખાન પઠાણે ભર્યું ફોર્મ

    અમદાવાદ: કોંગ્રેસ ઉમેદવાર શહેઝાદ ખાન પઠાણે શક્તિ પ્રદર્શન સાથે દાણીલીમડા વોર્ડથી ઉમેદવારી ફોર્મ ભર્યુ. મનપાની ચૂંટણીમાં કોંગ્રેસની જીતની આશા વ્યક્ત કરી.  આ વખતે પરિવર્તન પૂર્ણપણે શક્ય હોવાનો દાવો પણ શહેઝાદ ખાન પઠાણે કર્યો. તેમણે પ્રહાર કર્યો કે ભાજપના શાસનમાં કાંડ અને કૌભાંડ થયા. પ્રજાના પ્રશ્નોના નિરાકરણમાં ભાજપ નિષ્ફળ ગઈ છે. પરિણામ આવતાની સાથે જ કોંગ્રેસ આ વખતે પોતાનો મેયર બનાવશે.

  • 11 Apr 2026 04:07 PM (IST)

    બનાસકાંઠાઃ પાલનપુરના વેડંચા ગામે ડમ્પર ચાલકનું કરાયુ રેસ્ક્યુ

    બનાસકાંઠાઃ પાલનપુર તાલુકાના વેડંચા ગામે ડમ્પર ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ, તળાવનું કામ ચાલુ હતું ત્યારે અચાનક તળાવનો પાળો તૂટ્યો. પાળો તૂટતા વહેતા પાણીમાં ડમ્પર અને જેસીબી ફસાયા. ડમ્પર ચાલકને જેસીબી દ્વારા રેસ્ક્યુ કરી બહાર કઢાયો.

  • 11 Apr 2026 04:05 PM (IST)

    નવસારીઃ જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો પર બિનહરીફ જીત થઈ

    સમગ્ર ગુજરાતમાં રાજકીય માહોલ જામ્યું છે જેમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલા જીત મેળવી લીધી છે જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો પર બિનહરી જીત મેળવી છે જ્યારે નવસારી મહાનગરપાલિકાની એક બેઠક પર મહિલા ઉમેદવારે બિનહરી જીત મેળવી છે તાલુકા પંચાયતની ચાર બેઠકો પર જીત મેળવતા ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનો માહોલ જામ્યો છે.

  • 11 Apr 2026 02:46 PM (IST)

    પોલીસ બંદોબસ્ત સાથે આવેલા તસ્નીમ આલમનું પત્તુ કપાયું

    ખેડામાં નગરપાલિકા ચૂંટણીની ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન તસ્નીમ આલમને લઈને મોટો ફેરફાર જોવા મળ્યો છે. પોલીસ બંદોબસ્ત સાથે ઉમેદવારી નોંધાવવા આવેલા તસ્નીમ આલમનું અંતિમ ક્ષણે પત્તુ કપાઈ ગયું હતું અને તેમને મેન્ડેટ ન મળતાં પરત ફરવું પડ્યું હતું. ચાર ઉમેદવારોને મેન્ડેટ ફાઈનલ થતાં તસ્નીમ આલમની દાવેદારી બાકાત રહી ગઈ છે, જેમાં કમરૂદ્દીન પઠાણ, ઝરીના બીબી, હબીબ શેખ અને દીના પરમારના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બોગસ ખેડૂત કેસમાં આરોપી રહેલા તસ્નીમ આલમ કોર્ટના આદેશ બાદ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. તેમણે અગાઉ દાવો કર્યો હતો કે તેમને બપોરના 3 વાગ્યા પહેલા મેન્ડેટ મળી જશે, પરંતુ અંતે મેન્ડેટ ન મળતા તેઓને પરત ફરવું પડ્યું હતું. આ ઘટનાને લઈને સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે અને ઉમેદવારી પ્રક્રિયા પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.

  • 11 Apr 2026 02:31 PM (IST)

    અમદાવાદ: કોંગ્રેસ ઉમેદવાર શહેઝાદ ખાન પઠાણે ભર્યું ફોર્મ

    Ahmedabadમાં નગરપાલિકા ચૂંટણીના માહોલ વચ્ચે Indian National Congressના ઉમેદવાર શહેઝાદ ખાન પઠાણે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તેઓ શક્તિ પ્રદર્શન સાથે લાલદરવાજા મહેસૂલ કચેરી ખાતે પહોંચ્યા હતા અને દાણીલીમડા વોર્ડમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. દાણીલીમડા વોર્ડમાં છેલ્લી ઘડીએ તેમને મેન્ડેટ આપવામાં આવતા રાજકીય ચર્ચાઓ પણ તેજ બની છે. ફોર્મ ભર્યા બાદ શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું કે તેઓ ભાજપના ભ્રષ્ટાચારના મુદ્દાઓને લઈને ફરી જનતા વચ્ચે જઈને પ્રચાર કરશે અને વિકાસના નામે થયેલા કામોને પ્રશ્ન કરશે. તેમની ઉમેદવારી સાથે દાણીલીમડા વિસ્તારમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે અને બંને મુખ્ય પક્ષો વચ્ચે કડક સ્પર્ધાની સ્થિતિ સર્જાઈ છે.

  • 11 Apr 2026 01:57 PM (IST)

    બંને દેશો શાંતિ મંત્રણામાં સક્રિયપણે ભાગ લેશે – પાકિસ્તાનના વિદેશ મંત્રી

    પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે તેમને આશા છે કે અમેરિકા અને ઈરાન શાંતિ મંત્રણામાં સક્રિયપણે ભાગ લેશે. ઇશાક ડારે સંઘર્ષનો કાયમી અને ટકાઉ ઉકેલ શોધવામાં પક્ષકારોને મદદ કરવાનું ચાલુ રાખવાની ઇસ્લામાબાદની ઇચ્છાનો પુનરોચ્ચાર કર્યો.

  • 11 Apr 2026 01:54 PM (IST)

    ઇરાને વાટાઘાટો પહેલાં બે શરતો રાખી

    વાટાઘાટો શરૂ થાય તે પહેલાં, ઇરાને શરત મૂકી છે કે તેની સ્થિર સંપત્તિઓ પરત કરવામાં આવે અને લેબનોનમાં હુમલાઓ બંધ કરવામાં આવે.

  • 11 Apr 2026 01:36 PM (IST)

    અમરેલી: બગસરાની ચૂંટણીમાં 21 વર્ષીય વિદ્યાર્થિનીને મળી ટિકિટ

    અમરેલીના બગસરા વિસ્તારમાં નગરપાલિકા ચૂંટણીમાં યુવા ચહેરાને તક આપવામાં આવી છે. વોર્ડ નં-2માંથી Bharatiya Janata Partyએ 21 વર્ષીય વિદ્યાર્થિની વિશ્વા નકુમને ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે. વિશ્વા હાલ B.Sc નર્સિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહી છે અને સાથે સાથે જાહેર જીવનમાં પ્રવેશ કરી રહી છે. તેમણે જણાવ્યું છે કે જો તેઓ ચૂંટાઈ આવશે તો વિસ્તારના લોકો માટે આરોગ્ય, સ્વચ્છતા અને અન્ય લોકસેવાના કાર્યોને પ્રાથમિકતા આપશે. યુવા ઉમેદવારને ટિકિટ મળતા સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

  • 11 Apr 2026 12:42 PM (IST)

    વડોદરામાં ભાજપે વોર્ડ નંબર-1માં બદલવો પડ્યો ઉમેદવાર

    Vadodaraમાં મનપા ચૂંટણી પહેલા Bharatiya Janata Partyને વોર્ડ નંબર-1માં ઉમેદવાર બદલવાનો નિર્ણય લેવો પડ્યો છે. પહેલા જાહેર કરાયેલા ઉમેદવાર રાગ મછારને બદલે હવે ભૂરસિંહ રાઠવા ચૂંટણી લડશે. આ મુદ્દે શહેર ભાજપ પ્રમુખે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે મતદાર યાદીમાં રાગ મછારનું નામ ન હોવાના કારણે આ ફેરફાર કરવો પડ્યો છે. તેમણે સ્વીકાર્યું કે ઉતાવળમાં ઉમેદવારનું નામ મતદાર યાદીમાં ચકાસવાનું રહી ગયું હતું. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઉમેદવાર બદલવાથી ચૂંટણીના પરિણામ પર કોઈ ખાસ અસર નહીં થાય.

  • 11 Apr 2026 12:35 PM (IST)

    ટિકિટની બબાલમાં પ્રધાન કાંતિ અમૃતિયા બન્યા કાર્યકરોના રોષનો ભોગ

    મોરબીમાં રાજકીય ટિકિટ મુદ્દે આંતરિક વિખવાદ ઉગ્ર બનતા માહોલ તંગ થયો છે. કાંતિ અમૃતિયા કાર્યકરોના રોષનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. ટિકિટ ફાળવણીને લઈને પૂર્વ કાઉન્સિલર અનોપસિંહ જાડેજાના પરિવારે ભરચક કચેરીમાં કાંતિ અમૃતિયા સાથે ઉગ્ર રકઝક કરી હતી. ટિકિટ કપાઈ જતા અપક્ષ ઉમેદવારી નોંધાવવા ગયેલા ભાજપના પૂર્વ કાઉન્સિલરના પરિવાર અને નેતા વચ્ચે બોલાચાલી વધતા સ્થિતિ તંગ બની ગઈ હતી. આ ઘટનાએ મોરબીમાં ભાજપના આંતરિક મતભેદોને વધુ સ્પષ્ટ કરી દીધા છે અને ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો વધારી દીધો છે.

  • 11 Apr 2026 12:06 PM (IST)

    સુરત: આપ પાર્ટીએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરને આપી ટિકિટ

    સુરતમાં આપ પાર્ટી દ્વારા સ્થાનિક ચૂંટણી માટે અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વોર્ડ નંબર 29માંથી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સોના સિંહને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે. પરપ્રાંતિય ઈન્ફ્લુએન્સર હોવા છતાં પાર્ટીએ તેમને મેદાનમાં ઉતારતા રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. સોના સિંહના સોશિયલ મીડિયા પર 20 હજારથી વધુ ફોલોવર્સ છે અને તેઓ પ્રમોશન તથા સામાજિક સંદેશવાળા વીડિયો માટે જાણીતા છે. વોર્ડ નંબર 29માં પાણી, ડ્રેનેજ સહિતની મૂળભૂત સુવિધાઓના અભાવને ધ્યાનમાં રાખીને સોના સિંહે સ્થાનિકો અને શ્રમિક પરિવારોની મદદ કરવા માટે ઉમેદવારી નોંધાવી છે. તેમનો દાવો છે કે તેઓ પોતાના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકોની સમસ્યાઓને આગળ લાવશે અને વિકાસ માટે કામ કરશે. આ નિર્ણય બાદ સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે અને ઈન્ફ્લુએન્સર પોલિટિક્સને લઈને નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

  • 11 Apr 2026 11:01 AM (IST)

    આણંદઃ મનપા ચૂંટણી લડવા કોંગ્રેસ ઉમેદવાર પાસે નથી પૈસા

    Anandમાં મનપા ચૂંટણીને લઈને અનોખી સ્થિતિ સામે આવી છે, જ્યાં Indian National Congressના ઉમેદવાર હર્ષિલ લંડનવાળા પાસે ચૂંટણી લડવા માટે પૂરતા નાણાં ન હોવાનો મુદ્દો ચર્ચામાં છે. તેમણે મતદારો પાસે જ ચૂંટણી ફંડ એકત્ર કરવાની પહેલ કરી છે અને દરેક વ્યક્તિને એક એક રૂપિયો દાન આપવા અપીલ કરી છે. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે કે ખરેખર હર્ષિલ લંડનવાળા આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે કે પછી આ માત્ર લોકપ્રિયતા મેળવવા માટેનો એક સ્ટંટ છે.

  • 11 Apr 2026 10:26 AM (IST)

    અમદાવાદ: મનપા માટે ટિકિટોની જાહેરાત બાદ ક્યાંક ખુશી, ક્યાંક રોષ

    Ahmedabadમાં મનપા ચૂંટણી માટે Bharatiya Janata Party દ્વારા ટિકિટોની જાહેરાત બાદ શહેરમાં ક્યાંક ખુશી તો ક્યાંક રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ટિકિટ ન મળતા ભાજપ કાર્યકર્તાઓના એક જૂથમાં ભારે નારાજગી ફાટી નીકળી છે. આ અસંતોષ વચ્ચે કાર્યકર્તાઓની વોટ્સએપ ચેટ પણ સામે આવી છે, જેમાં તેઓએ પોતાની વ્યથા વ્યક્ત કરી છે. ખાસ કરીને નરોડા વિધાનસભા વિસ્તારના ગ્રુપમાં કેટલાક કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યાની ચર્ચા છે. ગ્રુપમાં કાર્યકર્તાઓએ ખુલ્લેઆમ બળાપો ઠાલવ્યો છે અને ધારાસભ્યોએ પોતાના નજીકના લોકોને ટિકિટ આપ્યાના આક્ષેપો પણ કર્યા છે, જેના કારણે પાર્ટી અંદરખાને મતભેદો વધુ સ્પષ્ટ બન્યા છે.

  • 11 Apr 2026 09:47 AM (IST)

    રાજકોટ: આચારસંહિતા વચ્ચે RMC કર્મચારી ભાજપ કાર્યાલયમાં જોવા મળ્યા

    Rajkotમાં આચારસંહિતાના સમય દરમિયાન Rajkot Municipal Corporation (RMC)ના કર્મચારી ભાજપ કાર્યાલયમાં જોવા મળતા વિવાદ ઊભો થયો છે. ભાર્ગવ ઠાકર નામના આ કર્મચારી ઉમેદવાર રક્ષિત કલોલાનું ફોર્મ ભરતા કેમેરામાં કેદ થયા હોવાનો આક્ષેપ છે, જેને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. કેમેરા જોતા જ ભાર્ગવ ઠાકર ત્યાંથી નીકળી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. તેઓએ પોતાનો બચાવ કરતા જણાવ્યું કે તેઓ માત્ર મિત્રને મદદ કરવા માટે આવ્યા હતા, પરંતુ પ્રશ્ન ઊભો થયો છે કે આચારસંહિતાના સમયમાં એક સરકારી કર્મચારી પક્ષના કાર્યાલયમાં કેવી રીતે હાજર રહી શકે. ખાસ કરીને, મનપાના ઓડિટ વિભાગમાં ફરજ બજાવતા હોવા છતાં કેમેરામાં ફોર્મ ભરતા દેખાયા હોવા છતાં તેઓએ ફોર્મ ન ભર્યાનું કહેતા વિવાદ વધુ ઘેરો બન્યો છે.

  • 11 Apr 2026 09:16 AM (IST)

    રાજકોટ: મનપા માટે ભાજપ ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ હોબાળો

    Rajkotમાં મનપા ચૂંટણી માટે Bharatiya Janata Party દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થતાં જ હોબાળો મચી ગયો છે. વોર્ડ નં- 3, 13, 14 અને 18માં ટિકિટ ફાળવણીને લઈને ભારે અસંતોષ જોવા મળ્યો છે. ખાસ કરીને વોર્ડ નં-13માં નિતીન રામાણીની ટિકિટ કપાતા અને વોર્ડ નં-3માં હેમુ પરમારને ટિકિટ ન મળતા કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે. હેમુ પરમારના સમર્થકો અને ભાજપ કાર્યકરો ભાજપ કાર્યાલયે પહોંચી શહેર પ્રમુખ સમક્ષ રજૂઆત કરી તેમની ટિકિટ પુનઃ આપવા માંગ કરી છે. કાર્યકરો દ્વારા “અમારા ઉમેદવાર નહીં તો ભાજપ નહીં” જેવા સૂત્રો સાથે ચીમકી આપવામાં આવી રહી છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધ્યો છે.

  • 11 Apr 2026 08:24 AM (IST)

    આણંદઃ કરમસદ પાલિકાની ચૂંટણીમાં ભાજપની યાદી જાહેર થતાં જ વિવાદ

    આણંદ જિલ્લામાં આવેલ કરમસદ પાલિકાની ચૂંટણીને લઈને Bharatiya Janata Partyની ઉમેદવાર યાદી જાહેર થતા જ વિવાદ ઊભો થયો છે. વોર્ડ-3માં ઉમેદવાર તરીકે ઇમરાન વ્હોરાની પસંદગી થતાં જ સ્થાનિક કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે, કારણ કે તેઓ મૂળ વોર્ડ-4ના રહેવાસી છે છતાં તેમને વોર્ડ-3માંથી ટિકિટ આપવામાં આવી છે. વધુમાં, ચાર ટર્મથી ચૂંટાતા હોવા છતાં પાર્ટીએ ફરી તેમને તક આપતા અસંતોષનો માહોલ સર્જાયો છે. આ નિર્ણયને લઈને કાર્યકરોમાં નારાજગી વધી રહી છે અને કેટલાકે તો ઇમરાન વ્હોરાનો ખુલ્લેઆમ વિરોધ કરવાની ચીમકી પણ આપી છે.

  • 11 Apr 2026 07:32 AM (IST)

    શાંતિ વાર્તા પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઇરાનને ધમકી

    Donald Trumpએ શાંતિ વાર્તા પહેલા Iran સામે કડક ભાષામાં ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું કે ઇરાન હાલમાં માત્ર ચર્ચા કરી શકે એટલા માટે જ અસ્તિત્વમાં છે અને જો આવનારી વાતચીત નિષ્ફળ જશે તો અમેરિકા ભીષણ સૈન્ય કાર્યવાહી માટે તૈયાર છે. તેમણે વધુમાં દાવો કર્યો કે અમેરિકાના જંગી જહાજો દરિયામાં તૈનાત છે અને અત્યાધુનિક અને ઘાતક હથિયારોથી સજ્જ છે. ટ્રમ્પે ઇરાન પર આક્ષેપ મૂક્યો કે તે પાસે હવે દબાણ અને વસૂલી સિવાય કોઈ મજબૂત વિકલ્પ નથી બચ્યો, તેમજ Strait of Hormuz વિસ્તારમાં બળજબરીપૂર્વક વસૂલી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

  • 11 Apr 2026 07:21 AM (IST)

    અમેરિકા અને ઇરાન વચ્ચે આજે શાંતિ વાર્તા

    United States અને Iran વચ્ચે આજે મહત્વપૂર્ણ શાંતિ વાર્તા Islamabad સ્થિત Serena Hotel Islamabadમાં યોજાનાર છે. આ વાર્તા માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને સવારે લગભગ 10:30 વાગ્યે ચર્ચાનો આરંભ થવાનો છે. શાંતિ વાર્તાને ધ્યાનમાં રાખીને ઇસ્લામાબાદમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં શહેરના રેડ ઝોન વિસ્તારમાં વિશેષ બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને સુરક્ષા દળોની મોટી સંખ્યામાં તૈનાતી કરવામાં આવી છે.

Published On - Apr 11,2026 7:19 AM

Follow Us
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
બહારનું ખાવું મોંઘુ પડશે
બહારનું ખાવું મોંઘુ પડશે
સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ વીડિયો
સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">