હજુ બે દિવસ સહન કરવી પડશે કાળઝાળ ગરમી, અમદાવાદમાં 43 ડિગ્રી સુધી રહેશે તાપમાનનો પારો, 11 મેથી કમોસમી વરસાદ થવાની શક્યતા

ગરમીને લઇને હવામાન વિભાગની નવી આગાહી આવી છે. જે પ્રમાણે ગુજરાતમાં આગામી 2 દિવસ તો ગરમીથી કોઇ રાહત મળવાની શકયતા નથી. અમદાવાદ-ગાંધીનગર જેવા મહાનગરોમાં તાપમાનનો પારો આવી રીતે જ ઉપર રહેશે. કચ્છમાં પણ ગરમી આવી રીતે જ કહેર મચાવશે. 48 કલાક બાદ ગરમીથી દક્ષિણ ગુજરાતને રાહત મળશે અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2024 | 11:21 PM

ગરમીથી હાલ રાહત મળવાની કોઇ શકયતાઓ નથી. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 48 કલાક ગરમી આ જ રીતે કેર વરસાવશે. જો કે 48 કલાક બાદ ગરમીથી દક્ષિણ ગુજરાતને રાહત મળશે અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં આગામી 2 દિવસ તો ગરમીથી કોઇ રાહત મળવાની શકયતા નથી. અમદાવાદ-ગાંધીનગર જેવા મહાનગરોમાં તાપમાનનો પારો આવી રીતે જ ઉપર રહેશે. કચ્છમાં પણ ગરમી આવી રીતે જ કહેર મચાવશે.

જો કે આગામી 48 કલાક બાદ ગરમીથી થોડી રાહત મળવાની શકયતાઓ છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની શકયતાઓ છે. આગામી બે-ત્રણ દિવસો સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વંટોળ અને ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળશે. વધુ ગરમીને કારણે લોકલ સિસ્ટમ બંધાતા માવઠાંની સંભાવના છે. 14 મે સુધી પ્રિ મોન્સુન એક્ટિવટીને કારણે વરસાદી ઝાપટાની આગાહી. વધુ ગરમીને કારણે લોકલ સિસ્ટમ બંધાતા માવઠાંની સંભાવના છે. 14 મે સુધી પ્રિ મોન્સુન એક્ટિવટીને કારણે વરસાદી ઝાપટાની આગાહી છે.

આ સાથે દેશમાં મોન્સુન પણ સમયસર આવશે તેવા અંધાણ વર્તાઇ રહ્યા છે. નૈઋત્યનું ચોમાસું નજીક આવી રહ્યું છે. દક્ષિણ ભારતની નજીકના ટાપુઓ અંદમાન નિકોબાર, શ્રીલંકા અને હિંદ મહાસાગરના ટાપુઓનું તાપમાન નૈઋત્યના ચોમાસા માટે સાનુકૂળ બન્યું છે. આગામી 12થી 13 દિવસોમાં ધીમે-ધીમે ભારતની નજીકના ટાપુઓ પર ચોમાસાની એન્ટ્રી થશે તેવી શક્યતા છે. હાલ દક્ષિણનું હવામાન તમામ દ્રષ્ટિએ ચોમાસા માટે સાનુકૂળ બન્યું છે.

મે મહિનામાં ગરમી અને વરસાદ બંને જોવા મળશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગરમીનો કહેર આવી રીતે જ લોકોને પરેશાન કરશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદના કારણે ગરમીથી રાહત મળશે.

આ પણ વાંચો: અમદાવાદમાં સામાન્ય તકરારમાં ખેલાયો ખૂની ખેલ, ભાડાના ડિપોઝિટની બબાલમાં માલિક દંપતીએ તલવાર ઝીંકી કરી નાખી હત્યા

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી
ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી
કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ
કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ
માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
g clip-path="url(#clip0_868_265)">