Teachers’ Day : અમરેલીના આ શિક્ષક પોતે જ રમકડું બની વિદ્યાર્થીઓને ભણાવે છે

બાળમાનસને બરાબર સમજતા આ શિક્ષક જટિલ લાગતા ભણતરને સરળ બનાવવા પોતે રમકડું બની જાય ને ક્યારેક ગીતો ગાઈને, નૃત્ય તો ક્યારેક અભિનય કરીનેવિદ્યાર્થીને સમજાય એ ઢબે ભણાવે છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 4:48 PM

અમરેલી(Amreli)જિલ્લાના જાફરાબાદ તાલુકાનું મીતિયાળા ગામ અને ત્યાનું આ એવું રળિયામણું દ્રશ્ય જેને જોઈ આંખો ઠરે. શિક્ષણ પધ્ધતિ થોડી અનોખી લાગે. ભણાવવાના સાધનો પણ નોખા અને પ્રાકૃતિક લાગે અને શિક્ષક એવા કે જેની સાથે બાળકો ખીલી શકે. રાઘવ કટકિયા જે વ્યવસાયે પ્રાથમિક શાળાના શિક્ષક(Teacher)છે.

પણ આ શિક્ષકનો ભણાવવાનો અંદાજ અલગ છે.રાઘવ કટકિયાનો શિક્ષણ પ્રત્યેનો દ્રષ્ટિકોણ તેમને અલગ તારવે છે. તેમના વિદ્યાર્થીઓ,તેમનું ગામ અને હવે તો રાજ્યભરમાં આ શિક્ષક રઘુ રમકડું નામે ઓળખાય છે

રઘુ રમકડુંની દિનચર્યા જ આ અંતરિયાળ ગામના બાળકોને ભણાવવાથી શરૂ થાય છે.. જોઈ લો તેમની આ હરતી ફરતી શાળા.જેની પર સવાર થઈ રઘુ રમકડું તેમની ગમતીલી પ્રવૃત્તિ માટે નીકળી પડે છે..અને બાળકો પણ વાડીએ પોતાના શિક્ષકની રાહ જોતા બેઠા હોય અને એમાં પણ જેવું નામ એવું કામ.

બાળમાનસને બરાબર સમજતા આ શિક્ષક જટિલ લાગતા ભણતરને સરળ બનાવવા પોતે રમકડું બની જાય ને ક્યારેક ગીતો ગાઈને, નૃત્ય તો ક્યારેક અભિનય કરીનેવિદ્યાર્થીને સમજાય એ ઢબે ભણાવે છે.એમાંપણ બાળકોની પ્રતિભા પણ નિખરે તેવો રઘુભાઈનો પ્રયાસ છે.

જરાં વિચાર તો કરો ખર્ચાળ અને માત્ર ભારરૂપ લાગતી શિક્ષણ વ્યવસ્થા અને તેમાં પણ કોરોનાકાળ જેવી પડકારજનક સ્થિતિ વચ્ચે આ અંતરિયાળ વિસ્તારના બાળકો માટે તો તેમનું રઘુ રમકડું જ શિક્ષણનો પર્યાય છે. ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા ખરી પણ કેટલીક માળખાકીય મર્યાદાઓથી બાળકોનું ભણતર પ્રભાવિત થાય. પણ આ શિક્ષકની ઉદ્દાત ભાવનાથી આ બાળકો શિક્ષણથી વંચિત ન રહ્યા..

હવે આ જુઓ આ એક નાનો વર્ગ જ્યાં નકામી ચીજોને મઠારીને સુધારીને કારીગરી કરીને અલગ રંગરૂપમાં ઢાળવામાં આવી છે..અને આ તમામ ચીજો રઘુભાઈના માર્ગદર્શનથી બાળકોએ તૈયાર કરી છે.. અને આ વર્ગખંડ કોઈ મ્યુઝિયમથી ઓછો નથી.

બાળકો રમકડાં ભૂલ્યા છે રમતા ભૂલ્યા છે અને ઓનલાઈન વર્ગોના જમાનામાં મોબાઈલની સ્ક્રીનમાં તેમનું બાળપણ રૂંધાયું છે. જો કે અહીં તો અભાવમાં પણ ખેલવા સાથે ખીલવવાની તકનિક છે. રઘુ રમકડાંનો એવો નિસ્વાર્થ અને મહેનતપૂર્ણ પ્રયાસ છે.તેમનો તેમના કર્તવ્ય પ્રત્યેનો આત્મવિશ્વાસ છે.જેથી ટાંચા સાધનોમાં બાળકોને કમ સે કમ પ્રાથમિક શિક્ષણ અને આંતરિક શક્તિ ખીલવવાની એક દિશા મળે.

આ પણ વાંચો : SURAT : ઉધનાની શાળામાં બે વિધાર્થીઓ કોરોના સંક્રમિત, શાળાને 7 દિવસ બંધ કરવામાં આવી

આ પણ વાંચો : Tokyo Paralympicsભારતનો ડંકો વાગ્યો, 5 ગોલ્ડ સહિત 19 મેડલ જીતી ઈતિહાસ રચ્યો

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">