ગુજરાતના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય, કમલમ ફળનું વાવેતર કરતા ખેડૂતોને મળશે આટલી સહાય

કૃષિ મંત્રીએ કહ્યું હતું કે કમલમ ફળ(ડ્રેગનફ્રૂટ)માં મહત્વના વિટામિન્સ (vitamins) અને મીનરલ્સ (minerals) સારી માત્રામાં રહેલા હોઈ વાવેતર માટે સહાયના કાર્યક્રમથી આ પાક હેઠળનો વિસ્તાર ઝડપથી વધારી શકાય તેમ છે, તેમજ પરદેશમાંથી આયાત પરની નિર્ભરતા ઘટાડી શકાય તેમ છે.  

ગુજરાતના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય, કમલમ ફળનું વાવેતર કરતા ખેડૂતોને મળશે આટલી સહાય
Symbolic Image
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 01, 2022 | 11:45 PM

ભારતના ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીના ઉદ્દેશ સાથે  મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) નેતૃત્વવાળી ગુજરાત સરકારે રાજ્યમાં કમલમ ફળના વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે કુલ એક હજાર લાખ રૂપિયાની આર્થિક સહાયનો ખાસ કાર્યક્રમ શરૂ કર્યો છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.  કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ)નું વાવેતર કરતા સામાન્ય જાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહતમ  3,00,000 રૂપિયાની સહાય અને અનુ.જન.જાતિ-અનુ.જાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહત્તમ રૂ. 4,50, 000ની સહાય આપવામાં આવશે.

1650 લાખની માતબર રકમ ફાળવવામાં આવી

કૃષિ મંત્રીએ વિગતો આપતા કહ્યું હતું કે સામાન્ય જાતિના ખેડૂતોને હેક્ટર દીઠ મહત્તમ રૂ. 3,00,000/તથા અનુ.જાતિ અને અનુ.જનજાતિના ખેડૂતોને હેકટરદીઠ મહત્તમ રૂ 4,50,000/ની સહાય માટે કુલ રૂ 1000 લાખની સહાય જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને બહુવર્ષાયુ ફળઝાડ વાવેતરમાં સહાય, પિયતના સાધનોમાં સહાય, બાગાયતી યાંત્રીકરણ માટે, બાગાયતી માળખાકીય સુવિધા ઉભી કરવા, વર્મી કંમ્પોસ્ટ યુનિટ, પ્લાસ્ટિક આવરણ જેવા વિવિધ ઘટકોમા આર્થિક સહાય માટે વ્યક્તિગત ખેડૂત, FPO, FPC, રજીસ્ટર્ડ ટ્રસ્ટને મહત્તમ કુલ રૂ 50 લાખની સહાય માટે કુલ રૂ. 650 લાખનો કાર્યક્રમ શરૂ કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરાયો છે. આ પ્રોત્સાહન સહાય માટે રાજ્ય સરકાર દ્વારા બંને કાર્યક્રમો માટે કુલ રૂ. 1650 લાખની માતબર રકમ ફાળવવામાં આવી છે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ઉંચા રોકાણ સામે જરૂરી નાણાકીય સહાય મળે તો ખેડૂતો નિકાસ દ્વારા સારુ વળતર પણ મેળવી શકે

કૃષિ મંત્રીએ કહ્યું હતું કે કમલમ ફળ(ડ્રેગનફ્રૂટ)માં મહત્વના વિટામિન્સ અને મિનરલ્સ સારી માત્રામાં રહેલા હોઈ વાવેતર માટે સહાયના કાર્યક્રમથી આ પાક હેઠળનો વિસ્તાર ઝડપથી વધારી શકાય તેમ છે, તેમજ પરદેશમાંથી આયાત પરની નિર્ભરતા ઘટાડી શકાય તેમ છે. ગુજરાતના તાત-ખેડૂતને શરૂઆતના ઉંચા રોકાણ સામે જરૂરી નાણાકીય સહાય મળે તો ગુજરાતનો ખેડૂત અન્ય દેશોમાં નિકાસ દ્વારા વિદેશી હુંડીયામણ કમાવવાની વિપુલ તકો મળશે. કમલમ ફળના વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહન તરીકે આપવામાં આવનાર સહાય સીધી જ ખેડૂતના ખાતામાં DBTથી ચૂકવવામાં આવશે. કૃષિ મંત્રીએ આ નિર્ણય બદલ મુખ્યમંત્રી અને નાણા મંત્રીનો સમગ્ર રાજ્યના ખેડૂતો વતી આભાર પણ માન્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">